Vadodara

પાણીના મુદ્દે મહિલાઓનો મોરચો વીહિકલ પૂલ ખાતે પહોંચ્યો

  • પૂરતા પ્રમાણમાં પાણી ન મળતો હોવાનો આક્ષેપ
  • રમજાન માસ ચાલી રહ્યો છે તેવામાં પ્રજા પરેશાન

શહેરમાં પાણીના મુદ્દે મહિલાઓનો મોરચો વિહિકલ પુલ ખાતે પહોંચ્યો હતો. શહેરના હાથીખાના વિસ્તારમાં છેલ્લા બે મહિનાઓથી પૂરતા પ્રમાણમાં પાણી ન મળતું હોવાની રજૂઆત સાથે મહિલાઓનો મોરચો વિહીકલ પૂલ ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યો હતો. પાણી પૂરતા પ્રમાણમાં તો નથી જ મળી રહ્યું પરંતુ જે પાણી આવે છે તે પણ ડહોળું આવી રહ્યું હોવાનો આક્ષેપ સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવ્યો છે. અનેકવિધ રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી રજૂઆત કરીએ ત્યારે માત્ર ખાડા ખોદીને જતા રહે છે અને ત્યારબાદ કોઈ જોવા આવતું ન હોવાનો આક્ષેપ સ્થાનિક મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારે મહિલાઓએ વિહિકલ પુલ ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો. હાલમાં પવિત્ર રમજાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે પાલિકા તંત્ર પૂરતું પાણી આપવામાં તદ્દન નિષ્ફળ નીવડ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું

Most Popular

To Top