Vadodara

વડોદરા : ઇસ્કોન મંદિરમાં ચોરી કરનાર આંતરરાજ્ય તસ્કરના 3 દિવસના રિમાન્ડ

ચોરીની ફરિયાદ 1.50 લાખની જ્યારે ચોર પાસેથી 20.73 લાખની મતા રિકવર કરાઇ.

ગોત્રી પોલીસ દ્વારા આરોપીને સાથે રાખીને ચોરીની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું.

આંતરરાજ્ય તસ્કરે વડોદરાની હોટલમાં રૂમ ભાડે રાખી રોકાયો હતો. જ્યાં તેણે ટુ ટ્યુબર પર ઇસ્કોન મંદિરના ઘણા વીડિયો જોયા હતા અને રેકી પણ કર્યા બાદ ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કર પાસેથી 20.73 લખનો મુદ્દામાલ રિકવર કરાયો છે. મોટાભાગે તસ્કરે મંદિરોને ટાર્ગેટ કરતો હતો. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે આરોપીને સાથે રાખીને પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું રિકન્ટ્રક્શન પણ કરાયુ હતું.     

ગોત્રી હરીનગર વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિરમાં તસ્કર ઘુસ્યો હતો અને ગર્ભગૃહમાંથી ભગવાનની પ્રતિમાઓ પર કરેલા શણગાર સહિતના સોના ચાંદીના ચોરી કર્યા બાદ એક બેગમાં ભરીના બિલ્લી પગે ફરાર થઇ ગયો હતો. પંરતુ ગર્ભગૃહના કેમેરામાં આરોપી કંડારાઇ ગયો હતો. જેથી ગોત્રી પોલીસ સહિત ડીસીબી, પીસીબી અને એલસીબી સહિતની વિવિધ ટીમો તસ્કરને શોધવા કામે લાગી હતી. જેમાં પીસીબીએ નાગપુર ખાતેથી ઝડપી પાડ્યો હતો. પુજારીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં 1.50 લાખની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.જ્યારે ચોરી કરેલો 20.73 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. ગોત્રી પોલીસે આરોપી સંતોષ ઉર્ફે અંતર્યામી પ્રેમાનંદ ઉર્ફે પ્રેમાદાસ ( રહે. બાલીવાડા, જિ.ગંજામ, ઓરિસ્સા)ને  કોર્ટમાં રજૂ કરીને 18 એપ્રિલ સુધીના રિમાન્ડ મેળવ્યા છે. ગોત્રી પોલીસે આજે સોમવારના રોજ આરોપીને સાથે રાખીને ચોરીને કેવી રીતે અંજા આપ્યો હતો તેની સમગ્ર ઘટનાનુ રિકન્ટ્રક્શન કરાયું હતું. ઉલ્લેખનીય છેકે તસ્કરે આંધ્રપ્રદેશ, કર્ણાટક નાગપુર, ગોવા અને ગુજરાત સહિતના શહેરોમાં મોટાભાગે મંદિરોને ટાર્ગેટ કરતો હતો. વડોદરાના પણ સ્વામીનારાયણ, સાંઇબાબાની મંદિરોની રેકી કરી હતી. – ચોરી કરતા પહેલા આરોપીએ યુ ટ્યુબર ઇસ્કોન મંદિરના ઘણા વીડિયો જોયા
પોલીસે આરોપીને પુછપરછ કબૂલાત કરી હતી કે 10 એપ્રિલ વડોદરા આવ્યો હતો અને રેમ્બો હોટલમાં રોકાયો હતો. તે દરમિયાન તસ્કરે મોબાઇલમાં યુ ટ્યુબ પર ઇસ્કોન મંદિરના ઘણા વીડિયો જોયા હતા. ત્યારબાદ 11 એપ્રલે મોડી રાત્રીના સમયે ચોરીને અંજામ આપ્યો હતો.

Most Popular

To Top