અમેરિકાનું ન્યૂયોર્ક મહાનગર એ ઘણા બધા અતિધનિક લોકોનો વસવાટ ધરાવતું શહેર છે. આખી દુનિયામાં મકાનો અને ઓફિસોના સૌથી ઊંચા ભાવ કદાચ ન્યૂયોર્કમાં...
સુરત જિલ્લો ઐતિહાસિક ધરોહર સાચવીને બેઠો છે. માંડવી તાલુકાનું તડકેશ્વર ગામ એવા જ પૌરાણીક કાળ સાથે જોડાયેલું છે. માંડવી-કીમ રોડ પર આવેલા...
નડિયાદ: ખેડા જિલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભામાં ઠાસરા તાલુકામાં જર્જરિત બનેલા બે પેટા આરોગ્ય કેન્દ્ર તોડવાની મંજુરી તેમજ ૧૫મા નાણાપંચની ગ્રાન્ટમાંથી મળેલી...
આણંદ : આણંદ – ખેડા જિલ્લાના યુવાનો ઘરે બેઠા જ નોકરી શોધી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા `અનુબંધમ’ પોર્ટલનો પ્રારંભ કર્યો...
શહેરા: શહેરા તાલુકાના વાડી અને વલ્લભપુર ગામ ખેતી અને પશુપાલન પર નભતું ગામ છે.આ બે ગામમા 1000 થી 1500જેટલા પશુઓ હોવા સાથે...
કાલોલ: કાલોલના કાતોલ ગામના રાજપુત પરિવારના મુર્તિકાર એવા બે ભાઈઓએ સતત ૧૫માં વર્ષે માટીના ઇકો ફ્રેન્ડલી શ્રીજીબાપ્પાની મુર્તિઓ બનાવી છે. ગણેશોત્સવ અંતર્ગત...
દાહોદ : દાહોદ તાલુકાના નસીરપુર ગામે આવેલ હિન્દુ સ્માશાન ગૃહ ખાતે ગતરોજ એક લઘુમતિ કોમના ઈસમ સ્મશાનગૃહની ભગવાન ભેરૂનાથની પ્રતિમાના વાહન શ્વાન...
દાહોદ : દાહોદ જિલ્લામાં શિક્ષણ સહાયતાના નામે રૂપિયા પડાવવાનો કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે. અંદાજે દાહોદ જિલ્લાના 1500 જેટલા વિદ્યાર્થીઓ સાથે...
વડોદરા: બે વર્ષના સમયગાળા બાદ વડોદરા ફરીએકવાર મોટેર રેસિંગથી ધમ ધમી ઉઠયુ હતું. બરોડા ઓટોમોટીવ રેસિંગ દ્વારા ચાર વ્હીલર માટેની સ્પર્ધાનું આયોજન...
વડોદરા : શહેરના નવાપુરા વિસ્તારના રબારી વાસ તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક મહિનાઓથી દુષિત અને ગંદુ પાણી આવી રહ્યું છે. તેના કારણે...
વડોદરા: ગણપતિ ઉત્સવમાં કોવીડ-૧૯ મહામારી ગાઇડ લાઇન મુજબ ગુજરાત સરકારના નિયમો સાથે પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડયુ હતુ. વૈશ્વિક કોરોનાની ત્રીજી...
વડોદરા : શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલ ચંબુસા બાવાનો ટેકરા પર રહેતા અને ગેરેજમાં રિપેરિંગનું કામ કરતા 32 વર્સીય યુવક ઉપર બાઈક હટાવવા...
વડોદરા : વડોદરાની સયાજી હોસ્પિટલમાં સીઝનલ ફ્લુના દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.રોજે રોજ ઓપીડી વિભાગ પાણી જન્ય અને મચ્છર જન્ય રોગોના...
વડોદરા : મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી જણાવ્યું છે કે, ગુજરાત દેશનું મેન્યુફેકચરીંગ, ઓટોમોબાઇલ અને ફાર્માસ્યુટિકલી,ડાયમંડ અને ટેકસટાઇલ હબ – કેપિટલ બન્યુ છે....
ગાંધીનગર : ગુજરાત દેશનું મેન્યુફેક્ચરિંગ, ઓટોમોબાઇલ અને ફાર્માસ્યુટિકલ,ડાયમંડ અને ટેકસટાઇલ હબ – કેપિટલ બન્યુ છે. ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ છે અને વિકાસના...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મનપામાં વધુ 9 કેસ સાથે કુલ 19 નવા કોરોનાના કેસ નોંધાવા પામ્યાં છે. જોકે છેલ્લા 24 કલાકમાં...
કોરોનાની બીજી લહેરના પગલે અગાઉ 19મી માર્ચના રોજ જાહેર થયેલી ગાંધીનગર મનપાની ચૂંટણી 10મી માર્ચના રોજ મુલતવી રાખવામાં આવી હતી. હવે રાજયમાં...
ઓવલ (oval)માં રમાયેલી આ મેચ (test match)માં ટીમ ઈન્ડિયા (Indian cricket team)એ ઈંગ્લેન્ડ (England)ને 368 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઇંગ્લિશ ટીમ 210...
ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જોકે આ ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયામાં ગંભીર છબરડા બહાર આવ્યાં છે. કોર્મસમાં રજિસ્ટ્રેશન...
રાજયના 12 જિલ્લાઓમાં 50 ટકા જેટલી વરસાદની ઘટ જોવા મળી રહી છે. રાજયમાં અત્યાર સુધીમાં 49.95 ટકા જેટલો વરસાદ થયો છે. જયારે...
કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે કેન્દ્ર સરકારના કર્મચારી અધિકારીઓ અને પેન્શનરોને અત્યાર સુધી ૧૭ ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવતું...
સુરત (surat)ના પાંડેસરા વિસ્તારમાં માતા-પિતા (parents) માટે લાલબટ્ટી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, માતા (mother)ની ગેરહાજરીમાં એક ચાર વર્ષની બહેને (sister) 2...
લંડન : ભારતીય ટીમ (Indian cricket team)ના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Ravi shastri)નો આરટી-પીસીઆર ટેસ્ટ (Rt-pcr test)નું પરિણામ પણ પોઝિટિવ (positive) આવ્યું...
હવામાનની આગાહી: ચોમાસા (monsoon)એ દેશમાં ફરી એકવાર દિશા બદલી (change direction) છે, જેના કારણે દેશના ઘણા રાજ્યોમાં હવામાન (weather)ની પેટર્ન પણ બદલાઈ...
તાલિબાન (Taliban) અંકુશિત અફઘાનિસ્તાન (Afghanistan)માં યુનિવર્સિટીના વર્ગો (university class) શરૂ થયા, પરંતુ “અલગ થવાના પડદા” સાથે. ટ્વિટર (twitter) પર સ્થાનિક ન્યૂઝ ચેનલો...
સુરત (SURAT)ના વરાછા પોલીસ (VARACHHA POLICE)ના ડી સ્ટાફે પ્રોહીબીશનના કેસમાં ઝડપાયેલા વરાછામા ડાયમંડ ફેક્ટરીના વોચમેનને માર મારવામાં વધુ વિવાદ વકર્યો છે. વોચમેનને...
સુરત: ક્લોક ટાવર (clock tower) 2021માં બાંધકામનાં 150 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યો છે. ક્લોક ટાવર એ સુરત (Surat) શહેરના સૌથી જૂના...
સુરત: ખટોદરા હાઉસીંગ બોર્ડ તરફથી બાંધવામાં આવેલી મિલકત (Property)માં આવેલા ગ્રાઉન્ડ ફ્લોર (ground floor)થી નોંધાયેલા ફ્લેટમાં કોંગ્રેસ (congress)ના પૂર્વ કોર્પોરેટર (former councilor)...
દેશમાં કોરોના વાયરસ (corona virus)ના બીજા મોજા (second wave)ની અસર હજુ પૂરી રીતે સમાપ્ત થઈ નથી. દરમિયાન, અન્ય વાયરસે તેના પગ પેસારો કરવાનું...
સુરત : આવતા સપ્તાહે સુરત (Surat)ના સૌથી મોટા ગણાતા ગણેશોત્સવ (Ganeshostav)નો રંગે ચંગે પ્રારંભ થઇ રહ્યો છે. ગયા વર્ષે કોરોના (corona)ના કારણે...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
અમેરિકાનું ન્યૂયોર્ક મહાનગર એ ઘણા બધા અતિધનિક લોકોનો વસવાટ ધરાવતું શહેર છે. આખી દુનિયામાં મકાનો અને ઓફિસોના સૌથી ઊંચા ભાવ કદાચ ન્યૂયોર્કમાં જ હશે. ગગનચુંબી ઇમારતો અને વૈભવી મોટરકારોથી ઉભરાતું આ શહેર ઘણા બધા ધંધા-ઉદ્યોગની કચેરીઓથી ધમધમે છે અને સામાન્ય સંજોગોમાં દુનિયાભરમાંથી લાખો લોકો દર વર્ષે આ શહેરની મુલાકાતે આવતા હોય છે. પરંતુ હાલમાં અમેરિકા પર ફૂંકાયેલા ઇડા નામના એક વાવાઝોડાએ આ ધનવાન શહેરને અણઘારી રીતે પીંખી નાખ્યું છે.

કેરેબિયન વિસ્તાર પરથી આવીને અમેરિકામાં સૌપ્રથમ લુસીઆના રાજય પર ત્રાટક્યા બાદ ઇડા વાવાઝોડાએ આગળ વધીને નોર્થઇસ્ટમાં હાહાકાર મચાવી દીધો હતો. અમેરિકાના પૂર્વ કાંઠાના ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં તો કોઇએ ધાર્યુ નહીં હોય તે રીતે આ વાવાઝોડાએ નુકસાન પહોંચાડ્યું. અહીં વાવાઝોડાથી બહુ સખત પવનો તો નહીં ફૂકાયા પણ એટલો બધો વરસાદ ઠલવાયો કે અણઘારી રીતે પ્રચંડ પૂરની સ્થિતિ અહીં સર્જાઇ. સ્થાનિક સમય પ્રમાણે બુધવારે રાત્રે ન્યૂયોર્ક, ન્યૂજર્સી, પેન્સિલવેનિયા અને મેરિલેન્ડ વિસ્તારોમાં આ વાવાઝોડાને પગલે પડેલા ભારે વરસાદને કારણે અહીં પૂરની સ્થિતિ સર્જાઇ હતી. ન્યૂયોર્ક શહેરમાં તો આ વાવાઝોડાને કારણે ઐતિહાસિક પ્રમાણમાં વરસાદ પડ્યો હતો અને સખત પૂરના કારણે સબ-વેમાં પાણી ભરાઇ ગયા હતા, વાહનો અને કેટલાક ઘરો પણ ડૂબી ગયા હતા. વાવાઝોડાને લગતી ઘટનાઓમાં ન્યૂયોર્ક મહાનગરમાં ૧૩નાં મોત થયા હતા, તો ન્યૂજર્સીમાં ૨૬ મૃત્યુઓ નોંધાયા હતા.

બુધવારે મોડી સાંજે ન્યૂયોર્ક શહેર અને ન્યૂયોર્ક રાજ્યમાં કટોકટી જાહેર કરી દેવામાં આવી હતી. એમ કહેવાય છે કે ન્યૂયોર્કમાં મૃત્યુ પામેલા તમામ ૧૩ જણામાંથી ૧૧ના મોત તો એપાર્ટમેન્ટોના બેઝમેન્ટોમાં ભરાયેલા પાણીમાં ડૂબી જવાથી જ થયા છે. ન્યૂયોર્કના સબ-વે સ્ટેશનોમાં પાણી ઘૂસી ગયા હતા અને આખી સબ-વે સિસ્ટમ બંધ કરી દેવી પડી હતી. ન્યૂયોર્કની જાણીતી સબ-વે ટ્રેનોના પ્લેટફોર્મ પર ઉપરના ભાગેથી પ્રવેશેલુ પાણી જે રીતે ઝિકાતું હતું તેનો વીડિયો જોઇને આશ્ચર્ય થાય તેવું દ્રશ્ય હતું. બહુ આધુનિક અને સલામત ગણાતી આ સબ-વેના પણ કેવા બેહાલ પાણીનો પ્રચંડ પ્રવાહ કરી શકે છે તે આના પરથી સમજાઇ શકે છે. ન્યૂયોર્કના મોંઘાદાટ એપાર્ટમેન્ટોના બેઝમેન્ટોમાં જે રીતે પાણી ઘૂસી ગયા અને સંખ્યાબંધ લોકો આ પાણીમાં ડૂબીને મરી ગયા તેનાથી આ એપાર્ટમેન્ટોની ડિઝાઇન અંગે પણ પ્રશ્નો ઉઠ્યા છે. આ ધનાઢ્ય શહેરની ગટર સિસ્ટમ અંગે પણ આ પૂરને જોતા પ્રશ્નો ઉઠ્યા છે.

ન્યૂજર્સીમાં પણ ઘણી જાનહાનિ થઇ છે પણ તે મોટા અને છૂટાછવાયા વિસ્તારોમાં થઇ હોવાનું કહેવાય છે. ન્યૂયોર્ક અને ન્યૂજર્સી તથા આખા પૂર્વ કાંઠાના અનેક વિસ્તારોમાં આ વાવાઝોડા અને ભારે વરસાદ પછી જે વિનાશના દ્રશ્યો દેખાઇ રહ્યા છે તે અભૂતપૂર્વ પ્રકારના છે. નુકસાનીનો ચોક્સસ આંકડો આવતા હજી વાર લાગશે પણ તે ઘણો મોટો જ હશે એમ ચોક્કસ લાગે છે. આમ તો આ વાવાઝોડું લુસિઆના રાજ્યમાં ઘણો વિનાશ વેરશે એવી ધારણા હતી, પણ ત્યાં તેણે ઓછું નુકસાન કર્યું અને ન્યૂયોર્ક, ન્યૂજર્સી સહિતના પૂર્વ કાંઠાના વિસ્તારોમાં અણધાર્યું મોટું નુકસાન કર્યું. આ બાબત કુદરત સામે માણસની લાચારી પણ સૂચવે છે.