Top News

More Posts

   The Latest

Most Popular

બેંગલુરુ: બેંગલુરુના (Bengaluru) કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (KIA) પરથી ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અહીં કસ્ટમ અધિકારીઓએ એક તસ્કરની ધરપકડ કરી હતી, જે સાપને પોતાની બેગમાં રાખીને તસ્કરી (trafficking) કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તલાશી દરમિયાન, ટીમે વ્યક્તિની બેગમાંથી લગભગ 10 એનાકોન્ડા સાપ (Anaconda snake) પકડ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 10 પીળા એનાકોન્ડાની તસ્કરી કરવાનો પ્રયાસ કરવા બદલ એક મુસાફરની ધરપકડ કરવામાં આવી હતી. આ મુસાફરે એનાકોન્ડાને ચેક-ઇનના સામાનમાં છુપાવ્યા હતા. આ અંગેની માહિતી બેંગલુરુ કસ્ટમ વિભાગ દ્વારા તેમના એક્સ હેન્ડલ ઉપર 22 એપ્રિલના રોજ શેર કરવામાં આવી હતી.

‘તસ્કરી સહન કરવામાં આવશે નહીં’
બેંગલુરુ કસ્ટમ્સ X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે, “બેંગલુરુ એર #કસ્ટમ્સે બેંગકોકથી આવતા પેસેન્જરને ચેક-ઇન બેગમાં છુપાયેલા 10 પીળા એનાકોન્ડાની તસ્કરી કરવાના પ્રયાસને અટકાવ્યા હતા. તેમજ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ ચાલુ છે..વન્યપ્રાણી તસ્કરી સહન કરવામાં આવશે નહીં.”

જણાવી દઈએ કે CITES (કન્વેન્શન ઓન ઈન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પીસીઝ ઓફ વાઈલ્ડ ફૌના એન્ડ ફ્લોરા) હેઠળની યાદીમાં સમાવિષ્ટ પ્રજાતિઓ કન્વેન્શનની જોગવાઈઓને આધીન છે. આ પહેલીવાર નથી જ્યારે સત્તાવાળાઓએ બેંગકોકમાંથી વન્યજીવની તસ્કરીનો પ્રયાસ કર્યો હોય. અગાવ પણ આવી જ તસ્કરીઓને કન્વેન્શન દ્વારા નિષ્ફળ કરવામાં આવી હતી.

અગાઉ પણ અનેક પ્રાણીઓ પકડાયા હતા
અગાઉ જાન્યુઆરી 2022 માં, રેવન્યુ ઇન્ટેલિજન્સ અધિકારીઓએ બેંગકોકના 3 મુસાફરોને KIA ખાતે રોક્યા હતા અને તેમની પાસેથી 18 પ્રાણીઓ (4 પ્રાઈમેટ અને 14 સાપ) રિકવર કર્યા હતા. મુસાફરોએ તેમના ચેક-ઇન બેગમાં પ્રાણીઓની તસ્કરી કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ સાથે જ ઓગસ્ટ 2022 માં, કસ્ટમ અધિકારીઓએ ટ્રોલી બેગમાં છુપાયેલ કાંગારૂના બાળકના મૃતદેહનુ રેસ્ક્યુ કર્યું હતું. તેમજ આ કાંગારુના મૃતદેહને મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આ સિવાય કન્વેન્શને અજગર, કાચંડો, ઇગુઆના, કાચબા અને મગર સહિત 234 સરિસૃપ પ્રાણીઓની તસ્કરી કરનાર વ્યક્તિઓની ધરપકડ કરી હતી.

પીળા એનાકોન્ડા ક્યાં જોવા મળે છે?
પીળા એનાકોન્ડા નદીમાં વાસ કરત એક પ્રજાતિ છે જે પાણીની નજીક જ જોવા મળે છે. પીળા એનાકોન્ડા સામાન્ય રીતે પેરાગ્વે, બોલિવિયા, બ્રાઝિલ તેમજ ઉત્તરપૂર્વીય આર્જેન્ટિના અને ઉત્તર ઉરુગ્વેમાં જોવા મળે છે. પરંતુ ભારતીય કાયદાની વાત કરીએ તો આપણા દેશમાં વન્યજીવોનો વેપાર અને તસ્કરી ગેરકાયદેસર છે.

To Top