Top News

More Posts

   The Latest

Most Popular

vizitor

વિઝીટર રૂમમાં પંખો નથી, મહિલા ટોઇલેટને તાળું

વડોદરા,15

હાલ સમગ્ર શહેર જિલ્લામાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે અનેક પક્ષના લોકો ઉમેદવારી પત્ર નોંધાવા માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ અન્ય સાથી મિત્રો સાથે કલેકટર કચેરી ખાતે આવતા હોય છે ત્યારે ભર ઉનાળા જેવો માહોલ હોવા છતાં પણ વિઝીટર માટે પંખા પંખા ની પણ સુવિધા નથી. તે સિવાય વિઝીટર માટે બેસવા માટેની જગ્યા પણ ફાળવવામાં આવી નથી. ઉપરાંત લેડીઝ ટોયલેટને પણ તાળું મારી દેવામાં આવ્યું છે. જેથી અનેક મહિલાઓ ને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આમ નવનિર્માણ પામેલી કલેકટર કચેરી બહારથી તો સુવિધાથી લાગી રહી છે . પરંતુ ખરેખર પ્રાથમિક સુવિધા નો પણ અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે અહીંયા ઇલેક્શનના કારણે મોટી સંખ્યામાં મહિલા પોલીસ કર્મીઓ પણ ફરજ નિભાવી રહી છે. ત્યારે તેઓ પણ આ બાબતે મુશ્કેલીનો સામનો કરીને જવાબદારી નિભાવતી જોવા મળી રહી છે.

To Top