National

નીતિ આયોગ- મુંબઈ, સુરત, વારાણસી અને વિશાખાપટ્ટનમ માટે તૈયાર કરાયો ઇકોનોમિક ટ્રાન્સફોર્મેશન પ્લાન

મોદી સરકારનો (Government) ઉદ્દેશ્ય વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાનો છે. આ દિશામાં કામ પણ શરૂ થઈ ગયું છે. નીતિ આયોગે 4 શહેરોના આર્થિક પરિવર્તન માટે એક યોજના તૈયાર કરી છે. કમિશનના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે શનિવારે આ વાત કહી. તેમણે કહ્યું કે આયોગે મુંબઈ, સુરત, વારાણસી અને વિશાખાપટ્ટનમના આર્થિક પરિવર્તન (Economic Transformation) માટે અને 2047 સુધીમાં ભારતને વિકસિત અર્થવ્યવસ્થા (Economy) બનવામાં મદદ કરવા માટે એક યોજના તૈયાર કરી છે. તેમણે કહ્યું કે કમિશન વધુ 20-25 શહેરો માટે આર્થિક યોજનાઓ તૈયાર કરવાની યોજના ધરાવે છે કારણ કે તે આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રો છે.

  • 2047 સુધીમાં 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય
  • નીતિ આયોગે 4 શહેરોના આર્થિક પરિવર્તન માટે એક યોજના તૈયાર કરી

2047 સુધીમાં ભારતને $3 ટ્રિલિયન વિકસિત અર્થતંત્ર બનાવવા માટે નીતિ આયોગ દ્વારા પ્રોસ્પેક્ટસ તૈયાર કરવામાં આવી રહ્યું છે. તેનું વિમોચન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. સુબ્રમણ્યમે એક કાર્યક્રમમાં કહ્યું કે નીતિ આયોગે મુંબઈ, સુરત, વારાણસી અને વિશાખાપટ્ટનમના આર્થિક પરિવર્તન માટે એક યોજના તૈયાર કરી છે. ગયા વર્ષે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર) ના જીડીપીને 2030 સુધીમાં $300 બિલિયન સુધી લઈ જવા માટે જરૂરી પગલાં અંગે ચર્ચા કરવા નીતિ આયોગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. હાલમાં ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.

સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના તેના વિઝનને આગળ વધારવા માટે કેન્દ્રએ 11 ડિસેમ્બરે દેશના યુવાનોના મંતવ્યો માંગ્યા હતા. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં અમને ભારતના યુવાનો તરફથી 10 લાખથી વધુ વિગતવાર સૂચનો મળ્યા છે. અમે તેમના પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને કામ કરી રહ્યા છીએ. આ પ્રક્રિયા યુનિવર્સિટીઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

Most Popular

To Top