Top News

More Posts

   The Latest

Most Popular


*મગરને જોવા લોકટોળાં એકત્રિત થતાં ટ્રાફિક જામ સર્જાયો*

*ભારે જહેમત બાદ મગરનુ કરાયું રેસક્યુ*

વાઇલ્ડ લાઇફ રેસક્યુ ટ્રસ્ટ તથા વનવિભાગ દ્વારા રેસક્યુ કરાયું*



(પ્રતિનિધિ) વડોદરા તા. 14


શહેરના મંગલપાંડે રોડપર શનિવારે સવારે 10 થી 11 વાગ્યાના સુમારે મહાકાય મગર આવી ચઢ્યો હતો. જેનું ભારે જહેમત બાદ રેસક્યુ કરવામાં આવ્યું હતું. એક તબક્કે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતાં સ્થાનિક પોલીસ તથા ટ્રાફિક પોલીસને આવવાની ફરજ પડી હતી.

હાલ ચોમાસાની ઋતુમાં અને તેમાંય ખાસ કરીને પૂરની પરિસ્થિતિ બાદ જળચર અને સરિસૃપ જીવો બહાર નિકળી રહ્યાં છે. જે સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે શનિવારે સવારે 10 થી 11 વાગ્યાની આસપાસ વિશ્વામિત્રિ નદી કિનારે કોતરોમાંથી એક મહાકાય દસ ફૂટનો મગર મંગલ પાંડે રોડપર આવી ચઢ્યો હતો. તેને જોવા લોકોની ભારે ભીડ થઇ ગઇ હતી. જેના કારણે આ સમગ્ર રોડપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા સ્થાનિક પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. આ બનાવની જાણ થતાં વાઇલ્ડ લાઇફ રેસક્યુ ટ્રસ્ટના અરવિંદ પવાર તથા તુષારભાઇ ઉતેકર બનાવ સ્થળે પહોંચી ગયા હતા સાથે જ વનવિભાગ ની ટીમ પણ પહોંચી હતી જ્યાં સંયુક્ત રીતે આ દસ ફૂટના મગરનુ રેસક્યુ કરવામાં આવ્યું હતું. પોલીસ તથા ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને ખસેડી ટ્રાફિક સુચારુ કરવામાં આવ્યો હતો.

To Top