Top News

More Posts

   The Latest

Most Popular

  • પાલિકા દ્વારા સર્કલના 500 મીટરમાં લારી નહી ઊભી રાખવાનું ફરમાન કરી દબાણો હટાવાયા હતા
  • લારી ધારકોએ 1000 મીટર દૂર ઊભા રહી મોદીના પોસ્ટર લગાવી પુનઃ ધંધાની શરૂઆત કરી

વડોદરાના ગેંડા સર્કલ પાસે વર્ષોથી નવ લારી ધારકો પોતાનો ધંધો ચલાવતા હતા આજરોજ નવ લારીઓ ધારકોએ નરેન્દ્ર મોદીના ફોટા સાથે શુભારંભ કરવામાં આવી હતી.

આજ રોજ સવારે તમામ લારીઓ ધારકો એ નરેન્દ્ર મોદીનાં બેનરો લગાવી શ્રી ફળ વધેરીને, ફુલહાર ચઢાવીને ધંધા રોજગાર પુન શરુઆત કરવામાં આવી હતી.વડોદરા ના ગેંડા સર્કલના 9 લારીધારકોને ઘણા વખતોથી દબાણ શાખા દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી હતી.આ લારીધારકો 20 વર્ષથી લારીઓ લગાવીને પોતાનો વ્યવસાય કરી રહ્યા હતા.ત્યારે વડોદરા શહેર કોરપોરેશનના નિયમો પ્રમાણે કોઈપણ સર્કલ થી 500 મીટરના અંતરે લારી ગલ્લા કે પથારા લગાવવા નહીં તેવું જણાવવામાં આવ્યું હતું.ત્યારે આજ રોજ ગેંડા સર્કલ ના લારી ધારકો દ્વારા સર્કલ થી 500 મિટર છોડીને તમામ લારીઓ પર અનોખી રીતે નરેન્દ્ર મોદીના બેનરો લગાવી ધંધા કરવાનો નિર્ણય લીધો હતો.

To Top