Vadodara

વડોદરા જિલ્લા કલેક્ટર તરીકે બીજલ શાહે ચાર્જ સંભાળ્યો :

*સરકારી જમીનો પર સરકારી પ્રોજેક્ટ માટે અડચણ આવતી હોય તે દૂર કરવા ખાસ ઝુંબેશ ધરાશે : બી.એ.શાહ

*હરણી બોટ દુર્ઘટનાનો રિપોર્ટ સોંપ્યા બાદ અગાઉના કલેકટર અતુલ ગોરે ચાર્જ છોડ્યો હતો

વડોદરામાં નવ નિયુક્ત જિલ્લા કલેકટર બી.એ.શાહે આજે ચાર્જ લીધો હતો. આ પ્રસંગે અધિક નિવાસી કલેકટર સહિત અધિકારીઓ અને વર્ગ ત્રણ મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે હરણી બોટ દુર્ઘટનાની તપાસનો રિપોર્ટ સોંપ્યા બાદ અગાઉના કલેક્ટર અતુલ ગોરે ચાર્જ છોડ્યો હતો.

તાજેતરમાં થયેલી બદલીઓમાં વડોદરા જિલ્લા કલેકટરની મુખ્યમંત્રી કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે બદલી થઈ હતી. તેમની જગ્યાએ વડોદરામાં નવ નિયુક્ત જિલ્લા કલેકટર બી.એ શાહે આજે ચાર્જ લીધો હતો. તેમણે જામનગર જિલ્લા કલેકટર પદે ફરજ બજાવી છે. આજે વડોદરાના કલેક્ટર તરીકે બી.એસ.શાહે ચાર્જ લેતા અધિક નિવાસી કલેકટર બી.એસ. પ્રજાપતિ સહિત અધિકારીઓ અને વર્ગ ત્રણ મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા જિલ્લા કલેકટરનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. મીડિયા સાથેની વાતચીતમાં કલેકટર બી.એ.શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે જે રીતે અગાઉના કલેક્ટરએ જિલ્લાના વિકાસ માટે જે કોઈપણ પ્રયત્નો કર્યા છે. એને આપણે આગળ ધપાવીશું અને નિયમની મર્યાદામાં જે પણ શ્રેષ્ઠ આપણે આપી શકીએ લોકોને એ પ્રયાસ રહેશે. ખાસ કરીને સેવાકીય બાબતો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર રીલેટેડ જે રેવન્યુ એડમિનિસ્ટ્રેશનને સપોર્ટ કરવાનો એ ઇમ્પલીમેન્ટેશનમાં સુવો મોટો વારસાઈની ઝુંબેશ અગાઉ જિલ્લામાં મેં કરેલ હતી કે જે છેલ્લા 2010 થી શરૂ કરીને 2020 ની વચ્ચે જે પણ ડેટ થયા હોય એનો ડેટા કાઢી અને એમાંથી જે વારસાઈ ના થઈ હોય તો એને ડોર સ્ટેપ સુધી જઈને એના કોઈ વારસદાર હોય એને સમજાવીને સમજ કરીને એને વારસાઈની એન્ટ્રી પડાવવાની એ સિવાય એવું છે કે સરકારી જમીનો સરકારી પ્રોજેક્ટ માટે જ્યાં અડચણ આવતી હોય કે જે અટકેલું હોય તો એ શક્ય હોય એટલું એક કલેક્ટર તરીકે જમીન ઝડપથી મળી શકે તો બધા સરકારી પ્રોજેક્ટ આગળ વધી શકે તેના માટે પણ ઝુંબેશ શરૂ કરાશે. અત્રે નોંધનીય બાબતે છે કે વડોદરામાં થયેલી હરણી લેક ઝોન બોટ દુર્ઘટનાની તપાસનો રિપોર્ટ સોંપ્યા બાદ અગાઉના જિલ્લા કલેકટર અતુલ ગોરે ચાર્જ છોડ્યો હતો. જે બાદ જામનગર જિલ્લા કલેકટર પદે ફરજ બજાવી ચૂકેલ બી.એ શાહે આજે વડોદરા જિલ્લા કલેકટર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.

Most Popular

To Top