SURAT

દારૂની હોમ ડિલીવરી: સુરતમાં હવે કુરિયર મારફતે દારૂની હેરાફેરી શરૂ થઈ, પોલીસ પણ ચોંકી ગઈ

સુરત (Surat) : શાકભાજીની (Vegetables) આડમાં, કચરાની આડમાં અને હવે કુરિયર (Currier) ઓફિસ દ્વારા સીધું જ કુરિયર મારફતે પણ દારૂની (Liqueur ) હેરાફેરી શરૂ થઇ ગઇ છે. ખટોદરા વિસ્તારમાં રહેતા એક ટેલર્સના ઘરે કુરિયર મારફતે રૂા. 1.35 લાખની કિંમતનો દારૂ પાર્સલ આવ્યો હતો. ટેલર્સ આ બાબતે પોલીસનો સંપર્ક કરતા પોલીસે બે અજાણ્યાની સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

  • ટેલર્સના ઘરે એક્ષપ્રેસ કુરિયરથી 1.35 લાખનો દારૂ આવ્યો
  • ફ્લેટના માલિકે પાર્સલ જોતાં તેમાંથી દારૂ નીકળતા જ પોલીસને જાણ કરી દીધી
  • પોલીસે બે અજાણ્યાની સામે ગુનો નોંધ્યો

પ્રાપ્ત વિગતો મુજબ ખટોદરાના ઉમા ભવન પાસે ગાંધીકુટીર રોડ ઉપર વાસુદેવ એપાર્ટમેન્ટમાં રહેતા અશોક દિપચંદ ઝવર (ઉ.વ.36) ટેલરિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ દરમિયાન તેમના ઘરે ચાર પાર્સલ આવ્યા હતા. જેમાં એક્સપ્રેસ કંપની, દિલ્હી એવું લખ્યું હતું. અશોકભાઇની પત્નીએ એક પાર્સલ ખોલીને ચેક કરતા તેમાંથી અંગ્રેજી દારૂ નીકળ્યો હતો.

અશોકભાઇએ કોઇપણ વસ્તુ મંગાવી ન હોવા છતાં પણ તેમના ઘરે પાર્સલો આવતા તેઓએ સીધો જ ખટોદરા પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે અશોકભાઇના ઘરે જઇને તપાસ કરતા ચારેય પાર્સલમાંથી રૂા. 1.35 લાખની કિંમતનો 90 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં પાર્સલમાં એક જગ્યા ઉપર એક્ષપ્રેસ દિલ્હી અને બીજી બાજુમાં દિપચંદ ઝવર કેશરીચંદ ઝવર લખ્યું હતું. આ બાબતે પોલીસે બે અજાણ્યાની સામે ગુનો નોંધીને દારૂનો જથ્થો કબજે કર્યો હતો.

Most Popular

To Top