Top News

More Posts

   The Latest

Most Popular

નાગપુરઃ નાગપુર પોલીસે વિમાનોને બોમ્બની ખોટી ધમકી આપનાર વ્યક્તિની ઓળખ કરી લીધી છે. તેનું નામ જગદીશ ઉઇકે છે અને તેની ઉંમર 35 વર્ષ છે. તે મહારાષ્ટ્રના ગોંદિયાનો રહેવાસી છે. ઉઈકે છેલ્લાં કેટલાંક સમયથી બોમ્બની ખોટી ધમકી આપી રહ્યો હતો, જેના લીધે ફ્લાઈટ્સ મોડી પડી હતી અને એરપોર્ટ અને અન્ય સંસ્થાઓ પર સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

નાગપુર સિટી પોલીસની સ્પેશિયલ બ્રાન્ચે જણાવ્યું કે, આ વ્યક્તિની ઓળખ આતંકવાદ પર એક પુસ્તકના લેખક જગદીશ ઉઇકે તરીકે થઈ છે. 2021માં એક કેસમાં ઉઇકેની પણ ધરપકડ કરવામાં આવી હતી.

વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ધમકીનો ઈમેલ મળી આવ્યા બાદ યુકે ફરાર છે. ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ (ડીસીપી) શ્વેતા ખેડકરના નેતૃત્વમાં હાથ ધરવામાં આવેલી તપાસમાં ઉઇકેના ઈમેલ સંબંધિત વિગતવાર માહિતી બહાર આવી છે.

અધિકારીએ જણાવ્યું હતું કે ઉઇકે વડા પ્રધાન કાર્યાલય (PMO), રેલવે પ્રધાન, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને તેમના નાયબ મુખ્ય પ્રધાન, એરલાઇન ઑફિસો, પોલીસ મહાનિર્દેશક (DGP) અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (DGP) સહિત વિવિધ સરકારી સંસ્થાઓને ઇમેઇલ્સ મોકલ્યા હતા.

ધમકી બાદ સોમવારે નાગપુર પોલીસે શહેરમાં નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ઘરની બહાર સુરક્ષા વધારી દીધી હતી. ઉઇકે મેલમાં કહ્યું હતું કે જો તેને તે ગુપ્ત આતંકવાદી કોડ વિશે માહિતી આપવામાં નહીં આવે તો તે તેને ડીકોડ કરવા માટે પગલાં લેશે. ઉઇકેએ આતંકવાદી ખતરા અંગેની માહિતી અંગે ચર્ચા કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાની પણ વિનંતી કરી હતી.

ઉઇકેની ધરપકડ કરવા માટે વિશેષ ટીમ બનાવવામાં આવી
અધિકારીએ જણાવ્યું હતું કે 21 ઓક્ટોબરે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવને મોકલવામાં આવેલ ઉઇકેના ઈમેઈલ અને ડીજીપી અને આરપીએફને મોકલવામાં આવેલ ઈમેલને પગલે રેલ્વે સ્ટેશનો પર સુરક્ષાના પગલા લેવામાં આવ્યા હતા. ઉઇકેની ધરપકડ કરવા માટે એક વિશેષ ટીમ બનાવવામાં આવી છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.

To Top