SURAT

નવી વ્હીકલ સ્ક્રેપ પોલિસીથી સુરતનાં 1.50 લાખ વાહનો નાશ પામશે

સરકારની નવી વેહિકલ સ્ક્રેપ પોલિસી જાહેર થઇ છે, તે પ્રમાણે સુરત આરટીઓમાં નોંધાયેલા 1.50 લાખ જેટલા જૂનાં વાહનો ભંગારમાં જશે. સરકારની ગાઇડલાઇન પ્રમાણે 2006 પહેલાની સુરતની 100 જેટલી સિરીઝનાં જૂના વાહનોનો વાહનમાલિકોએ નિકાલ કરવો પડશે.

સુરત આરટીઓમાં અત્યારે 32 લાખ વાહનો રજિસ્ટર્ડ છે. તે પૈકી 1.50 લાખથી વધુ વાહન 2006 પહેલાનાં છે. જુદી જુદી 100 સિરીઝમાં આ વાહનો નોંધાયેલાં છે. એક સિરીઝમાં 10 હજાર જેટલાં વાહનો હોય છે, તે પ્રમાણે સુરતમાં 15 સિરીઝનાં વાહનો રદ થશે.

જો કે, ગુજરાત સરકારે વાહનો રિસાઇકલ કરવા 6 કંપની સાથે MOU કર્યાં છે. તે પ્રમાણે વાહનમાલિકો આ 6 ઓટો મોબાઇલ કંપનીને વાહનો વેચી શકશે. સરકારની આ જાહેરાતને પગલે જૂનાં વાહનોનું વેચાણ વધશે. ઓટો મોબાઇલ કંપની દ્વારા સુરત અને અમદાવાદ સહિતનાં શહેરોમાં વેહિકલ સ્ક્રેપિંગ સુવિધા આપવા તૈયારી દર્શાવાઈ છે

Most Popular

To Top