વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ આજે કોવિડ -19 રસીકરણ અભિયાનના પ્રથમ તબક્કાનો વિડીયો કોન્ફરન્સ દ્વારા પ્રારંભ કર્યો છે. ત્યારે હવે રસીની...
યુકે (UK)એ કોરોનાના વધતા જતા કેસો વચ્ચે તમામ ટ્રાવેલ કોરિડોર બંધ કરવાનો નિર્ણય લીધો છે. વડા પ્રધાન બોરિસ જોહ્ન્સને ગુરુવારે આની જાહેરાત...
નવી સિવિલ હોસ્પિટલ (NEW CIVIL HOSPITAL)માં મૃતકોના રેપિડ ટેસ્ટ (RAPID TEST) કરવાને મુદ્દે ડોક્ટરો વચ્ચે મતભેદ થયા હતા. જેના કારણે મૃતકોના પરિવારજનોને...
સુરત માહિતી ખાતા પાસેથી મળતી માહિતી મુજબ તા.૧૬મી જાન્યુ.એ રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે સુરત જિલ્લાના બારડોલી, મહુવા, ચોર્યાસી અને ઓલપાડ તાલુકાના 400...
ભારતીય ટીમે (INDIAN TEAM) ઓસ્ટ્રેલિયા સામેની ચોથી અને છેલ્લી ક્રિકેટ ટેસ્ટના બીજા દિવસે શનિવારે 62 રન બનાવીને બે વિકેટ ગુમાવી દીધી છે....
આજથી દેશભરમાંથી કોરોના રસીકરણ (VACCINATION) અભિયાનની શરૂઆત થઈ છે. દરમિયાન, હરિયાણાના કૈથલમાં કોરોના રસીકરણ કાર્યક્રમ દરમિયાન સ્થળની મુલાકાત લેતા ભાજપના સ્થાનિક ધારાસભ્ય...
સુરત: (Surat) ફ્રુડના ધંધામાં દેવુ થઇ જતાં યુવકે મકરસક્રાંતિના તહેવારનો ઉપયોગ કરીને કાપોદ્રામાં મંડપ નાંખીને દાન ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. શ્રીરામ જન્મભૂમિના...
સુરત: (Surat) ડિંડોલીમાં ઉત્તરાયણના તહેવારમાં પતંગ ઉડાડવા માટે ટેરેસ ઉપર જવાની જીદ કરનાર સગીરાને તેની માતાએ ઓનલાઇન અભ્યાસ (Online Education) કરવાની બાબતે...
કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે આ વર્ષે ઉત્તરાયણ (KITE FESTIVLE) પર્વની ઉજવણી થઇ હતી. રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ કેટલીક પાબંદીઓ લગાવવામાં આવી હતી....
આખા ભારત માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહ્યો. કેમ કે દરેક વ્યક્તિ આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. તેની આજથી શરૂઆત થઈ...
સુરત: (Surat) ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા યોજાયેલા સીટેક્સ એક્ઝિબિશનના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ઉદ્ઘાટક તરીકે પધારેલા ભારત સરકારનાં...
સુરત: રાજ્યના (Gujarat) પોર્ટ અને ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના અંડર સેક્રેટરી ભરત પટેલે એક નોટિફિકેશન પ્રસિદ્ધ કરી આગામી ફેબ્રુઆરીથી પસંદગીના ગોલ્ડન, સિલ્વર અને સિરીઝમાં...
રિચા ચઢ્ઢા તેની આગામી ફિલ્મ શકીલા માટે ચર્ચામાં છે. તેમણે તાજેતરમાં ફિલ્મ ‘મેડમ ચીફમિનીસ્ટર’ નું પોસ્ટર (POSTER) પણ શેર કર્યુ હતું. આ...
સુરત: (Surat) આજથી શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કોરોનાની રસી મૂકવાના મહાઅભિયાનનો પ્રારંભ થશે. જો કે, જ્યારથી રસીકરણની (Vaccination) વાત અમલમાં આવી...
રાજ્ય સરકારના વહીવટી પાંખના અંગત સચિવની નિમણૂંક વિપક્ષી નેતાના કાર્યાલય માટે કરવા અંગે રાજ્ય સરકાર પક્ષપાતી વલણ અપનાવે છે તેવો આક્ષેપ કરતો...
ગુજરાતમાં (Gujarat) અલગ અલગ શહેરોમાં વેક્સીનેશન શરૂ કરી દેવાયું છે. ગુજરાતમાં હેલ્થ વર્કર્સને રસી (Largest Vaccine Drive) આપવાથી પ્રારંભ કરાયો છે. દિલ્હીમાં...
ભોપાલ (Bhopal): મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઇન્દોર બેંચમાં આજે સ્ટેન્ડઅપ હાસ્ય કલાકાર મુનાવર ફારૂકી (Comedian Munawar Faruqui) અને નલિન યાદવની જામીન અરજીની સુનાવણી થવાની...
નવી દિલ્હી (New Delhi): “તાલાબમેં રહે કે મગર મચ્છ સે બૈર” – આ કહેવત હવે અરનબ ગોસ્વામીને લાગુ પડે છે. સતત વિપક્ષની...
16મી જાન્યુઆરીથી દેશભરમાં કોવિડની વેક્સિનેશનની (Vaccination) કામગીરીનો પ્રારંભ કરાયો હતો. ત્યારે સમગ્ર ગુજરાત સહીત સુરતમાં પણ વેક્સીનેશન પ્રક્રિયાના શ્રીગણેશ કરાતા એક ઉલ્લાસનો...
પક્ષના કાર્યકરોને ખુશ કરવાની લ્હાયમાં ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલે જાહેર કાર્યક્રમમાં ભાજપનો કાર્યકર તમામ નિયમોથી ઉપર હોય તેવું નિવેદન કરી દીધું હતું....
કોરોના સંક્રમણને લીધે સુમુલના ઇતિહાસમાં 69મી વાર્ષિક સાધારણ સભા વર્ચ્યુઅલ-ઓનલાઇન સુમુલડેરીના ઓડિટોરિયમ ખાતે યોજાઇ હતી. સામાન્ય સભાના એજન્ડા પ્રમાણે ફેડરેશનના સહયોગ સાથે...
ગાંધીનગર (Gandhinagar): સ્વછતા, વિકાસ અને GDP માં ફાળો જેવી અનેક બાબતોમાં ગુજરાત (Gujarat) મોખરે છે. આજે ગુજરાત રાજ્યની સિદ્ધિઓમાં વધુ એક સિદ્ધિ...
શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભવ્યાતિ ભવ્ય શ્રી રામ ભગવાનના નિર્માણાધીન મંદિર માટે 15મી તારીખથી નિધીસલંગ્રહ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આગામી...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)એ આજે કોરોના રસીકરણ (VACCINATION) અભિયાનનું ઉદઘાટન કરતાં રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે જણાવ્યું કે...
વડોદરા : હાલ ચાલી રહેલ કોરોના વિધ્ન માં ઇતિહાસમાં સૌપ્રથમ વાર ઉજવાયો પતંગોત્સવ આજે મકર સંક્રાંતિના પાવન અવસર પર વહેલી સવારથી જ...
નવી દિલ્હી (New Delhi): વિશ્વવ્યાપી વિરોધ અને ભારે ટીકા પછી વોટ્સએપે (Whats App) પોતાની નવી પ્રાઇવસી પોલીસી અંગે એક મોટો નિર્ણય લીધો...
વડોદરા: આવતીકાલ તા.૧૬ જાન્યુઆરી ના રોજ કોરોના મહામારીમાં રાત દિવસ અવિરતપણે પોતાની સેવા ઓ બજાવનાર -થમ હરોળના કોરોના યોદ્ધાઓને કોવિડ રસી મૂકવાનો...
નવી દિલ્હી (New Delhi): ટીમ ઈન્ડિયાના (team India) સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને કૃણાલ પંડ્યા (Krunal Pandya) તેમના પિતાને ગુમાવી...
ગુજરાતીઓ માટે તો ‘ગ’ ગૌરવશાળી ખરો. ‘ગ’ ગરવી ગુજરાતનો અને ‘ગ’ ગુજરાતી ભાષાનો. આજે મારે જેના વિશે વાત કરવી છે તે ‘ગ’...
ત્રણ દાયકાથી વધુ સમયથી કમળાની દવા લાખો લોકોને મળસ્કે દર રવિવારે નિ:શુલ્ક પાનારા (હાલ બંધ છે) એવા ઇશ્વર સી. પટેલે એમના વીસ...
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
રાજ્યમાં ઠંડી ઘટી, તાપમાન વધ્યું અમરેલીમાં 12.6 ડિગ્રી ઠંડી
હાલોલમાં કેરલા સમાજ દ્વારા ઐયપ્પા ઉત્સવની ભવ્ય ઉજવણી, નગરમાં નીકળી શોભાયાત્રા
દાહોદમાં પોલીસનો સપાટો : ચાર સ્થળેથી ₹4.15 લાખના માદક દ્રવ્યો અને નશા સહાયક સામગ્રી જપ્ત
UPના બાંદામાં ગાઢ ધુમ્મસ કારણે ભયાનક રોડ અકસ્માત: 2 યુવાનોના મોત, 1 ઘાયલ
દાહોદ જિલ્લામાં સાયબર ફ્રોડનો ભંડાફોડ, ₹19.44 લાખના ટ્રાન્ઝેક્શનનો ઘટસ્ફોટ
જૂની ગાડીઓના પૈસા ચૂકવ્યા છતાં ગાડી ન આપી, ₹1.98 લાખની ઠગાઈનો કેસ દાહોદમાં નોંધાયો
મલાવ ગામે પંચમહાલ એસપી ડૉ. હરેશ દુધાતનું રાત્રિ રોકાણ, ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રશ્નો સાંભળ્યા
કાલોલની શાંતિનિકેતન ટ્રસ્ટમાં ઘર્ષણ, મેનેજીંગ ટ્રસ્ટી સાથે ઝપાઝપી, મામલો પોલીસ મથકે પહોંચ્યો
થાણેમાં લગ્નના રિસેપ્શન દરમિયાન હોલમાં ભીષણ આગ લાગી, 1,000થી વધુ મહેમાનો હાજર હતા
SMCએ દેલોલ–ઝાંખરીપુરા રોડ પરથી નબર પ્લેટ વગરની બે કારમાંથી ₹7.56 લાખનો દારૂ ઝડપી પાડ્યો
લીમખેડા અને સિંગવડ તાલુકામાં હડફ પ્રાદેશિક પુરવઠા યોજનાનું ₹42.12 કરોડના ખર્ચે વિસ્તરણ થશે
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે મતદાન શરૂ, કોર્ટ સંકુલમાં ઉત્સાહનો માહોલ
અમેરિકામાં ફરી વિમાન દુર્ઘટના બની, ઉત્તર કેરોલિનામાં બિઝનેસ જેટ ક્રેશ થતાં અનેક લોકોના મોત
લગ્ન એ વ્યક્તિ સ્વાતંત્ર્યનો મૂળભૂત અધિકાર છે.એની આવી ચર્ચા શરમજનક છે
મનરેગાથી VB-G RAM G બદલાયેલું નામ કે આત્મા?
નિકાસ વૃદ્ધિનો પ્રવાહ જળવાઇ રહેવો જોઇએ
રાજસ્થાનમાં ૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ઊભી થઈ રહેલી ઇથેનોલની ફેક્ટરીનો વિરોધ
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ આજે કોવિડ -19 રસીકરણ અભિયાનના પ્રથમ તબક્કાનો વિડીયો કોન્ફરન્સ દ્વારા પ્રારંભ કર્યો છે. ત્યારે હવે રસીની આડઅસર (Side effect) વિશે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. તેમા કેટલાક લોકો એ પણ જાણવા માંગે છે કે દારૂ પીધા પછી કે પહલા રસી (Vaccine) લેવામાં આવે તો તેની કોઈ આડઅસર થઈ શકે કે કેમ? જોકે રસીને સત્તાવાર રીતે લાગુ કર્યા પછી ભારતમાં દારૂ પીવા અંગે કોઈ ચેતવણી આપવામાં આવી નથી, પરંતુ વિશ્વભરના નિષ્ણાતો માને છે કે, રસીકરણ પહેલાં અને પછી દારૂ (Alcohol) ની આમ તો કોઈ આડઅસર નથી પરંતુ કેટલાક લોકોને રસી લીધા પછી તાવ આવી શકે છે.

ભારતમાં જે વેક્સિનેશન શરૂ થયું છે તેમાં સાંજ સુધી તો કોઈ આડઅસર કે તકલીફ થઈ હોવાના સમાચાર નથી પરંતુ રસી પહેલાં અને પછી ઘણી બધી સાવચેતી રાખવી જરૂરી છે. આમાંની એક સાવચેતી એ દારૂથી અંતર છે. વેક્સિનેશન બાદ આલ્કોહોલથી ખરાબ અસર પડી શકે છે. રોગો સામે લડવાની ક્ષમતાને નબળી પડી શકે છે. કોરોના પોતે જ રસી પ્રતિરક્ષા પર કામ કરે છે, તેથી નિષ્ણાતો કહે છે કે રસી લગાવવામાં આવે તે પહેલાં અને થોડા દિવસો સુધી દારૂ ન પીવો જોઈએ.

બીજી તરફ કોરોનાની રસી આવી ગયા પછી તેની આડ અસર થશે તેવી અફવાથી લોકો ગભરાય રહ્યાં છે. કોરોનાની રસીની આડ અસર તો થાય તેવો ડર લોકોને સતાવી રહ્યો છે. જો કે, આ અંગે ‘ગુજરાતમિત્ર’એ ચેસ્ટના તબીબો સાથે વાતચીત કરીને હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ડો. દિપક વિરડિયાએ જણાવ્યું હતું કે, કોરોનાની વેક્સિન નવી હોવાથી લોકો ગભરાઇ રહ્યાં છે. ઓરી, અછબડાં અને પોલિયો જેવી રસી તો બાળપણમાં જ મૂકી દેવામાં આવે છે. આ પણ આ પ્રકારની જ એક વેક્સિન છે.

જે રીતે બાળપણમાં રસી મૂકવામાં આવે અને જેટલાને રસી મૂકવામાં આવી હોય તે પૈકી કેટલાંક બાળકોને જ સામાન્ય તાવ આવતો હોય છે. કોરોના વેક્સિનની પણ કોઇ આડ અસર નથી. થાક લાગવો કે જે જગ્યા પર રસી મૂકી હોય ત્યાં ઇંન્જેક્શન મૂકાવીએ તે સમયે થાય તેવો સામાન્ય દુખાવો થાય છે તે સિવાય તેની કોઇ આડ અસર નથી. સૌથી મોટી વાત તો એ છે કે, સામાન્ય માણસોને રસી મૂકવામાં આવે તે પહેલાં તો હજારો તબીબો, નર્સ તેમજ આરોગ્ય સેવાની સાથે સંકળાયેલા અન્ય હેલ્થ વર્કર આ ડોઝ લઇ ચૂક્યાં હશે એટલે સામાન્ય લોકોએ ચિંતા કરવાની કોઇ જ જરૂર નથી.