Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: કુવૈત અગ્નિકાંડમાં (Kuwait fire) મૃત્યુ પામેલા 45 ભારતીયોના મૃતદેહોને (Dead Bodies) આજે 14 જૂનના રોજ ભારત (India) લાવવામાં આવ્યા હતા. આ મૃતદેહોને વિશેષ વિમાન દ્વારા કોચી એરપોર્ટ (Kochi Airport) પર લાવવામાં આવ્યા હતા, જ્યાં પહેલાથી જ એમ્બ્યુલન્સને તૈનાત કરવામાં આવી હતી. કોચી બાદ આ વિમાન દિલ્હી માટે રવાને થશે. જેની માહિતી ભારતીય દૂતાવાસે આપી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ભારતીય વાયુસેનાનું C-130J સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટ જીવ ગુમાવનારા ભારતીયોના મૃતદેહોને પરત લાવવા રવાના થયું હતું. તેમજ આગમાં મૃત્યુ પામેલા 45 ભારતીયો સાથે વિમાન કેરળના કોચી એરપોર્ટ પર લેન્ડ થયું હતું, કારણ કે મૃત્યુ પામનાર લોકોમાં સૌથી વધુ 23 મૃતકો કેરળના હતા. આ 23 મૃત દેહોને કેરણમાં તેમના પરિવારજનોને સોંપ્યા બાદ વિમાન દિલ્હી માટે રવાના થશે. મૃત્યુ પામેલા અન્ય 22 લોકોમાં તામિલનાડુના 7 લોકો હતા. તેમજ આંધ્રપ્રદેશ-ઉત્તર પ્રદેશના 3-3 અને બિહાર, ઓડિશા, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઝારખંડ, હરિયાણા, પંજાબ અને પશ્ચિમ બંગાળના 1-1 વ્યક્તિઓ હતા.

કેરળના મંત્રીઓ પણ એરપોર્ટ પર પહોંચ્યા હતા
શવોને કોચી એરપોર્ટ ઉપર લાવવા માટે જ્યારે કુવૈત નીકળ્યુ હતું તેમજ વિમાન કોચી પહોંચતા કેરળના મહેસૂલ મંત્રી કે. રાજન કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા, તેમજ કુવૈત અગ્નિકાંડમાં મૃત્યુ પામેલ લોકોને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

જણાવી દઇયે કે અકસ્માત બાદ ભારતના વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહ કુવૈત ગયા હતા. જ્યાં તેઓએ પાંચ હોસ્પિટલોની મુલાકાત લીધી હતી કે જ્યાં ઘાયલ ભારતીયોની સારવાર હેઠળ હતા. તેમજ કીર્તિવર્ધન સિંહ આજે એ જ વિમાનમાં પરત ફર્યા હતા કે જે વિમાન દ્વારા મૃતદેહો ભારત લાવવામાં આવ્યા હતા.

સુરેશ ગોપીએ કહ્યું- ભારત સરકાર તમામ શક્ય મદદ કરશે
કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપી પણ કોચી એરપોર્ટ પહોંચ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે આ દુર્ઘટના એટલી મોટી છે કે જે લોકો સ્થળાંતર કરી અન્ય દેશોમાં રહે છે તેમને મોટો આંચકો લાગ્યો છે. તેમણે કહ્યું કે આ લોકોએ કેરળની આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરી હતી. આ દુર્ઘટનાથી પ્રભાવિત દરેક પરિવારને વ્યક્તિગત નુકસાન થયું છે. ત્યારે ભારત સરકાર યોગ્ય પગલાં અને નિર્ણયો લેશે અને પીડિતોને યોગ્ય રાહત આપશે.

અકસ્માત ક્યારે અને કેવી રીતે થયો?
કુવૈતી મીડિયા અનુસાર આગ રસોડામાં શરૂ થઈ હતી, મોટાભાગના મૃત્યુ ધુમાડાને કારણે થયા હતા. અલ-અહમદી ગવર્નરેટના અધિકારીઓને 12 જૂન (બુધવાર)ના રોજ સવારે 4.30 વાગ્યે અકસ્માતની જાણ કરવામાં આવી હતી. અર્થાત આગ વહેલી સવારે લાગી હતી કે જ્યારે લોકો ઊંઘમાં હતા. કુવૈતી મીડિયા અનુસાર કંન્સટ્રક્શન કંપની NBTC ગ્રૂપે 195 થી વધુ કામદારોને રહેવા માટે મકાન ભાડે આપ્યું હતું, જેમાંથી મોટાભાગના કેરળ, તમિલનાડુ અને ઉત્તરીય રાજ્યોના હતા.

To Top