Vadodara

વડોદરા: હરણી વારસિયા રિંગ રોડ પર દુકાનમાં ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતો સટોડિયો ઝડપાયો, આઈડી આપનાર વોન્ટેડ

મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હતો

પ્રતિનિધિ વડોદરા તા.23
વડોદરા શહેરના હરણી વારસિયા રિંગ રોડ પર આવેલા નિલેશ સિતારે કોમ્પ્લેક્સના પહેલા માળે દુકાન નંબર 21 માં મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સની ક્રિકેટ મેચ પર ઓનલાઇન આઇડી દ્વારા સટ્ટો રમતા એક શખ્સને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો. જ્યારે આઈડી આપનાર સટોડીયાને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આરોપી સહિત મુદ્દામાલ આગળની કાર્યવાહી માટે વારસિયા પોલીસને સોપાયો છે.

હાલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની ક્રિકેટ મેચ ચાલી રહી છે જેના કારણે ચોર તરફ ક્રિકેટ ફીવર છવાયેલો જોવા મળી રહ્યો છે સાથે સટોડીયાઓ પણ ગેલમાં આવી ગયા છે. વડોદરા શહેરમાં સટોડીયા દ્વારા રોજ કરોડોનો સટ્ટો રમાઈ રહ્યો છે. જેથી પોલીસ કમિશનર દ્વારા વધુમાં વધુ ક્રિકેટ સત્તાના કેસોને સુધી કરવા માટે સુચના આપવામાં આવી છે.જેના આધારે એસઓજીની ટીમ દ્વારા 22 એપ્રિલને સોમવારના રોજ રાત્રિના સમયે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરી કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે હરણી વારસિયા રીંગરોડ આશિષ સોસાયટી સામે આવેલા નિલેશ સિતારે કોમ્પ્લેક્સના પહેલા માળ પર આવેલી દુકાન નંબર 21માં રોહન પરમાર નામનો શખ્સ મોબાઇલમાં આઈડી દ્વારા ઓનલાઇન ચાલતી મુંબઈ ઈન્ડીયન્સ અને રાજસ્થાન રોયલ વચ્ચે રમાઈ રહેલી આઇપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહ્યો છે. જેના આધારે એસઓજીની ટીમે બાતમી મુજબની દુકાનમાં રેડ કરી હતી. ત્યારે રોહન ડાહ્યા પરમાર (રહે. આતિથ્ય પાર્ક એપાર્ટમેન્ટ, ચાણક્યપુરી રોડ,સમા) ને ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા તેની પૂછપરછ કરતા તેણે આ આઈડી ક્રિકેટ સટ્ટો ઓનલાઇન રમાડતા રોશન નામના પાસેથી ખરીદ કર્યું હતું. એસોજીએ રોહન પરમારની ધરપકડ કરી રોશનને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. દુકાનમાંથી પોલીસે મોબાઇલ અને રોકડ કબજે કર્યા બાદ આરોપી સહિત મુદ્દામાલ આગળની કાર્યવાહી માટે વારસિયા પોલીસને સુપરત કરવામાં આવ્યો છે.

Most Popular

To Top