Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: માંગ્યા વિના કોઈ મદદ કરવા આવે તો સાવધાન થઈ જજો. સુરતમાં એક એવી ગેંગ પકડાઈ છે, જે મદદ કરવાના બહાને લોકોને લૂંટી લેતી હતી. આ ગેંગ મોટા ભાગે બેન્કોના એટીએમ પાસે કામ કરતી હતી. જેવા લોકો એટીએમમાંથી રૂપિયા કાઢે ત્યાર બાદ આ ગેંગ મદદના બહાને ખેલ કરી જતી હતી.

બેન્કો અને એટીએમમાં કોઈની પણ મદદ લેતા પહેલાં સો વાર વિચાર કરવો પડે તેવો કિસ્સો સુરતના કાપોદ્રા વિસ્તારમાં બન્યો છે. સુરતના કાપોદ્રા પોલીસ મથક વિસ્તારમાં એટીએમમાં રૂપિયા ઉપાડવા જતાં લોકોની મદદ કરવાના નામે ખેલ કરતી ગેંગ પકડાઈ છે. આ ગેંગ પાસવર્ડ સહિતની વિગતો એટીએમની મેળવીને લઈને ઠગાઈ કરતી હતી. આ ગેંગ આંતરરાજ્ય સ્તરે કામ કરતી હતદી. પોલીસે બે આરોપીઓને ઝડપી લઈને સમગ્ર ગુનાનો પર્દાફાશ કર્યો છે.

કાપોદ્રા પોલીસે ATM કાર્ડ ફેરવી છેતરપિંડી કરતા આરોપીને ઝડપી પાડ્યા છે. ATM પીન મેળવી છેતરપિંડી કરનાર આંતરરાજ્ય ટોળકીના બે સાગરીતો ઝડપાયા છે. લોકોને ATMમાં સમજ ન પડતા મદદના બહાને છેતરપિંડી કરતા હતા. ATM મેળવી અન્ય કાર્ડ આપી બાદ પૈસા ઉપાડી લેતા હતા. આરોપીઓ પાસેથી કાપોદ્રા પોલીસે 49 જેટલાં ATM કાર્ડ કબ્જે કર્યા છે. આરોપીની ધરપકડ સાથે ATM કાર્ડ, મોબાઈલ, બાઈક અને રોકડા રૂપિયા કબ્જે લીધા છે.

પોલીસે કહ્યું કે, આરોપી પપ્પુરામ અર્જુનલાલ જાટ અને પ્રભુલાલ ભેરૂલાલ જાટ બન્ને રાજસ્થાનના વતની છે. આરોપીની સામે રાજસ્થાનમાં અગાઉ 9 ગુના નોંધાઈ ચૂક્યા છે. આરોપી દ્વારા હનિટ્રેપ, લૂંટ સહીત ATM ફ્રોડ સહિત ગુનામાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે. કાપોદ્રા પોલીસે બંને આરોપી પાસેથી એક લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

To Top