Top News

More Posts

   The Latest

Most Popular

ડભોઇ::વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં BLOની હાલત લથડતા , ફિલ્ડ પર ફરજ દરમિયાન અચાનક બેભાન થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ડોદરા જિલ્લામાં ડભોઇ તાલુકા પંચાયત હેઠળ કામગીરી બજાવતા બ્લોક લેવલ ઓફિસર (BLO) મુસ્તાક મન્સૂરીની તબિયત બગડતા અચાનક બેભાન થવાની ઘટના સામે આવી છે. ફિલ્ડ પર ફરજ બજાવતી વેળાએ શરીરમાં અસ્વસ્થતા અનુભવાતા મુસ્તાક મન્સૂરી અચાનક બેભાન થઇ ઢળી પડ્યા હતા. સાથે રહેલા કર્મચારીઓ અને સ્થાનિક લોકોએ સમયસર મદદ પહોંચાડી તેઓને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. શરૂઆતના તબીબી નિદર્શન મુજબ તેમને હાઈ બ્લડપ્રેશરની અસર થતાં બેભાન થયાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. હાલમાં તેમની સારવાર ચાલી રહી છે અને તબિયતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો હોવાની માહિતી મળી રહી છે.
બે દિવસ પહેલા મામલતદાર અને ચીફ ઓફિસર દ્વારા BLO સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં મતદાર યાદી સંબંધિત વહીવટી કામગીરી અપડેશન સહિતના મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠક બાદ BLOઓને ફિલ્ડ પર સક્રિય રીતે સર્વે અને દસ્તાવેજ ચકાસણીની કામગીરી સોંપવામાં આવી હતી. આ બાબતમાં સતત દોડધામ અને વધતા કામના દબાણ વચ્ચે મુસ્તાક મન્સૂરીની તબિયત લથડી હોવાની માહિતી સાથેના કર્મચારીઓએ આપી છે.
સ્થાનિક વહીવટી અધિકારીઓએ ઘટનાની નોંધ લઈને BLO દ્વારા કરવામાં આવતા મહત્વના કાર્યને ધ્યાનમાં રાખીને આરોગ્ય સુરક્ષા અને કામકાજના ભારને સંતુલિત રાખવા માટે આગળથી વધુ આયોજન કરવાની જરૂરિયાત વ્યક્ત કરી છે. ચૂંટણી જેવી જવાબદાર કામગીરીમાં BLOઓ જમીન સ્તરેથી મહત્વપૂર્ણ ભાગ ભજવે છે, તેથી ભવિષ્યમાં આવા પ્રકરણો ન બને તે માટે આરોગ્ય ચકાસણી, પૂરતો આરામ અને સંતુલિત કાર્યફાળવણી પર ધ્યાન આપવાની માગ ઉઠી રહી છે.
ડભોઇ તાલુકામાં બનેલી આ ઘટના કર્મચારી કલ્યાણ અને બ્લોક લેવલ પર કાર્યરત સ્ટાફના આરોગ્ય મુદ્દાઓને ફરી ચર્ચાના કેન્દ્રમાં લાવી છે. હાલ મુસ્તાક મન્સૂરીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તંત્ર તેમના સ્વાસ્થ્યને લઈને જરૂરી દેખરેખ રાખી રહ્યું છે. અધિકારીઓએ આશા વ્યક્ત કરી છે કે તેઓ ટૂંક સમયમાં સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ફરી ફરજ પર જોડાઈ જશે. આ સમાચાર લખાય છે ત્યારે બી.એલ.ઓ.મુસ્તાક મન્સુરી ની તબિયત સ્થિર હોવાનુ હોસ્પિટલ ના તબીબો દ્વારા જાણવા મળ્યુ છે

To Top