Top News

More Posts

   The Latest

Most Popular

સંસ્કાર અને શિક્ષણની નગરીની યશકલગીમાં વધુ એક મોરપીંછનો ઉમેરો

સમગ્ર રાષ્ટ્ર અને દેશવાસીઓની સેવા કરવામાં વધુ સરળ અને સુગમ બની રહેશે : સાંસદ


વડોદરા શહેરના યુવા અને શિક્ષિત સાંસદ ડો. હેમાંગ જોષીએ મેનેજમેન્ટ ક્ષેત્રે વિશ્વસ્તરે નામના મેળવનાર અગ્રણી શિક્ષણ સંસ્થા IIM Ahmedabad માંથી એડમિનિસ્ટ્રેટિવ લીડરશીપ એન્ડ ગુડ ગવર્નન્સ વિષયને સાંકળતો અભ્યાસ પૂરો કર્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પ્રમાણપત્ર એનાયત કરી તેમને પુરસ્કૃત કર્યા હતા. આ સિદ્ધિનો લાભ સમાજને પૂરેપૂરો મળે તે દિશામાં સતત પ્રયત્નશીલ રહેવા મુખ્યમંત્રીએ યુવા સાંસદને અનુરોધ કરી તેમને શુભકામનાઓ પાઠવી હતી. સાંસદની આ સિદ્ધિને સંસ્કાર અને શિક્ષણની નગરી વડોદરાની યશકલગીમાં વધુ એક મોરપીંછનો ઉમેરો થવા સમાન ગણાવાઈ રહી છે.

આ પ્રસંગે ખુશી વ્યક્ત કરતા સાંસદ ડો. હેમાંગ જોષીએ ઉમેર્યું હતું કે મારી આ સફળતા અને સિદ્ધિ દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની વિવિધ જનસુખાકારીની યોજનાઓનો લાભ છેવાડાના માનવી ઉપરાંત સમાજના તમામ વર્ગોને પૂરતો મળી રહે તેવા પ્રયત્નોમાં મને મદદરૂપ થશે. ઉપરાંત પ્રગતિ અને વિકાસ તરફ દોડ માંડી રહેલા ભારતને 2047 સુધીમાં વિકસીત રાષ્ટ્ર બનાવવાના વડાપ્રધાનના લક્ષને સાકાર કરવામાં પણ મદદરૂપ થશે તેવો આશાવાદ સાંસદે વ્યક્ત કર્યો હતો.

સ્વભાવગત સમાજસેવા અને નેતૃત્વની આગવી આવડતને કારણે વર્ષોથી સમાજ સેવા ક્ષેત્રે પ્રવૃત રહ્યા બાદ સાંસદ ડો. હેમાંગ જોષીએ અગાઉ બી. ફિઝીઓથેરાપીનો અભ્યાસ કર્યા બાદ એમએસ યુનિવર્સિટીમાંથી એમએસડબલ્યુનો પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું.

વહીવટી કુશળતા, નેતૃત્વ અને સુશાસનને સાંકળતા આ વિશિષ્ટ અભ્યાસક્રમ માટે દેશભરના વિવિધ ખાનગી અને સરકારી ક્ષેત્રમાં ઉચ્ચ હોદ્દાઓ ઉપર ચાવીરૂપ જવાબદારી નિભાવતા MD, CEO, પ્રિન્સિપલ સેક્રેટરી, IAS, IPS, IFS અને IRS કક્ષાના તજજ્ઞોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં કોન્સ્ટિટ્યૂએ્ન્સી મેનેજમેન્ટ, સરકારી અધિકારીઓ સાથે સંકલન, આમજનતાની વચ્ચે રહી વહીવટી પારદર્શકતા દાખવવી, લીડરશીપ સપોર્ટ, કોમ્યુનિટી ડેવલોપમેન્ટ, ઈમોશનલ ઇન્ટેલિજન્સ સહિતના સમાજ સાથે સીધી રીતે સંકળાયેલા વિવિધ સંવેદનશીલ વિષયો આવરી લેવાયા હતા.

To Top