Vadodara

વ્યાજખોરોના ત્રાસથી ત્રસ્ત થઈને બપોદના યુવકનો ગળે ફાંસો

આર્થિક સ્થિતિ કથળતા પત્ની પણ બાળકને મુકીને પિયર જતી રહી હતી.

બાપોદ વિસ્તારમાં રહેતા ૩૮ વર્ષીય યુવકે વ્યાજખોરોના ત્રાસથી ત્રસ્ત થઈને તેમજ આર્થિક સ્થિતિ કથળતા પત્ની પણ બાળક મૂકીને પિયર જતી રહેતા આખરે કંટાળેલા યુવકે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. જેથી બનાવ અંગે બાપોદ પોલીસે ગુનો નોધીને તપાસ હાથ ધરી હતી.

દેવ રેસીડન્સી , આજવા રોડ વિસ્તારમાં રહેતા વિકાસ ઉર્ફે લાલુ ગુપ્તા નવી બંધાતી કન્સ્ટ્રક્શન સાઈટ પર કલર કામ કરવાનું કામ કરતા હતા પરંતુ થોડા સમય પહેલા એક સાઇટ પર તેમણે જે કાર્ય કર્યું હતું તેના નાણાં ન મળતા તેઓ આર્થિક તંગીમાં આવી ગયા હતા જેના કારણે તેમના પત્ની પણ તેમને છોડીને જતા રહ્યા હતા માતા અને તેમના છ વર્ષના બાળક સાથે વિકાસ ઉર્ફે લાલુ માનસિક તાણમાં રહેતા હતા તે સિવાય તેમના મકાનની પણ લોન ચાલુ હોવાથી તેમના હપ્તા બાઉન્સ જતા બેંક દ્વારા પણ સતત ઉઘરાણી માટે ફોન આવતા રહેતા હતા તે સિવાય તેમને કોઈ કહાર નામના વ્યક્તિ પાસેથી નાણાં લીધા હોવાથી તે પણ તેની બાઈક લઈને જતો રહ્યો હતો તેમજ સતત હેરાન કરતો રહેતો હતો જેના કારણે ત્રસ્ત આવીને વિકાસ ઉર્ફે લાલુએ આપઘાત કર્યો હતો તેમ મૃતકના બનેવી એ જણાવ્યું હતું જ્યારે આ બનાવ અંગે બાપોદ તપાસ અધિકારીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે તેમના પત્ની છેલ્લા છ આઠ મહિનાથી જતા રહેતા તેમજ તેઓ કોઇ કામકાજ કરતા ન હોવાથી તેમણે આ પગલું ભર્યું છે તેવી માહિતી આપી હતી. જોકે મૃતકના પરિવારજનો એ આક્ષેપ લગાવ્યા હતા કે, “તેઓએ વ્યાજખોરોના ત્રાસથી ત્રસ્ત થઈને આ પગલું ભર્યું છે માટે તમે તે બાબતે પણ તપાસ કરો.” પરંતુ પોલીસે આ બનાવ અંગે કોઈપણ પ્રકારની નોંધ ન લેવાનો આરોપ પણ પરિવાર જનોએ લગાવ્યો હતો.

Most Popular

To Top