National

પોલીસની એક ભુલને લીધે કોમેડિયન મુનાવર ફારૂકીને 16 દિવસ પછી પણ જામીન નહીં

ભોપાલ (Bhopal): મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઇન્દોર બેંચમાં આજે સ્ટેન્ડઅપ હાસ્ય કલાકાર મુનાવર ફારૂકી (Comedian Munawar Faruqui) અને નલિન યાદવની જામીન અરજીની સુનાવણી થવાની હતી, પરંતુ તુકોગંજ પોલીસ સ્ટેશન દ્વારા કેસ ડાયરી (Case Diary) રજૂ કરવામાં ન આવતા જામીન અરજીને એક સપ્તાહ સુધી મુલતવી રાખવામાં આવી છે. હાસ્ય કલાકાર મુનાવર ફારૂકી પર ઈન્દોરના હિંદ રક્ષા સંગઠને હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરીને ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો આરોપ મૂક્યો હતો, ત્યારબાદ પોલીસે મુનાવર ફારૂકી અને અન્યની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કર્યા હતા. આ કેસમાં 6 લોકોને જેલ ભેગા કરી દેવાયા હતા. જેમાં ફારૂકી, શોના ઓર્ગેનાઇઝર નલીન યાદવ, પ્રખર વ્યાસ. પ્રિયમ વ્યાસ, એડવીન એનથની, આ સિવાય બીજા દિવસે કોર્ટમાં તેને મળવા ગયેલા તેના મિત્ર સદાકત ખાન કે જેને શો સાથે કોઇ લેવા દેવા પણ નહોતા તેની પોલીસે ધરપકડ કરી લીધી હતી.

નવા વર્ષના દિવસે કોમેડિયન મુનાવર ફારૂકીનો સ્ટેન્ડઅપ કોમેડી શો ઈન્દોરના મુનરો કાફેમાં હતો. મુનાવર ફારુકીના છેલ્લા કેટલાક વીડિયોને કારણે મુનાવર પહેલાથી જ હિન્દુ સંગઠનોના નિશાના પર હતો. ઈન્દોરના કટ્ટરવાદી હિન્દુ સંગઠનોના કેટલાક કાર્યકરો આ શોમાં પહોંચ્યા હતા અને મુનાવર સાથે દાદાગીરી કરી, ખોટા આક્ષેપો મૂક્યા, શો બંધ કરાવી દીધો અને એટલું જ નહીં તેની ધરપકડ પણ કરી.

તેમણે મુનાવર પર ઇરાદાપૂર્વક હિન્દુ દેવી-દેવતાઓની મજાક ઉડાવવાનો આરોપ મૂક્યો. ઘટનાના પ્રત્યક્ષ સાક્ષીઓના જણાવ્યા મુજબ, ‘હિન્દુ સંગઠનના લોકોએ તોફાન શરૂ કર્યુ, શો બંધ કરાવી દીધો. શો અટકાવનારા લોકોએ મુનાવર પર હિન્દુ દેવી-દેવતાઓની મજાક ઉડાવવાનો જે આરોપ મૂક્યો હતો અસલમાં તેણે એવા કોઇ જોક્સ કર્યા જ નહોતા. ઇન્દોરના ભાજપના ધારાસભ્ય માલિની ગૌરના પુત્ર એકલવ્ય ગૌરે (Eklavya Gaur) મુનાવર વિરુદ્ધ ફરિયાદ કરી હતી, જેના પગલે પોલીસે તેની ધરપકડ પણ કરી હતી.’.

મુનાવર ફારુકીના વકીલ અંશુમન શ્રીવાસ્તવે આ મામલે કહ્યું કે, ‘હું માનું છું કે રાજકીય દબાણને કારણે પોલીસે અગાઉ કોઈ તથ્યની તપાસ કર્યા વિના આ કેસ નોંધ્યો છે અને મુનાવર ફારૂકી જ્યારે ઈન્દોર આવ્યો ત્યારે કોમેડી શોમાં પરફોર્મ નહોતો કરી શક્યો. તેના દ્વારા એવું કોઈ પણ કાર્ય કરવામાં આવ્યું નથી જેના દ્વારા ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવે, તો પછી પોલીસે કયા આધારે કેસ નોંધ્યો છે, આ એક મહત્વપૂર્ણ વિષય છે. ‘.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top