Gujarat

જેસલમેરમાં સર્જાયેલા કાર અકસ્માતમાં છાણીના પરિવારના ત્રણ સભ્યોના મોત

વડોદરા : રાજ્યમાં તહેવારો ટાણે શરૂ થયેલ  અકસ્માતની વણઝાર યથાવત રહેવા પામી છે.ત્યારે વધુ એક અકસ્માતની ઘટના બની હતી.દિવાળી વેકેશનમાં વડોદરાથી જેસલમેર રજા માણવા ગયેલા પરિવારની કાર ગુરુવારે રાત્રે જેસલમેરના ફતેહગઢ પાસે આગળ જતી પથ્થર ભરેલી ટ્રોલી સાથે ધડાકાભેર ભટકાઈ હતી.આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર વડોદરાના પરિવારના પતિ-પત્ની અને પુત્રના કમકમાટી ભર્યા મોત થયાં હતાં અને 2 વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી.જ્યારે 6 વર્ષીય બાળકનો આબાદ બચાવ થયો હતો.

દીપાવલની રજાઓ ચાલી રહી છે.ત્યારે ગુજરાતીઓ રાજસ્થાન ,ગોવા,ખંડાલા સહિતના નજીકના પ્રવાસન સ્થળોએ પોતાના વાહનો લઈ બાય રોડ પણ જવા લાગ્યા છે.જોકે આ દરમિયાન રોડ સલામતીને લઈને પણ સજાગ રહેવું એટલું જ જરૂરી બન્યું છે.ત્યારે વડોદરાના એક પરિવારને નડેલો અકસ્માત પરિવાર માટે માઠા સમાચાર બની ગયા હતા.રાજસ્થાનના જેસલમેર ફરવા નીકળેલા વડોદરાના એક જ પરિવારના 3 સભ્યોનું કાર અકસ્માતમાં મોત થયું હોવાની ઘટના બની હતી.વેકેશન માણવા માટે વડોદરાથી જેસલમેર ફરવા જઇ રહેલા પરિવારની કાર ગુરુવારે રાત્રે જેસલમેરના ફતેહગઢ પાસે આગળ જતી પથ્થર ભરેલી ટ્રોલી સાથે અથડાઈ હતી.જેમાં એક જ પરિવારમાં પતિ-પત્ની સહિત 3 નાં મોત થયા હતા.જ્યારે 2 વ્યક્તિને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.સદનસીબે અકસ્માતની ઘટનામાં એક બાળકનો આબાદ બચાવ થયો હતો.વડોદરાના છાણી ટીપી-13 વિસ્તારમાં રહેતા 55 વર્ષીય જયદ્રથભાઈ તેમના 52 વર્ષીય પત્ની આમિત્રી, બે પુત્ર જેમાં 30 વર્ષીય નીતિન અને 35 વર્ષીય સત્યેન્દ્રભાઈ તેમજ 29 વર્ષીય પુત્રવધુ શિવમ કુમારી અને 6 વર્ષનો પૌત્ર વિવાન સાથે અર્ટિગા કારમાં જેસલમેર ફરવા જઈ રહ્યા હતા.દરમિયાન ગુરુવારે રાત્રે તેમની કાર આગળ જઈ રહેલી પથ્થર ભરેલી ટ્રોલી સાથે અથડાઈ હતી.જેમાં જયદ્રથભાઈ,આમિત્રી દેવી અને નીતિનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.અકસ્માત બાદ કારનું પડીકું વળી જતાં જેસીબી મશીનથી કારને કાપીને મૃતદેહ બહાર કાઢવા પડ્યા હતા.જ્યારે ઇજાગ્રસ્તોને મોડી રાત્રે જવાહર હોસ્પિટલમાં ખસેડાયા હતા બનાવને પગલે સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.જ્યારે સર્જાયેલા આ અકસ્માતને પગલે પરિવાર અને સગા-સંબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

Most Popular

To Top