National

જે લોકો રસીના બન્ને ડોઝ લે છે તેઓ પણ ડેલ્ટા પલ્સ વેરિએન્ટ ફેલાવી શકે છે ! અભ્યાસમાં ખુલાસો

કોરોના વાયરસ (Covid19)ના ડેલ્ટા પ્લસ વેરિએન્ટ (Delta+ variant)થી મૃત્યુનો પ્રથમ કેસ (First case) મુંબઈ, મહારાષ્ટ્ર (Maharashtra)માં નોંધાયો છે. કોરોનાથી મૃત્યુ થયેલ 63 વર્ષની વૃદ્ધ મહિલાને ફેફસાની બીમારી હતી, જોકે તેને કોવિડ રસી (vaccine)ના બંને ડોઝ મળ્યા હતા.

જીનોમ સિક્વન્સીંગ (Jenom sequence)ની મદદથી બુધવારે ખબર પડી કે તે ડેલ્ટા પ્લસથી સંક્રમિત હતી. સાથે જ સંશોધકોએ અન્ય લોકોમાં ડેલ્ટા પલ્સ વાયરસ ફેલાવવા વિશે ચિંતા વ્યક્ત કરી છે. એક રાષ્ટ્રીય એજન્સીના અહેવાલ મુજબ, અભ્યાસીઓ દર્શાવે છે કે ડેલ્ટા વેરિએન્ટ ભારતમાં કોરોનાની બીજી લહેરનું કારણ બન્યું છે, જે અન્ય વેરિઅન્ટની સરખામણીમાં રસીવાળા લોકો (Vaccinated person) દ્વારા ફેલાવાની શક્યતા વધારે છે. યુએસ (US) અને યુકે (UK)ના અહેવાલોએ સંકેત આપ્યો છે કે સાર્સ કોવી -2 ના ડેલ્ટા વર્ઝનથી સંક્રમિત લોકો રસીકરણ વગરના લોકો જેટલો જ વાયરલ લોડ લઈ શકે છે. 

સંશોધકોએ પીસીઆર પરીક્ષણોનો અભ્યાસ કર્યો હતો, જે ડેલ્ટા વેરિએન્ટને કારણે કેસોમાં નવા ઉછાળા બાદ પરિસ્થિતિનું વિશ્લેષણ કરવા માટે ડીએનએ અને થ્રેશોલ્ડ સાયકલ (સીટી) ડેટાને વિસ્તૃત કરીને વાયરસની આનુવંશિક સામગ્રી શોધી કાઢે છે. MedRxiv પ્રીપ્રિન્ટમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જણાવે છે કે ડેલ્ટા વેરિઅન્ટના ઉચ્ચ અને વધતા વ્યાપ સમયે, વ્યક્તિઓ રસીની સ્થિતિને ધ્યાનમાં લીધા વગર અનુનાસિક સ્વેબમાં સમાન વાયરલ લોડ ધરાવે છે. નવા તારણો રસીકૃત જૂથો વચ્ચે પણ ટ્રાન્સમિશન ઘટાડવા માટે ઘરની અંદર માસ્ક પહેરવા સહિત રક્ષણાત્મક પગલાંના મહત્વ પર ભાર મૂકે છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે ભારતમાં કોરોનાનું ડેલ્ટા પ્લસ વેરિએન્ટ અત્યંત ખતરનાક અને ચેપી છે. 

પરંતુ, સરકારી પેનલ ઈન્સાકાગે સ્પષ્ટતા કરી છે કે ડેલ્ટામાંથી જન્મેલા ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ ડેલ્ટા કરતા ઓછા ચેપી હોઈ શકે છે. એવું કહેવામાં આવ્યું છે કે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી સંક્રમિત લોકોએ ડેલ્ટાથી અલગ હોય તેવા કોઈ લક્ષણો દર્શાવ્યા નથી. પેટમાં દુખાવો, ઉબકા, ઉલટી, ભૂખ ન લાગવી, દુર્ગંધ આવવી, સાંધાનો દુખાવો જેવી સમસ્યાઓ ડેલ્ટામાં જોવા મળી છે. ભારત સરકાર કહે છે કે ડેલ્ટા વેરિએન્ટ પર ભારતમાં ઉપલબ્ધ કોવિશિલ્ડ અને કોવાક્સિન બંને અસરકારક છે. જો કે, વિદેશમાં હાથ ધરવામાં આવેલા કેટલાક અભ્યાસોમાં, એવું કહેવામાં આવ્યું છે કે રસી આ વેરિઅન્ટની સામે અન્ય વેરિઅન્ટ્સ કરતા ઓછી એન્ટિબોડીઝ ઉત્પન્ન કરે છે. 

જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 65 કેસ નોંધાયા છે. જ્યારે મુંબઈમાં અત્યાર સુધીમાં 11 કેસ મળી આવ્યા છે. ભારત સરકારે પહેલેથી જ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને ચિંતાના પ્રકાર તરીકે જાહેર કર્યું છે.

Most Popular

To Top