What’s Hot

More Posts

   The Latest

Most Popular

પીછો કરી ચિક્કાર પીધેલા કાર ચાલકને લોકોએ ઝડપી પાડ્યો :

જેપી રોડ પોલીસે નશામાં ધૂત ચાલકની અટકાયત કરી :

( પ્રતિનિધિ )વડોદરા,તા.13

વડોદરા શહેરમા વધુ એક ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો બનાવ બન્યો હતો. નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જયો હતો. કારના ચાલકે ટુવ્હીલર ચાલક દંપતિને અડફેટે લેતા તેઓ ફંગોળાયા હતા. સર્જાયેલા આ અકસ્માતમાં લોકોએ પીછો કરી ચાલકને પકડી પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.

વડોદરા શહેરમાં અકસ્માતનો શરૂ થયેલો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો ત્યાં તો વધુ એક ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ રનની ઘટના બની હતી. શહેરના દિવાળીપુરા કોર્ટ તરફ જવાના સર્કલ નજીક એક કારના ચાલકે મોપેડ પર સવાર ચૌહાણ પરિવારના દંપતીને ટક્કર મારતા તેઓ પટકાયા હતા. જેમાં પતિને અને તેમની પુત્રીને ઈજા પહોંચી હતી. હેવમોર સર્કલ પાસે ટુ વહીલર ચાલકને અડફેટે લીધા બાદ નાસવાનો પ્રયાસ કરતા પીછો કરી તેને વાસણા રોડ પરથી ઝડપી પડાયો હતો. સર્જાયેલા અકસ્માતમા મોટી કોઈ જાનહાની થઇ ન હતી. જ્યારે, સમયસર જે.પી પોલીસ આવી પહોંચતા કાર ચાલક લોકોના માર નો શિકાર બનતા રહી ગયો હતો.

નશામાં ધૂત કાર ચાલકને જે.પી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયો હતો. જ્યાં તેને ચાલવાના હોંશ પણ નહતા,બે પોલીસ કર્મચારીઓ દ્વારા તેને પકડીને પોલીસ મથકની અંદર લાવવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઈજાગ્રસ્ત મોપેડના ચાલકે જણાવ્યું હતું કે, અમે દિવાળીપુરા કોર્ટ બાજુથી આવી રહ્યા હતા. એક ફોરવહીલર સર્કલથી તરફથી આવી રહી હતી. અને રોંગ સાઈડ હતી, સિગ્નલ બંધ હતી તો પણ એ ગાડી નીકળી અને અમને ઠોકી હતી. એ ગાડીનો પીછો કરીને અમે મનીષા ચાર રસ્તા પાસેથી પકડી પાડ્યો હતો. જેને જેપી પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. મારી દીકરીને વાગ્યું છે પેટમાં અને મને પગમાં વાગ્યું છે. જ્યારે, ગાડીને પણ નુકસાન થયું છે.

To Top