Vadodara

આજે પ્રથમ હરોળના કોરોના યોદ્ધાઓને અપાશે કોવીડ રસી

વડોદરા: આવતીકાલ તા.૧૬ જાન્‍યુઆરી ના રોજ કોરોના મહામારીમાં રાત દિવસ અવિરતપણે પોતાની સેવા ઓ બજાવનાર -થમ હરોળના કોરોના યોદ્ધાઓને  કોવિડ રસી મૂકવાનો પ્રારંભ થશે. જિલ્લા કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લામાં  કોવીડ રસીકરણના પ્રારંભની તમામ તૈયારીઓ  નિર્ધારિત પ્રોટોકોલ -માણે  પૂર્ણ કરવામાં
આવી છે.

આ અંગે જાણકારી આપતાં મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો.ઉદય ટીલાવતે જણાવ્‍યુ કે  ભારત સરકારના નિયત -ોટોકોલ અને એસ.ઓ.પી.ને ચુસ્‍ત રીતે અનુસરીને રસીકરણની  તૈયારીઓ કરવામાં આવી  છે.

આવતીકાલે રસી આપવાની કામગીરી શરૂ કરવા જિલ્લાના ગ્રામ વિસ્‍તારમાં સરકારી અને ખાનગી મળીને કુલ ચાર સંસ્‍થાઓ ખાતે રસીકરણ બુથ ઊભા કરવામાં આવ્‍યા છે.જ્‍યારે વડોદરા શહેરમાં છ કેન્‍દ્રો ઉભા કરવામાં આવ્‍યા છે અને -ત્‍યેક સેન્‍ટર ખાતે અંદાજે ૧૦૦ લાભાર્થીઓને જરૂરી તકેદારી સાથે રસીઆપવામાં આવશે.

વડોદરા શહેરની સયાજી હોસ્‍પિટલ ખાતે  વિધાનસભાના અધ્‍યક્ષશ્રી રાજેન્‍દ્રભાઈ ત્રિવેદી, જમનાબાઇ હોસ્‍પિટલ ખાતે સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, કિશનવાડી અર્બન હેલ્‍થ સેન્‍ટર ખાતે ધારાસભ્‍ય શ્રીમતી મનીષાબેન વકીલ, સત્‍યમ હોસ્‍પિટલ, છાણી ખાતે ધારાસભ્‍ય  શ્રીમતી સીમાબેન મોહિલે, માણેજા અર્બન હેલ્‍થ સેન્‍ટર ખાતે ધારાસભ્‍યશ્રી અક્ષય ભાઈ પટેલ, બાપ્‍સ હોસ્‍પિટલ ખાતે ધારાસભ્‍યશ્રી જીતેન્‍દ્રભાઈ સુખડિયા, વરણામા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે ધારાસભ્‍ય શ્રી શૈલેષભાઈ મહેતા, ધીરજ હોસ્‍પિટલ ખાતે ધારાસભ્‍યશ્રી મધુભાઈ શ્રીવાસ્‍તવ, સાવલી સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે ધારાસભ્‍યશ્રી કેતનભાઈ ઈનામદાર અને સ્‍ટર્લીંગ હોસ્‍પિટલ ખાતે પૂર્વ મંત્રી ભુપેન્‍દ્રભાઈ લાખાવાલા કોવિડ રસીકરણનો પ્રારંભ કરાવશે.

આ કેન્‍દ્રો ખાતે ડીપ ફ્રીઝ અને આઇ.એલ.આર. જેવી રસીને સલામત સાચવવાની સુવિધા રાખવામાં આવી છે. ડો.ઉદયે ઉમેર્યું કે રસીનો જરૂરી જથ્‍થો  પણ રસીકરણ કેન્‍દ્રો ખાતે  પહોંચાડવામાં આવ્‍યો છે.

વડોદરા મહાનગરપાલિકાએ પહેલા દિવસના 100 લાભાર્થીની યાદી તૈયાર કરી

કોરોના વાઈરસ ઝડપથી -સરતો ચેપ વાળો રોગ છે. સંક્રમણના જોખમ વચ્‍ચે સતત રહીને ડર્યા વિના કોરોના વોરિયર્સે દર્દીઓની સારવાર કરી છે. આ બાબતને ધ્‍યાનમાં રાખીને સયાજી હોસ્‍પિટલના રસીકરણ કેન્‍દ્ર ખાતે પહેલા દિવસે રસીકરણની શરૂઆત કોવિડ વોર્ડમાં સતત સેવા આપીને દાખલો બેસાડનારા મોખરાની હરોળના કોરોના લડવૈયાઓને, એમની સેવાઓની કદર રૂપે અને એમનીસલામતી માટે એમનાથી કરવાનું નક્કી કરવામાં આવ્‍યું છે.

સયાજી હોસ્‍પિટલ અને વડોદરા મહાનગરપાલિકાની સંયુક્‍ત સંકલન સમિતિની બેઠકમાં પહેલા દિવસના -થમ ૧૦૦ લાભાર્થીની યાદી બનાવવામાં આવી હતી, તેવી જાણકારી આપતા કોવિડ ટ્રીટમેન્‍ટ ફેસિલિટીના વહીવટી નોડલ અધિકારી ડો. ઓ.બી. બેલીમે જણાવ્‍યું હતું કે, આ એવા લોકો છે જેમણે સંક્રમણના જોખમ વચ્‍ચે રહીને સતત ફરજો બજાવી છે એટલે મોખરાની હરોળના કોરોના લડવૈયા તરીકે રસીનું સુરક્ષા ચક્ર -દાન કરવા માટે એમની સૌથી પહેલી પસંદગી કરવામાં આવી છે.

આ પસંદગીમાં ડોકટર, ર્નસિંગ સ્‍ટાફ, સહાયક આરોગ્‍ય કર્મીઓ અને સેવકો/ સફાઈ કામદારો , એ ચારેય મુખ્‍ય કેડર ના સેવા કર્મીઓની સ-માણ પસંદગી કરવામાં આવી છે. આ પૈકીના ઘણાં યોદ્ધાઓ સેવા આપતાં આપતાં કોવિડ ગ્રસ્‍ત થયાં અને સાજા થઈને પાછા કોરોનાના દર્દીઓની સારવાર અને સેવામાં લાગી ગયા હતાં.

પહેલા દિવસની લાભાર્થી યાદી ચકાસતા જણાય છે કે રસી લેવાના છે તેવા -થમ સો માં ૧૪ મહિલા તબીબો સહિત લગભગ ૬૩ મહિલા કોરોના વોરિયર છે. જે દર્શાવે છે કે, માતા સ્‍વરૂપ નારી શક્‍તિએ ખૂંખાર કોરોના સામેની લડતમાં સહેજ પણ પાછળ રહ્યાં વગર ખભેખભા મિલાવી ને યોગદાન આપ્‍યું છે. ડોબેલીમ પણ કહે છે કે, હેલ્‍થ કેર સેક્‍ટર માં મહિલાઓની સંખ્‍યા લગભગ ૫૦ ટકા છે.

સયાજી હોસ્‍પિટલના રસીકરણ કેન્‍દ્ર ખાતે આઇ.સી.એમ.આર. અને ભારત સરકારના આરોગ્‍ય વિભાગ દ્વારા નિર્ધારિત એસ.ઓ.પી.-માણે -તીક્ષા ખંડ, નોંધણી ખંડ, રસીકરણ ખંડ અને રસી લેનારને ૩૦ મિનિટ સુધી નિરીક્ષણ હેઠળ રાખવા માટે નિરીક્ષણ ખંડ સહિતની જરૂરી તમામ સાધન સુવિધા રાખવામાં આવશે.

જેમની રસી માટે પસંદગી થઈ છે એમને મહાનગર પાલિકા દ્વારા એસ.એમ.એસ.થી જાણ કરવામાં આવશે. રસીકરણ કેન્‍દ્ર ખાતે આ એસએમએસ ને આધારે જે તે લાભાર્થીનો ડેટા કાઢીને પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ,પાસપોર્ટ,આઇ કાર્ડ જેવા માન્‍ય પુરાવા દ્વારા તેમની સચોટ ઓળખ કરીને તેમને રસી લેવાની અનુમતિ આપવામાં આવશે. અહીં એક એમ્‍બ્‍યુલન્‍સ પણ તૈનાત રખાશે જેથી કદાચિત કોઈ રસી લેનારને વધુ આડઅસર જણાય તો તાત્‍કાલિક સારવાર માટે લઇ જઇ શકાય.

જો કે તેનો ઉપયોગ કરવાની નોબત ભાગ્‍યે જ આવશે. આ ઉપરાંત આ સ્‍થળે એડવર્સ ઇવેન્‍ટ્‍સ ફોલોઇંગ ઇમ્‍યુનાઈઝેસન કમિટીના વિવિધ શાખાઓના નિષ્‍ણાત તબીબો ઉપસ્‍થિત રહેશે જેથી કદાચ જરૂર પડે તો આડઅસર ગ્રસ્‍ત ની સારવાર તેઓ કરી શકે.આ વ્‍યવસ્‍થા સંપૂર્ણ તકેદારીના ભાગ રૂપે કરવામાં આવી છે. રસીકરણ એક સલામત-ક્રિયા બની રહે તે માટે આ અગમચેતી અનિવાર્ય છે.

કોરોના વોર્ડમાં મોખરાની હરોળ અને સેકન્‍ડરી હરોળ એમ બે કેડર છે તેવી જાણકારી આપતાં તેમણે ઉમેર્યું હતું કે, ચાર કોર ડિપાર્ટમેન્‍ટ મેડીસીન, એનેસ્‍થેસિયા, ઇમરજન્‍સી મેડીસીન કેર અને પલ્‍મોનરી વિભાગના કર્મયોગી આ મોખરાની હરોળમાં રસીકરણ માટે પસંદ કરવામાં આવ્‍યા છે. તે પછી નોન કોર ગ્રુપના લોકોને રસી આપવામાં આવશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top