Top News

More Posts

   The Latest

Most Popular

સુરતઃ કોસ્મોપોલિટીન સિટી સુરત શહેરમાં ખૂબ મોટી સંખ્યામાં પરપ્રાંતિયો વસવાટ કરે છે. ખાસ કરીને યુપીના લોકો અહીં રોજગાર અર્થે દાયકાઓથી વસેલા છે. આ પરપ્રાંતિયો દર વર્ષે દિવાળી અને છઠ્ઠ પૂજા નિમિત્તે વતન યુપી જતા હોય છે. તેના લીધે આ સમયગાળામાં સુરત-ઉધના રેલવે સ્ટેશન પર ખૂબ ભીડ જામતી હોય છે.

  • પશ્ચિમ રેલવેએ 104 ટ્રેનો દોડાવી
  • ઉધનાથી 44 હોલિડે સ્પેશ્યિલ ટ્રેનો દોડાવાઈ
  • દિવાળીમાં 1.60 લાખ પરપ્રાંતિયો ટ્રેન મારફતે વતન રવાના થયા

આ વર્ષે પણ ઉધના રેલવે સ્ટેશન પર ખૂબ ભીડ જામી હતી. આ પરપ્રાંતિયોને સુરક્ષિત સમયસર વતન પહોંચાડી શકાય તે માટે રેલવેએ વધારાની ટ્રેનો દોડાવી હતી.

આ વર્ષે પશ્ચિમ રેલવેએ ઉધના રેલવે સ્ટેશન પર યાત્રીઓની ભારી ભીડને પહોંચી વળવા માટે 104 ટ્રેનો દોડાવી હતી, જેમાંથી 44 હોલિડે સ્પેશ્યિલ ટ્રેન હતી, જે ઉધનાથી શરૂ થઈ હતી. તેમાં અનરિઝર્વર્ડ ટ્રેનો સામેલ હતી. જેથી ગરીબ વર્ગના યાત્રીઓ જનરલ કોચમાં મુસાફરી કરી શકે.

દિવાળી અને છઠ્ઠ પુજા નિમિત્તે ઉધના રેલવે સ્ટેશનેથી 1.60 લાખથી વધુ યાત્રીઓ પોતાના વતન જવા રવાના થયા છે. વળી, 3 નવેમ્બરને રવિવારે એક દિવસમાં લગભગ 31,000 પેસેન્જર ઉધના રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસી પોતાના વતન જવા રવાના થયા હતા. જે એક રેકોર્ડ છે.

ગયા વર્ષે સુરત રેલવે સ્ટેશન પર બનેલી દુર્ઘટના બાદ પશ્ચિમ રેલવે સતર્ક રહ્યું છે. આ વર્ષે ઉધના રેલવે સ્ટેશનેથી વધારાની ટ્રેનો દોડાવવામાં આવી છે. તે ઉપરાંત મુસાફરોને તકલીફ ન પડે તે માટે અનેક પગલાં લેવાયા છે, જેમાં 8 નવેમ્બર 2024 સુધી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કર્યું છે. ભીડને જોતા એક વધારાનું એટીવીએમ ઉપલ્બ્ધ કરાવાયું છે. સામાન લઈ જવા ફ્રી એલાઉન્ટનું કડકાઈથી પાલન કરાવાયું હતું.

તમને જણાવી દઈએ કે દિવાળી પહેલાં ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જામી હતી. પરપ્રાંતિયો વતન યુપી જવા માટે ઉધના રેલવે સ્ટેશન પર ભેગા થતા 2 કિ.મી. લાંબી લાઈનો લાગી હતી. પોલીસનો બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી.

To Top