SURAT

સુરતની શાળાઓની સફળતાને પગલે સમગ્ર રાજ્યમાં દ્વિભાષી માધ્યમને મંજૂરી

ગુજરાતના વાલીઓની એ કાયમની મૂંઝવણ રહી છે કે બાળકને માતૃભાષામાં ભણાવવું કે અંગ્રેજી માધ્યમમાં. વાલીઓની આ દ્વિધાનો ઉકેલ કાઢવા સુરતની 29 જેટલી શાળાએ ગ્લોબલ મિડિયમના નામથી એક નવા માધ્યમની મંજૂરી લઈ છ વરસ આ પ્રોજેક્ટ સફળતાથી ચલાવ્યો હતો. 2020માં આવેલી નવી શિક્ષણ નીતિમાં પણ દ્વિભાષી (માતૃભાષા અને અંગ્રેજી) સજ્જતાની હિમાયત કરવામાં આવી હોવાથી ગુજરાતે સરકારે એક ક્રાંતિકારી નિર્ણય લઈ તા.29 જુલાઈના રોજ એક પરિપત્ર બહાર પાડી આ વરસથી ગુજરાતમાં સ્વૈચ્છિક રીતે જે ખાનગી શાળાઓ ઈચ્છે એ મંજૂરી લઈ આ દ્વિભાષી માધ્યમ શરૂ કરી શકે એ મુજબનો નિર્ણય કર્યો છે.

શું છે આ દ્વિભાષી માધ્યમ?1.ગણિત અને વિજ્ઞાન દ્વિભાષી માધ્યમથી ભણાવવા.
2.અંગ્રેજી વિષય શિક્ષણની ગુણવત્તા શરૂઆતથી સુધારવી, લિસર્નિંગ, સ્પીકિંગ, રીડિંગ, રાઈટિંગ એ ક્રમમાં, એ પદ્ધતિથી અંગ્રેજી વિષય શીખવવો.3.અન્ય અભ્યાસ (ગુજરાતી, સમાજવિદ્યા અન્ય ભાષા વગેરે વિષયો) પ્રવર્તમાન ગુજરાતી માધ્યમ પ્રમાણે જ કરાવવાનો રહે છે. બાળક અભ્યાસની શરૂઆત માતૃભાષાથી કરે છે. પરંતુ શરૂઆતથી અંગ્રેજી વિષય પણ હાયર લેવલનો ભણાવવામાં આવે છે. ગણિત અને વિજ્ઞાન ધોરણ ત્રણથી સાત સુધી દ્વિભાષી પુસ્તકોની મદદથી ભણાવવામાં આવે છે. ધો.8-9 અને 10માં ગણિત અને વિજ્ઞાનના વિષયો સંપૂર્ણ અંગ્રેજી થઈ જાય છે. આમ, દ્વિભાષી માધ્યમમાં ભણેલું બાળક માતૃભાષા દ્વારા પરંપરા સાથે જોડાયેલું પણ રહેશે અને વિશ્વભાષા પણ સારી રીતે શીખશે.

પ્રવર્તમાન માધ્યમો ચાલુ જ રહેશે

જે ખાનગી શાળાઓ સજ્જ અને તત્પર હોય તે સ્વૈચ્છિક ધોરણે, સરકારની મંજૂરી મેળવી, અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના ત્રીજા વિકલ્પ તરીકે આ દ્વિભાષી માધ્યમનો ઉપયોગ કરી શકે છે. પ્રવર્તમાન બંને માધ્યમ ચાલુ જ રહેશે. આ માધ્યમ સ્વૈચ્છિક અને વૈકલ્પિક છે.

સરકારે કયા મુદ્દાઓને આધારે મંજૂરી આપી?

સુરતની સાત શાળાના સફળ પ્રોજેક્ટનો થર્ડ પાર્ટી ઈવેલ્યુએશન રિપોર્ટ કરવામાં આવ્યો. ડો.વિનોદ જી.પટેલની અધ્યક્ષતામાં એ રિપોર્ટનાં તારણો પોઝિટિવ હતાં. સરકારે આ પદ્ધતિની સમીક્ષા કરવા માટે શિક્ષણવિદ ડો.રાજેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં એક સમિતિ નીમી હતી, જેમાં અગિયાર જેટલા તજજ્ઞોએ સાતેક જેટલી મીટિંગ કરી ડો.રઈશ મનીઆરની રજૂઆતોને આધારે હકારાત્મક રિપોર્ટ આપ્યો હતો તેમજ સુરતના પૂર્વ ડી.ઈ.ઓ. યુ.એન.રાઠોડ વગરેના ધરખમ પ્રયાસોને પરિણામે સરકારને આ પદ્ધતિની ઉપયોગીતા સમજાઈ હતી. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે, ભૂતપૂર્વ નાયબ શિક્ષણ મંત્રી નાનુ વાનાણી તેમજ શિક્ષણ સચિવ વિનોદ રાવ તથા જી.સી.ઈ.આર.ટી.ના વડા ટી.એસ.જોશી તેમજ એમ.આઈ.જોશી તેમજ આ માટે તત્કાલીન સુરત D.E.O. એચ.એચ.રાજ્યગુરુ તેમજ ડી.પી.ઈ.ઓ. ડી.આર.દરજીના માર્ગદર્શનથી સરકારે આ દ્વિભાષી માધ્યમને રાજ્યવ્યાપી સ્વૈચ્છિક મંજૂરી આપવાનું નક્કી કર્યું હતું. સરકારની સ્કૂલ ઓફ એક્સેલન્સ શાળાઓમાં પણ આ માધ્યમ ક્રમશ: દાખલ કરાશે.

ખાનગી શાળાઓ દ્વિભાષી માધ્યમ કઈ રીતે શરૂ કરી શકે?

  1. તેમણે સરકારે મંજૂર કરેલા દ્વિભાષી માધ્યમના મોડેલનું પાલન કરવું પડશે.
  2. તમામ સરકારી ઓનલાઈન તાલીમ શિબિરમાં ભાગ લેવો પડશે અથવા એમ ન થઈ શકે તો ખાનગી રીતે તેમની પોતાની તાલીમની વ્યવસ્થા કરવી પડશે.
  3. તેમના અંગ્રેજી શિક્ષકોને દ્વિભાષી તાલીમ આપવી પડશે અને જો જરૂરી હોય તો નવા શિક્ષકોની ભરતી કરવી પડશે. જૂના શિક્ષકોને છૂટા કરી શકાશે નહીં.
  4. તેમના ગણિત અને વિજ્ઞાનના શિક્ષકોને સરકારે જાહેર કરેલા દ્વિભાષી માધ્યમનાં ધારાધોરણ પ્રમાણે તાલીમ આપવી પડશે.
  5. તેમણે દસ્તાવેજો સાથે જિલ્લા શિક્ષણાધિકારીની પરવાનગી લેવી પડશે. જેમાં ટ્રસ્ટીઓ દ્વારા ઠરાવ, કે “તેમને સૂચિત દ્વિભાષી માધ્યમ કોઈ વાંધો નથી અને તેઓ દ્વિભાષી માધ્યમ શરૂ કરવા અને એમાટેની સરકારે સૂચવેલી તમામ વ્યવસ્થાને અનુસરવા તૈયાર છે.” જે-તે વર્ગના વાલીમંડળ દ્વારા ઉપર મુજબનો ઠરાવ, જે-તે વર્ગના શિક્ષકો દ્વારા ઉપર મુજબનો દ્વારા ઠરાવ. એ માટે વિગતવાર વેબસાઈટ www.bilin gu a l m ed iu m. in ઉપર માર્ગદર્શન મળી રહેશે

આગામી તા.28, 29 અને 30 ઓગસ્ટના રોજ બેંકો બંધ રહેશે
ઓગસ્ટ માસના અંતિમ સપ્તાહમાં સતત 3 દિવસ સહકારી, પ્રાઇવેટ અને રાષ્ટ્રીયકૃત બેંકો બંધ રહેશે. જેને લીધે 27 ઓગસ્ટે નાંખવામાં આવેલો ચેક સીધો 31 ઓગસ્ટે ક્લિયરિંગ હાઉસમાં આવશે. અને પહેલી સપ્ટેમ્બરે ખાતેદારના ખાતામાં નાણાં જમા થશે. 28 ઓગસ્ટે ચોથા શનિવાર, 29મીએ રવિવારે રજા અને 30મીએ જન્માષ્ટમીની રજા હોવાથી સતત 3 દિવસ બેંકો બંધ રહેશે. એ રીતે બેંકોના કર્મચારીઓ માટે જાણે 3 દિવસનું મિનિ વેકેશન મળી રહેશે.

કાપડ માર્કેટો 3 દિવસ બંધ રહેશે
ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન (ફોસ્ટા)ના પ્રમુખ મનોજ અગ્રવાલ અને મહામંત્રી ચંપાલાલ બોથરાએ જણાવ્યું હતું કે, રવિવારે 15મી ઓગસ્ટના દિવસે, 22 ઓગસ્ટે રવિવારે રક્ષાબંધન અને 30 ઓગસ્ટે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે રિંગ રોડની 165 કાપડ માર્કેટો સંપૂર્ણપણે બંધ રહેશે

Most Popular

To Top