Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: મહારાષ્ટ્ર (Maharashtra) અને અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh) ગુરુવારે (21 માર્ચે) સવારે ભૂકંપથી હચમચી ગયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ (National Center for Seismology) આ ભૂકંપની (Earthquake) તીવ્રતા માપી હતી તેમજ તેના અહેવાલો પણ જાહેર કર્યા હતા. વહેલી સવારે આવેલા ભૂકંપના કારણે અત્યાર સુધી કોઈ જાન-માલના નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી. પરંતુ આવી કુદરતી આફત આવી પડતા બંન્ને રાજ્યોમાં નાસભાગ મચી ગઇ હતી.

નેશનલ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા મુજબ પ્રથમ ભૂકંપનું કેન્દ્ર મહારાષ્ટ્રના હિંગોલીમાં 10 કિમીની ઊંડાઈએ હતું. તેમજ સવારે 6.08 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 માપવામાં આવી હતી. જણાવી દઇયે કે 4 થી 4.9 ની તીવ્રતાવાળા ભૂકંપને હળવા ધરતીકંપ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રમાં જે ભૂકંપ આવ્યો તે હળવી તીવ્રતાનો હતો. પરંતુ તેના કારણે લોકોના મનમાં ચોક્કસપણે ભય પેદા થયો હતો. આંચકા અનુભવાતા કેટલાક લોકો ઘરની બહાર આવી ગયા હતા.

બે કલાકમાં બે ભૂકંપના આંચકાથી અરુણાચલ પ્રદેશ હચમચી ગયો
સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર ભૂકંપનો પ્રથમ આંચકો અરુણાચલ પ્રદેશમાં નોંધાયો હતો. દેશના ઉત્તર-પૂર્વીય રાજ્યમાં થોડા કલાકોના અંતરે ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. સિસ્મોલોજીકલ સેન્ટરે જણાવ્યું કે ગુરુવારે સવારે 1.49 કલાકે પહેલો આંચકો નોંધાયો હતો. રાજ્યના પશ્ચિમ કામેંગમાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. તેનું કેન્દ્ર 10 કિમીની ઊંડાઈએ હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 માપવામાં આવી હતી.

બે કલાક બાદ અરુણાચલ પ્રદેશ ફરી એકવાર ભૂકંપના આંચકાથી હચમચી ઉઠ્યું હતું. રાજ્યમાં સવારે 3.40 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા 3.4 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર પશ્ચિમ કામેંગ હતું. આ ભૂકંપના કેન્દ્રની ઊંડાઈ 5 કિમી હતી. ભૂકંપ જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3 થી 3.9 ની વચ્ચે હોય છે. તેને નાના ધરતીકંપ તરીકે ઓળખવામાં આવે છે. આ જ કારણ છે કે હજુ સુધી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.

ભૂકંપ કેવી રીતે થાય છે?
પૃથ્વીની અંદર સાત ટેક્ટોનિક પ્લેટ્સ છે. જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટ્સ એકબીજા સાથે અથડાય છે. તેમજ તેમાં ઘસારો સર્જાય છે. ત્યાર બાદ એકબીજા અથડાય છે અથવા એકબીજાથી દૂર જાય છે. ત્યારે જમીન ધ્રુજવા લાગે છે. જેને ભૂકંપ કહેવાય છે. રિક્ટર સ્કેલનો ઉપયોગ ભૂકંપની તીવ્રતા માપવા માટે થાય છે. આ સ્કેલ 1 થી 9 સુધીનો છે. જેમાં 1 એ સૌથી ઓછી તીવ્રતા ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે અને 9 સૌથી વધુ તીવ્રતાની ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે.

To Top