Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે અને પહેલા જ દિવસે શેરબજારમાં પણ મંગળ શરૂવાત થઇ હતી. તેમજ ભારતીય શેર બજારે (share market) આજે 9 એપ્રિલે નવો રેકોર્ડ સર્જ્યો હતો. મંગળવારે શેરબજાર ખુલતાની સાથે જ BSE ના સેન્સેક્સે જોરદાર ઉછાળો નોંધાવ્યો અને પ્રથમ વખત 75,000ના આંકને પાર કર્યો હતો. સેન્સેક્સની (Sensex) સાથે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી (Nifty) ઈન્ડેક્સ પણ પૂર ઝડપે 22,700ની નવી ટોચે પહોંચ્યો હતો.

સેન્સેક્સ અને નિફ્ટી સાથે ઓટો ઈન્ડેક્સમાં પણ મજબૂતી જોવા મળી રહી છે અને આઈટી શેરના વધારાને કારણે આઈટી ઈન્ડેક્સ પણ ઉછાળો જોવા મળ્યો હતો. તમામ માપદંડોને જોતા કહી શકાય છે કે ભારતીય શેરબજારનો જાદુઈ તબક્કો ચાલુ છે અને રોકાણકારોના હકારાત્મક સેન્ટિમેન્ટની સકારાત્મક અસર શેરબજાર પર જોવા મળી હતી.

આજે સવારે બજારમાં વધતા શેરોની સંખ્યા વધુ હતી. તેમજ બજારમાં આજે સ્મોલ કેપ, મિડ કેપ અને લાર્જ કેપ એમ ત્રણેય પ્રકારના શેરોમાં ખરીદીનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. ઓટો, આઈટી, ફિન સર્વિસ, રિયલ્ટી, મીડિયા અને સર્વિસ સેક્ટરમાં તેજી છે. તેમજ ફાર્મા, મેટલ, એફએમસીજી અને પીએસયુ શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો.

પ્રોફિટ અને લોસ
સેન્સેક્સ પેકમાં ઈન્ફોસીસ, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંક, ટીસીએસ, નેસ્લે, બજાજ ફિનસર્વ, ટાટા સ્ટીલ, મારુતિ સુઝુકી, એમ એન્ડ એમ, એશિયન પેઇન્ટ્સ, એક્સિસ બેંક, એશિયન પેટ્સ, એચડીએફસી બેંક, પાવર ગ્રીડ, બજાજ ફાઈનાન્સ, સન ફાર્માનો સમાવેશ થાય છે. આ સાથે જ અલ્ટ્રાટેક સિમેન્ટ, NTPC અને SBIના શેરેમાં તજી જોવા મળી હતી. તેમજ રિલાયન્સ, એલએન્ડટી, કોટક મહિન્દ્રા, ટાઇટન, જેએસડબ્લ્યુ સ્ટીલ, ભારતી એરટેલ, પાવર ગ્રીડ અને એસબીઆઈ શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.

આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ
એશિયન બજારોમાં મિશ્ર સ્થિતિ જોવા મળી હતી. ત્યારે ટોક્યોના બજારોમાં 0.95 ટકાનો ઉછાળો નોંધાયો હતો. હોંગકોંગ, બેંગકોક અને જકાર્તાના બજારો તેજ ગતિએ વેપાર કરી રહ્યા હતા. તેમ સિયોલ અને શાંઘાઈના બજારો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. અમેરિકામાં ડાઉ ગઈ કાલે સપાટ બંધ રહ્યો હતો. તેમજ આજે કાચા તેલમાં મામૂલી વધારા સાથે કારોબાર થઈ રહ્યો હતો. WTI ક્રૂડ પ્રતિ બેરલ $86.62 અને બ્રેન્ટ ક્રૂડ $90.64 પ્રતિ બેરલ પર યથાવત હતુ.

To Top