વડોદરા: કરોડો રૂિપયાના સુખધામ પ્રોજેકટમાં જીવન મરણ સમી મૂડી આપીને મિલકત ખરીદનાર સેંકડો લોકોને બિલ્ડર ટોળકી વર્ષો સુધી દસ્તાવેજ માટે ધક્કા ખવડાવે...
વડોદરા : મહાનગર પાલિકાના પાણી-પુરવઠા ના ૧૫૦થી વધુ કર્મચારીઓને બે મહિનાનું બાકી વેતન ના આપતા પાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી હતી. જૂના...
વડોદરા: શહેરની નિદ્રાધીન પોલીસ તંત્રની ઊંઘ હરામ કરી રહેલા તસ્કરોએ ગુરૂવારે મોડી રાત્રે રાવપુરા પોલીસ મથકથી માત્ર અડધો કિમી દૂર અને શહેર...
વડોદરા : શહેરના નટુભાઈ સર્કલ પાસે પિયરમાં રહેતી યુવતીએ માતા-પિતા અને પરિવારની ઉપરવટ જઇ પ્રેમલગ્ન કર્યાબાદ શિક્ષીત યુવતીને પસ્તાવાનો વખત આવ્યો છે....
વડોદરા : સમગ્ર દેશ 15 મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા જઈ રહ્યું છે.ત્યારે વડોદરાના એક સંગ્રહકારે દેશને આઝાદી મળી તે સમયકાળ...
સુરત રેલવે સ્ટેશનની સૌથી મોટી સમસ્યા છે તે એન્ટ્રી અને એકઝિટની. તેમાં પ્રવેશવા માટે અને બહાર નીકળવા માટે માત્ર પંદર ફૂટની એન્ટ્રી...
સુરત: ઓગસ્ટ માસના અંતિમ સપ્તાહમાં સતત 3 દિવસ સહકારી, પ્રાઇવેટ અને રાષ્ટ્રીયકૃત બેંકો બંધ રહેશે. જેને લીધે 27 ઓગસ્ટે નાંખવામાં આવેલો ચેક...
શહેરમાં બહારથી આવતા લોકોને ફરજિયાત છેલ્લા 48 કલાકમાં કરાવાયેલો આરટીપીસીઆર રિપોર્ટ રજૂ કરવો ફરજિયાત છે, ત્યારે હવે ધીમે ધીમે ધબકતા થયેલા સુરત...
સુરત : ક્રિપ્ટો કરન્સીના એક કેસમાં સીલ કરેલી મિલકતનો કબજો અપાવવા માટે થયેલી ફરિયાદમાં ખુરશી ઉપર બેઠેલા પીઆઇનો સુરતના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ...
સરકારની નવી વેહિકલ સ્ક્રેપ પોલિસી જાહેર થઇ છે, તે પ્રમાણે સુરત આરટીઓમાં નોંધાયેલા 1.50 લાખ જેટલા જૂનાં વાહનો ભંગારમાં જશે. સરકારની ગાઇડલાઇન...
ગુજરાતના વાલીઓની એ કાયમની મૂંઝવણ રહી છે કે બાળકને માતૃભાષામાં ભણાવવું કે અંગ્રેજી માધ્યમમાં. વાલીઓની આ દ્વિધાનો ઉકેલ કાઢવા સુરતની 29 જેટલી...
શહેરમાં અને જિલ્લામાં સર્વત્ર સામાન્ય વરસાદ નોંધાયો હતો. જયારે ઉપરવાસમાં વરસાદના વિરામ બાદ ડેમની સપાટી છેલ્લા ૨૪ કલાકમાં સામાન્ય ઘટાડા સાથે 325.49...
મુંબઈમાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી પહેલું મોત નોંધાયું છે. રસીના બેઉ ડૉઝ લેનારી 63 વર્ષીય મહિલા જુલાઇના છેલ્લા સપ્તાહમાં ડેલ્ટા પ્લસ...
કેન્દ્ર સરકારે જાહેરનામુ બહાર પાડ્યું છે કે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (સુધારા) નિયમો, ૨૦૨૧ મુજબ ૧ જુલાઇ, ૨૦૨૨થી દેશમાં એક જ વખત વાપરીને...
તમિલનાડુમાં ડીએમકે સરકારે આજે પેટ્રોલ પર લિટરે રૂ. 3નો ટેક્સમાં કાપ જાહેર કર્યો હતો અને બળતણના ભાવવધારા માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી...
સેન્સેક્સ આજે પહેલી વાર 55000ને પાર થયો હતો. ભારતીય શેરબજારમાં સેન્સેક્સ 55000 પોઇન્ટની સપાટી કૂદાવી દીધી હતી અને નવી ઓલટાઇમ હાઇ બનાવીને...
પીએમ નરેન્દ્ર મોદીએ આજે મહાત્મા મંદિર ખાતે યોજાયેલા વર્ચ્યુઅલ સમારંભમાં શુક્રવારે નવી વ્હિકલ સ્ક્રેપેજ પૉલિસી જાહેર કરી હતી. પીએમ મોદીએ કરેલી જાહેરાત...
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મહાત્મા મંદિર ખાતે યોજાયેલા વર્ચ્યુઅલ સમારંભમાં હાજરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આજનો દિવસ હિન્દુસ્તાનની...
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાહન ફ્લિટ આધુનિકીકરણ પૉલિસીના નવતર આયામને આવકારતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિકાસ માટે જે મજબૂત પાયો નાંખ્યો...
વારાણસી: પ્રયાગરાજ (Prayagraj) સહિત યુપી (UP)ના 24 જિલ્લા પૂરના ખતરાનો સામનો કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ના સંસદીય ક્ષેત્ર વારાણસી (Varanasi)માં...
વૉશિંગ્ટન : અમેરિકા (America) વધુ વૈવિધ્યપૂર્ણ બન્યું છે અને છેલ્લા એક દાયકા (Decade) કરતા વધુ સમયમાં તેનું શહેરીકરણ (Urbanization) વધારે થયું છે...
રાષ્ટ્રના ૭૫માં સ્વતંત્રતા પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે થનાર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આ ઉજવણીમાં સહભાગી થવા બે દિવસના પ્રવાસે જશે...
માંડવી : માંડવી (Mandvi)ના કરંજ GIDCમાંથી બે દિવસ પૂર્વે સ્ટેટ મોનિટરિંગ (State monitoring)ની ટીમે રેડ (Raid) કરતાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે...
કોરોના વાયરસ (Covid19)ના ડેલ્ટા પ્લસ વેરિએન્ટ (Delta+ variant)થી મૃત્યુનો પ્રથમ કેસ (First case) મુંબઈ, મહારાષ્ટ્ર (Maharashtra)માં નોંધાયો છે. કોરોનાથી મૃત્યુ થયેલ 63 વર્ષની...
કાબુલ : તાલિબાને (Taliban) કાબૂલ (Kabul)ની નજીકનું એક વ્યુહાત્મક પ્રાંતીય પાટનગર (Capital) કબજે કર્યું છે અને અફઘાનિસ્તાન (Afghanistan)ના ત્રીજા ક્રમના સૌથી મોટા...
બોલિવૂડ (Bollywood)ની પ્રખ્યાત અભિનેત્રી (Famous actress) કંગના રાણાવત (Kangna ranaut) પોતાની બોલ્ડ અને નીડર સ્ટાઇલ માટે જાણીતી છે. કંગનાએ ઘણી ફિલ્મો (Films)માં શાનદાર...
સુરત : ડિંડોલીમાં વિધર્મી યુવકે (Muslim boy) હિન્દુ યુવતી (Hindu girl)ને પોતાના પ્રેમજાળમાં ફસાવીને લગ્ન (Love marriage) કરી લીધા હતા. બે વર્ષ...
સુરત : તા. 13 ઓગષ્ટને વિશ્વ ઓર્ગન ડોનેશન દિવસ (World organ donation day) એટલે કે અંગદાન તરીકે ઉજવવામાં આવે છે. સમગ્ર ભારત...
સુરત : સુરત (Surat)ની કોર્ટ (Court)માં હાલમાં 1.55 લાખ ક્રિમિનલ કેસો પેન્ડિંગ (Pending criminal case) છે. જેમાંથી 5293 સેશન્સ કેસ છે. જ્યારે...
સુરત : સુરત (Surat)ની સિવિલમાં હોસ્પિલ (Civil Hospital)માં અન્ય વિભાગના દર્દી (Patient) હોવાનું કહીને ચાર રેસીડેન્ટ ડોક્ટરો (Resident doctors)એ સીએમઓ (CMO)ની સાથે...
હેવમોર સર્કલ પાસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ રનની ઘટના
જેતપુરપાવી પાસે ઓરસંગ નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન પર જનતા રેડ
જીઆઇડીસી મકરપુરામાં રૂ. 1.25 કરોડના રોડ રીસર્ફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત
ઉતરાયણ પૂર્વે ચાઈનીઝ દોરી સામે કાલોલ પોલીસની કડક કાર્યવાહી, ડુંગરીપુરા ગામેથી ૩૦ રીલ ચાઈનીઝ દોરી જપ્ત
₹20 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટમાં ગંભીર બેદરકારી, માટીની ભેખડ ધસી પડતા શ્રમજીવી દબાયો, કરૂણ મૃત્યુ
નસવાડી તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા રોષ
દાહોદ જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન પર ખનિજ વિભાગની કડક કાર્યવાહી, ૬ ટ્રકો સિઝ, રૂ. ૧.૩૦ કરોડનો મુદ્દામાલ જપ્ત
સાવલી–ઉદલપુર ચાર માર્ગીય રોડની કામગીરીમાં બેદરકારી, પાઇપલાઇન તૂટી, હજારો લીટર પાણીનો વેડફાટ
બોડેલી નગરપાલિકા દ્વારા ચાર રસ્તા પરની દુકાનો સહિત 17 જેટલી જગ્યાઓ પર નોટિસ
કરોડીયા રોડ પર પાઇપલાઇનનું લિકેજ સુધારતી વખતે માટી ધસી પડી, કામદારને ઇજા
એમએસયુની સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં બહારના તત્વોનો અડિંગો
ગંદકી સીધી ઘરમાં! રામેશ્વર સોસાયટીમાં દુષિત પાણીથી રોગચાળાનો ભય
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગોત્રી, સયાજીપુરા, સેવાસી અને ભાયલી ખાતે કુલ ૫૦૦થી વધુ આવાસોનું કામ પૂર્ણ થયું
સંજેલીના હીરોલા ગામે જઘન્ય હત્યા, જ્વલનશીલ પ્રવાહી છાંટી યુવકને સળગાવી માર્યો
દાહોદ જિલ્લામાં ત્રણ અલગ–અલગ ઘટનાઓમાં ત્રણના અપમૃત્યુ
લિયોનેલ મેસ્સી હૈદરાબાદ પહોંચ્યા: તેલંગાણાના CM રેવંત રેડ્ડીએ સ્વાગત કર્યું, અહીં ફ્રેન્ડલી મેચ રમશે
તિરુવનંતપુરમ નગર નિગમ ચૂંટણીમાં ભાજપનો વિજય, ભગવા પક્ષે 40 વર્ષ જૂનો ડાબેરી ગઢ તોડી પાડ્યો
રાંચી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: ઈન્ડિગો ફ્લાઇટનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો
અસહ્ય પીડા સાથે અનોખા અંદાજમાં SIRની કામગીરી કરતા BLOને સલામ..!
“નિવેદનોથી નહીં એક્શનથી યુદ્ધ જીતાય છે”, CDS જનરલ અનિલ ચૌહાણની પાકિસ્તાનને ચેતવણી
મેસ્સીના કાર્યક્રમના મુખ્ય આયોજકની ધરપકડ, દર્શકોને ટિકિટના પૈસા પરત કરવામાં આવશે
વાઘોડિયા રોડ પર બાજુમાં નવી સાઇટના ખોદકામથી સર્જન કોમ્પ્લેક્સમાં તિરાડો અને ધ્રુજારી
આઠ યુદ્ધોના અંતનો દાવો કરનારા ટ્રમ્પ પોતે જ આ દેશ સાથે યુદ્ધના મેદાનમાં કૂદી પડ્યા
સિંગવડ તાલુકામાં યુરિયા ખાતરની તીવ્ર અછત
પંચમહાલમાં વહીવટી ગરમાવો, એક જ સ્થળે વર્ષોથી અડિંગો જમાવી બેઠેલા ૨૯ તલાટીઓની સાગમટે બદલી
સતિષાણા ગામે સ્વર્ગસ્થ પુત્રની પાવન સ્મૃતિમાં માતા-પિતા દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન
મહીસાગરના સિલ્ટિંગથી ફરી પાણીનો કકળાટ: 15થી 20 દિવસ સુધી પુરવઠાને મોટી અસર થશે
રાજ્યના પહેલી એલિવેટેડ APMC માર્કેટ મુખ્યમંત્રીએ ખુલ્લી મુકી
બોટલો ફેકી, પોસ્ટરો ફાડયા… મેસ્સીના ચાહકો ગુસ્સે થયા, જાણો શું છે મામલો?
ડભોઇ એસ.ટી. ડેપો ખાતે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલા જાગૃતિ નાટકનું આયોજન
વડોદરા: કરોડો રૂિપયાના સુખધામ પ્રોજેકટમાં જીવન મરણ સમી મૂડી આપીને મિલકત ખરીદનાર સેંકડો લોકોને બિલ્ડર ટોળકી વર્ષો સુધી દસ્તાવેજ માટે ધક્કા ખવડાવે છે. તેવા કૌભાંડનો આંકડો પણ દિન-બ-દિન મોટો થઈ રહયો છે છતાં પોલીસ તંત્ર ભેદી ચૂપકીદી સેવીને બેસી રહેતા લોકોનો કાનૂન પરથી વિશ્વાસ ઉઠી રહયો છે. શહેર પોલીસના ઉચ્ચ અિધકારીઓ ખુદ સુખધામ પ્રોજેકટની ઠગ ટોળકીને છાવરીને કરોડોના કૌભાંડ દબાવી દેવા પાછળના બારણેથી બિલ્ડર દર્પણ શાહ આણિ મંડળીને અરજદારો સાથે બને તેટલા જલદી સમાધાન કરાવી લેવા સમય આપી રહી છે. તેથી જ બિલ્ડર અને તેના મળતિયાઓ ચાર માસથી અરજદારોને યેનકેન પ્રકારે દબાણમાં લાવીને સમાધાનકારી વલણ અપનાવી રહયા છે.
જે લોકો ફરિયાદ કરે તેના ઘૂંટણીયે પણ પડીને નાણાં પરત કરે છે અથવા અન્ય મિલકત આપવાની લાલચ આપીને ગ્રાહકોને પોતાની મનમાની કરાવવામાં પાછીપાની કરતા નથી. ખાનગી કંપનીમાં નોકરી કરતા એક ગ્રાહકે 2018માં 60 લાખનું ડુપ્લેકસ બુક કરાવ્યું હતું. આર્થિક રીતે સધ્ધર હોવાના કારણે લોનની ઝંઝટમાં પડયા વિના તમામ નાણાં િબલ્ડરને ચૂકવી દીધા હતા. ભેજાબાજ ભાગીદારોએ ડુપ્લેકસનો કબજો સોંપીને ટુંક સમયમાં દસ્તાવેજ કરી આપવાની ખાતરી આપી હતી. ત્રણ વર્ષમાં ડુપ્લેકસ ખરીદનારે અગણિત વખત દસ્તાવેજ કરી આપવા આજીજી કરી ચૂકયો છે. પરંતુ મગરમચ્છ જેવી ચામડી ધરાવતા િબલ્ડર શોર્ટ ટર્મમાં થઈ જશેનો ગોળ કોણીએ ચોપડીને નિરંતર ધક્કા ખવડાવતા જ રહેતા હોવાથી હવે તો ગ્રાહકનો આક્રોશ પણ ફાટી નીકળ્યો છે.
ગ્રાહકે જણાવ્યું હતું કે, થોડો જ સમય રાહ જોઉ છું. હવે પછી સંબંધ અને આજીજી બધુ બાજુ પર કરીને સીધા કોર્ટના જ દરવાજા ખખડાવીશ. કારણ કે, આખુ પોલીસ ખાતુ તો દર્પણ શાહ તેના ખિસ્સામાં લઈને ફરે છે એટલે જયારે પણ દર્પણની જાળમાં સપડાઈ ચૂકેલ પોલીસ ફરિયાદની વાત કરે છે. ત્યારે તો ખડખડાટ હાસ્ય રેલાવતા જવાબ આપે છે કે હમણાને હમણા જ જાવ. પોલીસ પાસે ધક્કા ખાવા કરતા મારી પાસે ખાવ. ત્યાં તો કયારેય તમારા કેસ કે અરજીનો નિકાલ નહીં આવે છેલ્લે તો મારી ઓિફસમાં જ તમારે આવીને સમાધાન કરવું પડશે તેવો હુંકાર કરતો ગ્રાહકોએ કાનોકાન સાંભળ્યો હતો.
ઈન્કમટેકસના કાયદાની પૂરેપૂરી આંટીઘૂંટી જાણનાર એકાઉન્ટન્ટે તો એવુ જણાવેલ કે મિલકત વેચાણના લાખો રૂપિયા લીધા બાદ દસ્તાવેજ ના કરે એટલે સરકારને ટેકસ પણ મોડો ચૂકવવો પડે. જેથી એક રીતે આ ટેકસ ચોરી જ કહેવાય. કરોડોના પ્રોજેકટમાં અઢળક નફો રળી ખાતા પ્રોજેકટમાં સેંકડો ગ્રાહકોને દસ્તાવેજ વિના મિલકતનો કબજો સોંપી દીધો છે અને નાણાં તો પૂરા લીધા છે તો કયા ઈરાદે દસ્તાવેજ કરી નથી અપાતા. આખી ટોળકી દસ્તાવેજ કરી આપવામાં અખાડા કરે છે તે પણ સરકારને ચૂનો ચોપડાતું કૌભાંડ હશે તેવુ ચર્ચાય છે.