Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા : વિશ્વામિત્રી નદી જે પ્રદૂષિત થઈ છે અને તેના પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલા છે તેને લઈને  પર્યાવરણવાદી અને પૂર્વ ધારાસભ્ય ડો.કનુ કલસરિયાએ વિવાદિત અગોરા મોલ ની દિવાલનું નિરીક્ષણ કર્યું અને ત્યાર બાદ મ્યુનિસિપલ કમિશનર સાથે એક બેઠક યોજી હતી. જેમાં એનજીટી ના ઓર્ડર નું પાલન કરવાની માંગ કરી હતી. મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી સફાઇ ઝુંબેશ નું નાટક ચલાવવામાં આવી રહ્યું છે જ્યારે બીજી બાજુ એનજીટી ના ઓર્ડર નું પાલન કરવામાં આવી રહ્યું નથી. નદીના પટ પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવતા નથી .

છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વામિત્રી પ્રો.જેકટ ની  માત્ર વાતો ચાલી રહી છે શહેરીજનોને સોનેરી સપના બતાવવામાં આવી રહ્યા છે. પરંતુ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. પર્યાવરણવાદી અને પૂર્વ ધારાસભ્ય ડો કનુ કલસરિયા જેઓ ખેડૂતોની જમીન સંપાદન માટે નિરમા પ્લાન્ટ ના આંદોલન છેડી એન્વાયરમેન્ટ ક્લિયરન્સ કેન્સલ કરી ન્યાય અપાવવા અને અલ્ટ્રાટ્રેક  સિમેન્ટ ની કંપની સામે પર્યાવરણ બાબતે આંદોલન ચાલુ કર્યું હતું. જેઓ વડોદરા ખાતે વિપક્ષી નેતા અમી રાવત ની કારેલીબાગ ખાતે આવેલા વિશ્વામિત્રી નદીના પટ પર થયેલા ગેરકાયદેસર દબાણો અને વિવાદિત આશિષ શાહે કરેલા અઘોરા મોલ ની દિવાલ ના કારણે સરકારી જમીનમાં કરેલું બિનઅધિકૃત દબાણોથી પર્યાવરણ થતા નુકસાન અને શહેરમાં પુરની પરિસ્થિતિ બાબતે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી.  

અગાઉથી પર્યાવરણ વાદિ અને વિપક્ષી નેતા અઘોરામોલ જવાના છે તેને લઈને પોલીસ દ્વારા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.  અગોરા મોલ ના બાઉન્સરો પણ ગોઠવી દેવામાં આવ્યા હતા. જોકે અગોરા ખાતે વિપક્ષી નેતા અમિત રાવત ની સાથે શૈલેષ અમીને, નરેન્દ્ર રાવત સહિત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જોકે આશિષ શાહ ના શહેરા મેયર, ધારાસભ્ય સાંસદ પદાધિકારીઓ સાથે સંપર્ક ની કડી મજુબત છે જેના કારણે જ અઘોરા મોલ નું કામ પણ હવે પૂર્ણતાને આરે છે.

તત્ત્કાલિન કલેક્ટરે મ્યુ.કમિશનરને આપેલા હુકમનો આજે પણ અમલ થતો નથી

વિશ્વામિત્રી પટ પર વિવાદિત આશિષ શાહ ના અઘોરા મોલ એ ૫૦ હજારથી વધુ સ્ક્વેર મીટરથી વધુ દબાણ સરકારી જમીન પર ગેરકાયદેસર કરાયું છે તે તત્કાલીન કલેકટર શાલિની અગ્રવાલે મ્યુનિસિપલ કમિશનર ઉપાધ્યાયને ઓર્ડર મોકલ્યો હતો. કમિશનર શાલિની અગ્રવાલ પોતાના જ ઓર્ડરના આદેશનો અમલ થતો નથી. પર્યાવરણ વાદી અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ડો.કનું કલસરીયા અગોરા મોલ ની દિવાલ મુદ્દે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સાથે એક બેઠક યોજવામાં આવી હતી .જેમાં રજૂઆત કરી હતી કે એન્ જી ટી ના ઓર્ડરનું પાલન થવું જોઈએ અને ગેરકાયદેસર દબાણો હોય એ દૂર કરવા જોઈએ. વિશ્વામિત્રી પ્રદૂષિત નદી ને શુદ્ધિકરણ થવું જોઈએ.

અઘોરા મોલ નદીમાં  પગપેસારો કરીને પ્રવાહ રોકી ઉભો કરાયો

પર્યાવરણવાદી અને પૂર્વ ધારાસભ્ય મહુવા ડો કનુ કલસરિયાએ જણાવ્યું હતું કે વિશ્વામિત્રી પ્રદૂષણ મુક્ત કરવાની ઝુંબેશ ચાલી રહી છે. નદી પર દબાણ દૂર કરીને પ્રદૂષણ મુક્ત કરવામાં આવે. વિશ્વામિત્રી દબણો ને લઇને વિપક્ષ, પર્યાવરણ પ્રેમી અને નાગરિકો લડી રહ્યા છે. કેટલાક વર્ષ થી અઘોરામોલે નદી માં  પગપેસારો કરીને નદીનો પ્રવાહ રોકે ને ઉભી કરી છે તંત્ર એનજીટી ના ઓર્ડર નો પાલન કરે દબાણો નદી પર આવેલા છે તેને દૂર કરવામાં આવે. વિશ્વામિત્રી નદીને શુદ્ધિકરણ માટે તંત્ર અને મોટા માથાઓ સત્તા સામે લડવું અઘરૂં છે. સત્યને સફળતા મળશે. સત્ય ને છોડી દેવું ન જોઈએ.

ઓર્ડરનું પાલન નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસ આંદોલન કરશે

પૂર્વ વિપક્ષી નેતા અમી રાવતે જણાવ્યું હતું કે વિશ્વામિત્રી સફાઈ અભિયાન એનજીટી ના ઓર્ડર વિરુદ્ધ કરવામાં આવી રહ્યું છે .પર્યાવરણ પ્રેમીઓ અને ડો કનું કલસરિયા અઘોરા મોલની દિવાલનો નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઇન્કવાયરી પતી ગઈ છે આ નદીના કોતરોમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા છે જેથી પાણીને અવરોધરૂપ થાય તેવા દબાણો તોડી નાંખવા જોઈએ હવે તંત્ર કોની રાહ જોવાઇ રહી છે. તંત્ર દ્વારા જ્યાં સુધી એન જી ટી ના  ઓર્ડરનું પાલન કરવામાં નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસ નું જન આંદોલનનો આજથી પ્રારંભ થયો છે.

To Top