Top News

More Posts

   The Latest

Most Popular


ચહેરે-મ્હોરે સારા દેખાવાનું ભલા, કોને ના ગમે. માનવશરીર થપેટાનું નિર્માણ સ્ત્રી-પુરુષના અંગ ઉપાંગોના પધ્ધતિસર યથાયોગ્ય સ્થાને ગોઠવણ અને જરૂરી માવજત જગનિયંતાની કાબિલેદાદ ફિલોસોફીને કોઇ પહોંચી વળે એમ નહી. મુદ્દો નારીદેહ પ્રદર્શનનો છે તેથી કાંઇ બૃહદ નારી સમાજને ઉતારી પાડવાનો ખરાબ ચિતરવાનો નથી. પરંતુ સીમા બહારની સ્વતંત્રતા,સ્વછંદતા, આધુનિકતાને નજરઅંદાજ કરવાનો હેતુ માત્ર છે. અમારો આદિવાસી સમાજ અંતરિયાળ ગામડાંઓમાં તથા  શહેરોમાં વસેલો છે. સ્ત્રી સમાજ જૂનવાણી રીતરસમમાં માનતો હોય અગર આધુનિકતાને ઉજાગર કરતો હોય, હંધાયેમાં સંયમ, સાદગી, સમ્યક્-વિવકે-વિચાર રીત ભાત આંખે ચઢ્યા વિના રહે નહીં.

પરિણીત દીકરી-બહેનો જેઠ સસરા કે વડીલોની આમન્યા જાળવવાનું ચૂકતી નથી. ભલે તે બ્લાઉઝ સાડીમાં સજ્જ હોય કે આધુનિક ઝભલાઓમાં માથે ઓઢવાનું કે છાતીયું અને અન્ય ભાગોને ઢાંકી ઇજ્જત-આબરુ જાળવવાનું જાણે તેમના લોહીમાં ગણાઈ ગયેલી બાબત છે. સામે પક્ષે અતિ આધુનિકતાના વાવરમાં ફિલ્મજગતની માનુનીઓ માત્ર છાતીયું ઢાંકવાની બ્રા (નામ પૂરતી જ) અને પ્રાઇવેટ પાર્ટ માટે અન્ડર ગારમેન્ટસનો જ ઉપયોગ કરી, કેમેરા સામે પોઝ આપવામાં નાનમ અનુભવતી નથી. તેમાંય બોલ્ડ અને મરોડદાર છાતીઓનું પ્રદર્શન તો ચરમસીમાએ છે.
કાકડવા (ઉમરગામ)      – કનોજ મહારાજ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

સંતાનો વિદેશમાં સેટ થાય તે કોને ન ગમે?
અહીં વિપરીત પરિસ્થિતિનો અનુભવ થાય છે. લાંબે ગાળે રહી સહી લાગણીના સ્રોત સુકાઈ જાય છે. વડીલો ફુલાય છે કે અમારાં બાળકો પરદેશમાં લીલાલહેર કરે છે. શરૂઆતનાં વર્ષોમાં એકબીજાને વિડિયો ફોનથી રૂબરૂ મળ્યાનો આનંદ થાય છે, પણ સુકાઈ ગયેલા લાગણીના બંધનથી ઝુરાપો અનુભવાય છે. વડીલોને ત્યાંની આબોહવા માફક આવતી નથી તેમજ બંધિયાર વાતાવરણથી ગુંગળાય છે.અપરિણીત સંતાનોને ત્યાંના યોગ્ય પાત્ર મળી રહે છે. વર્ષે બે વર્ષે અહીં  ડોલરના 80 રૂપિયા ખર્ચી માબાપ થોડી બાહ્ય સધ્યારો આપે છે પણ ડોલરના લોભિયા શનિ રવિ ગદ્ધાવૈતરું કરી અમીર તો થાય છે. મકસદ એક જ પૈસા મોકલી દેશમાં ઘર બંધાવે અને ફાવે તો ચોવીસ કલાકના કેરટેકર રાખી સારસંભાળ તો રાખે છે પણ  સંતાનોથી ઝુરાપો જીરવાતો તો નથી જ.
અડાજણ          – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

To Top