Vadodara

સમગ્ર શહેર જિલ્લામાં આદર્શ આચારસંહિતાનું અમલીકરણ થાય તે માટે તમામ બેઠકો પર નોડલ અધિકારીની નિમણૂક

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓ અને વોર્ડ ઓફિસરોની નિમણુંક કરાઈ  

વડોદરા, તા.20

ચૂંટણીના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સમગ્ર શહેર જિલ્લામાં આચારસંહિતાનો અમલીકરણ કરી દેવામાં આવ્યું છે ત્યારે આ આદર્શ આચારસંહિતાનું ચુસ્તપણે અમલીકરણ થાય તે માટે વિવિધ બેઠકો પર નોડેલ અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી.

વડોદરા જિલ્લામાં સમાવેશ શહેરી વિસ્તારમાં આવેલા વિધાનસભા મતદાન વિભાગ માટે ભાવનાબેન જે ઝાલા જે હાલ નાયબ મ્યુનિસિપલ કમિશનર ની ફરજ નિભાવી રહ્યા છે જ્યારે વડોદરા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં હિમાંશુ આર પરીખ ની નિમણૂક કરવામાં આવી છે જે ગ્રામ વિકાસ એજન્સી ના નિયામક તરીકે ફરજ બજાવી રહ્યા છે. જ્યારે વિવિધ વિધાનસભા બેઠકો જેમકે વડોદરા શહેર ખાતે શૈલેષ આર પંચાલ તેમની સાથે મદદનીશ અધિકારી તરીકે માનવભાઈ મહેતાની નિમણૂક કરવામાં આવી છે. સયાજીગંજ વિસ્તારમાં સુરેશ તુવેર સાથે જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ , અકોટા વિધાનસભા બેઠક ખાતે રાજેન્દ્ર વસાવા તેમના મદદનીશ અધિકારી તરીકે મહેશકુમાર ભીખાભાઈ પટેલ, રાવપુરા ખાતે મહિપાલ ઝાલા તેમની સાથે જેકી વંશદાની , માંજલપુર ખાતે નિતીન સોલંકી અને તેમની સાથે રિતેશ સોલંકીની નિમણૂક કરવામાં આવી છે જ્યારે સાવલી ખાતે નિશાંત ભાઈ ઓઝા તેમની સાથે સાવલી નગરપાલિકા વિસ્તાર માટે કુણાલભાઈ પટેલ ,  ગ્રામ્ય વિસ્તાર માટે વિકાસભાઈ પ્રજાપતિ , ડેસર તાલુકા ગ્રામ્ય વિસ્તાર માટે ટીએ પટેલ ,  વડોદરા ગ્રામ્ય તાલુકા વિકાસના 135 સાવલી વિધાનસભા ખાતે માધુરીબેન પટેલની નિમણૂક કરવામાં આવી હતી. તે સિવાય વાઘોડિયા ખાતે ડી એમ પટેલ અને તેમની સાથે ડભોઇ ખાતે જય કિશન તડવી તેમની સાથે તેજલ બેન બી રાણા ,  પાદરા ખાતે સંજયભાઈ પટેલ અને તેમની સાથે છાયાંક ભાઈ પટેલ , કરજણ ખાતે ગજેન્દ્રકુમાર શાંતિલાલ પટેલ તેમની સાથે ગ્રામ્ય વિસ્તારમાં એસ. એલ નિશાળતા , કરજણ નગરપાલિકા વિસ્તાર માટે એમ.એસ સોલંકી , સિનોર તાલુકા ગ્રામ્ય વિસ્તાર ખાતે કેડી ઠક્કર ,  વડોદરા ગ્રામ્ય તાલુકા વિસ્તારના કરજણ વિધાનસભા મતદાર વિભાગ માટે માધુરીબેન પટેલની નિમણૂક કરવામાં આવી હતી.

Most Popular

To Top