SURAT

લવ જેહાદ: સુરતમાં વિધર્મી યુવકે હિન્દૂ યુવતીને ફોસલાવી પ્રેમ લગ્ન કર્યા: બે વર્ષ બાદ ફૂટ્યો ભાંડો

સુરત : ડિંડોલીમાં વિધર્મી યુવકે (Muslim boy) હિન્દુ યુવતી (Hindu girl)ને પોતાના પ્રેમજાળમાં ફસાવીને લગ્ન (Love marriage) કરી લીધા હતા. બે વર્ષ બાદ આ યુવક મુસ્લિમ હોવાનું બહાર આવતા મામલો પોલીસ (Police)માં પહોંચ્યો હતો, પરંતુ પોલીસે પણ આ મામલે કોઇ ગુનો નહીં નોંધતા હિન્દુ જાગરણ મંચ મેદાનમાં આવ્યું હતુ. પોલીસ મથકમાં જ માથાકૂટ થતાં આખરે પોલીસે વિધર્મી યુવકની સામે ગુનો (Offence) નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ઉધનામાં રહેતા શેખ મો. અખ્તરએ ત્યાં સ્થાનિક વિસ્તારમાં જ રહેતી એક હિન્દુ યુવતી હીના (નામ બદલ્યુ છે)ને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. આ યુવકે હીનાને આર.કે. વર્મા નામ કહીને લગ્ન પણ કરી લીધા હતા. બે વર્ષ બાદ આ યુવક વિધર્મી હોવાની હીનાને ખબર પડી હતી. આ મામલે હીનાએ પોતાના પરિવારને જાણ કરી હતી સાથે સાથે ડિંડોલી પોલીસમાં ફરિયાદ કરી હતી. ત્રણ મહિના પહેલા હીનાએ પોલીસને ફરિયાદ કરીને શેખ મો. અખ્તરની સામે ફરિયાદ નોંધવા જણાવ્યું હતું પરંતુ ડિંડોલી પોલીસે કોઇ ગુનો નોંધ્યો ન હતો. આ યુવતીએ પોલીસને કહ્યું કે, શેખ મો. અખ્તરને ત્રણ પુત્રો પણ છે તેમ છતાં તેને મારી સાથે લગ્ન કર્યા છે. આખરે આ સમગ્ર મામલો હિન્દુ જાગરણ મંચ પાસે પહોંચ્યો હતો. ગુરૂવારે બપોરે હિન્દુ જાગરણ મંચે ડિંડોલી પોલીસનો ઉધડો લીધો હતો અને ફરિયાદ નોંધવા માટે કહ્યું હતું. પોલીસે આખરે આ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

મહત્વની વાત છે કે આવા જ ઘણા કિસ્સામાં બાદમાં યુવતીને પણ પોતાનો ધર્મ અપનાવવા યુવક દ્વારા મજબુર કરવામાં આવે છે જેથી આવી યુવતીઓને બચવા ગુજરાત વિધાનસભામાં લવ જેહાદ વિરોધી કાયદો લાવવામાં આવ્યો છે. જે અંતર્ગત ગુજરાત માં જેહાદી તત્વો સામે સખતાઈથી કામ લેવા ગૃહમંત્રી (Pradipsingh Jadeja) એ જાહેરાત કરી હતી. તેમજ લવ જેહાદ (Love Jihad) ના આરોપીઓની વિરુદ્ધ કડક કાર્યવાહી કરાવની પણ વાત સપાટી પર તરી આવી છે.  ગુજરાતમાં લવ જેહાદના કાયદાની માંગ તીવ્ર બનવા પામી હતી. ત્યારે ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ગૃહમાં બિલ રજૂ કરતા સમયે નિવેદન આપ્યું હતું કે, મારા જીવનનું મોટામાં મોટું કામ આજે કરવા જઈ રહ્યો છું. હિન્દૂ સમાજ દીકરીને કાળજાના કટકા સમાન ગણી ભલે દીકરીને પારકી થાપણ ગણાય પણ દીકરીને જેહાદી હાથોમાં ન જવા દેવાય.”

Most Popular

To Top