Gujarat

રાજ્યમાં પતંગની દોરીથી ગળા કપાવાના કારણે છનાં મોત : 108 ઇમરજન્સી સર્વિસને કુલ 2960 કોલ મળ્યા

કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે આ વર્ષે ઉત્તરાયણ (KITE FESTIVLE) પર્વની ઉજવણી થઇ હતી. રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ કેટલીક પાબંદીઓ લગાવવામાં આવી હતી. પરિણામે આ વર્ષે ઉત્તરાયણ ફિક્કી રહેવા પામી હતી. તેમ છતાં પતંગ રસિયાઓએ ઉત્તરાયણનો પર્વ મનાવ્યો હતો. ઉત્તરાયણના દિવસે 108 ઇમરજન્સી સર્વિસને કુલ 2960 કોલ મળ્યા હતા. જ્યારે સુરત સહિત રાજ્યભરમાં છ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતાં.

ઉત્તરાયણનો પર્વ લોકો હર્ષોલ્લાસ સાથે મનાવતા હોય છે, પરંતુ આ પર્વ વાહનચાલકો અને અન્ય કેટલાક લોકો માટે જીવનું જોખમ બની રહેતું હોય છે. આ વર્ષે દોરીથી ઇજા (INJURED) થવાના સંખ્યાબંધ બનાવો નોંધાવા પામ્યા હતાં. જ્યારે છ વ્યક્તિઓએ જીવ પણ ગુમાવો પડ્યો છે. 108 ઇમરજન્સી સર્વિસને ઉત્તરાયણના દિવસે રાજ્યભરમાંથી કુલ 2960 કોલ મળ્યા હતા. જેમાં અમદાવાદમાં 77 જેમાંથી 22 લોકો ધાબા પરથી નીચે પડવાના, 28 લોકોને દોરીના કારણે ઈજા થવાના, તેવી જ રીતે વડોદરામાં 20, સુરતમાં 14, રાજકોટમાં 16 સહિત રાજ્યભરના અનેક જિલ્લાઓમાં શહેરોમાં 108ને ઈમરજન્સી કોલ મળ્યા હતાં.

ઉત્તરાયણના દિવસે ઈજા પામવાના બનાવોમાં સુરતમાં સગરામપુરા રોડ ઉપર એક બિલ્ડિંગ પરથી બાળક નીચે પટકાયો હતો. ભરૂચમાં પીપળિયા ગામનો યુવાન (YOUNG BOY) મોટર સાઇકલ પર પસાર થઇ રહ્યો હતો, ત્યારે ગળામાં દોરી આવી જતા મહેન્દ્ર નામના યુવકનું મૃત્યુ થયું હતું. તેવી જ રીતે અમદાવાદમાં પણ ત્રણ લોકોને ગળામાં દોરી વાગી હતી. જેમાં વસ્ત્રાલ પાંજરાપોળ રોડ ઉપર કનૈયાલાલ નામના યુવકના ગળામાં દોરી આવી જતા ઈજાઓ થઈ હતી.

વસ્ત્રાલ આરટીઓ રોડ ઉપર વાહનચાલકમાં ગળામાં દોરી આવી જતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પંચમહાલ જિલ્લામાં પણ દોરીના કારણે બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા. વડોદરાના વડસર બ્રીજ ઉપર એક યુવકનું દોરીથી મૃત્યુ (DEAD) નીપજયું હતું. રાજકોટમાં પણ પતંગની દોરીના કારણે એક યુવકનું ગળું કપાઈ જતાં મૃત્યુ થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ યુવક મુંબઈમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું છે.

રાજકોટમાં રહેતો અને મુંબઈમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો ઉત્સવ વ્યાસ રાજકોટના રિંગ રોડ પરથી પસાર થતો હતો ત્યારે ગળામાં પતંગની દોરી આવી જતા ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. હોસ્પિટલ (HOSPITAL)માં લઇ જતા લઈ જતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. આમ રાજ્યભરમાં ઉત્તરાયણનો પર્વ કેટલાક પરિવારો માટે ગમગીનીનો માહોલ લઇને આવ્યો હતો.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top