વડોદરા : શહેર નજીક આવેલા વાઘોડીયાના છેવાડે આવેલા પોપડીપુરા ગામ ખાતે એકલવાયું જીવન જીવતા ૭૦ વર્ષીય વૃધ્ધાની લાશ મળી આવતા ચકચાર સાથે...
વડોદરા : વડોદરા શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે.જેને કારણે શહેરની ચેપીરોગ હોસ્પિટલની ઓપીડીમાં પણ દર્દીઓનો ધસારો જોવા મળ્યો છે.હાલ ચેપીરોગ...
વડોદરા : વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક...
ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાનારી સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે તેના અધિકૃત ટ્વીટર પર...
વડોદરા : બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર હોવાનો આક્ષેપ ભાજપના ધારાસભ્યોએ આક્ષેપ મુકતા કોંગ્રેસ ગેલમાં આવી હતી. જિલ્લા કોંગ્રેસે બરોડા ડેરીના પૂર્વ ચેરમેન નરેન્દ્ર...
વડોદરા : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ કિશનવાડી પીડા વુડાના મકાન પાસે છેલ્લા એક અઠવાડિયાથી પીવાના પાણીની લાઈનમાં લીકેજ થતા આજ દિન...
કહેવાય છે ને વિધ્નહર્તા ગણપતિની આરાધના માત્રથી તમામ સમસ્યાઓ દુર થઈ જાય છે. આપણા દેશમાં દેવી-દેવતાઓ પહેલા ગણપતિ પૂજાય છે. ભક્તો જેટલી...
વડોદરા : કારેલીબાગના પીએસઆઈને બચકા ભરનાર કુખ્યાત બૂટલેગર હસન સુન્નીએ ચકચારી વીડિયો વાયરલ કરતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. મનોજ કહાર,...
યુવા વર્ગ અને બાળકો માટે લાભદાયી અનોખી સ્પર્ધા. જૈન સમુદાયે આ સરસ મજાનો પ્રયોગ અજમાવ્યો છે. એમણે એક સ્પર્ધા 23 જુલાઇએ શરૂ...
તાજેતરમાં કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગની સહાયથી ચાલતી, સ્વાયત્ત કહેવાતી અને ઐતિહાસિક સંશોધનને પ્રોત્સાહન આપતી સંસ્થા નામે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ હિસ્ટોરિકલ રિસર્ચ એ...
‘વહેમ એ એક એવો ભયંકર રોગ છે જેની દવા હજુ સુધી કોઈ બનાવવા શક્તિમાન થયું નથી બિલાડી આડી ઊતરી તેથી એક ભાઈ...
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આખા દેશમાં બધા માટે એક જ કાયદો લાગુ પડે એની હિમાયત કરે છે અને કેટલાંક ક્ષેત્રોમાં આનો...
છેલ્લાં ત્રણ વર્ષમાં દેશમાં કુલ 5221 લોકોના જ્યુડિશિયલ કસ્ટડીમાં મોત નીપજ્યાં હતાં.# ભારત આરોગ્ય પાછળ જીડીપીના માત્ર 1.26 ટકા જ ખર્ચે છે.# ...
એક વાર અમુક અમેરિકન યાત્રીઓ વેટિકન સિટીના પોપને મળવા ગયા.થોડી વાતો થઇ. વાતમાંથી વાત નીકળતાં પોપે એક અમેરિકન યાત્રીને પૂછ્યું, ‘તમે ફ્રાન્સમાં...
લગભગ બેએક દાયકા પહેલાં અમેરિકન સંગીતકાર રાય કૂડરે કયૂબાની મુલાકાત લીધી હતી. તેમનો ઇરાદો કયૂબાના એ મહાન સંગીતકારને ફરી મળવાનો હતો, જેઓ...
ભારતનો ચંદ્રયાન-૨ પ્રોજેક્ટ એ અતિમહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હતો અને આ પ્રોજેક્ટ પર વર્ષોથી કાર્ય ચાલી રહ્યું હતું. ચંદ્રયાન-૨ પ્રોજેક્ટનો એક મહત્વનો હેતુ ચંદ્રની...
ગણેશચતુર્થીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે સુરતીઓએ ફરી એક વખત સેલિબ્રેશનની તૈયારીઓ શરુ કરી દીધી છે. સરકારે આ વર્ષે ગણપતિની ૪...
આજે તો આપ સૌ કોઈ બાપાના વધામણાં કરવામાં બીઝી હશો. અરે કેમ ના હોય ભાઈ !!! બે વર્ષ બાદ બાપ્પાને વેલકમ કરવાનો...
મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra)માં ગણેશ મહોત્સવ (Ganesh mahotsav) અંગે 10-19 સપ્ટેમ્બરથી કલમ 144 લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય ભક્તો ગણપતિના મંડપમાં...
સરકાર દ્વારા વિવિધ ખેત પેદાશોના લઘુતમ ટેકાના ભાવની મોટી મોટી જાહેરાતો કરવામાં આવી રહી છે, પરંતુ હકીકતમાં તે નર્યું જુઠાણું છે. ખરેખર...
જાપાનના મુંબઈ સ્થિત નવનિયુક્ત કોન્સયુલ જનરલ ડો. ફૂકહોરી યાસુકાતાએ ગુરુવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૌજન્ય મુલાકાત લીધી હતી.રૂપાણી સાથેનીઆ બેઠકમાં જાપાનના કોન્સયુલ...
સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં અનરાધાર વરસાદ પડ્યો હતો. જેમાં બુધવારે મોડી રાતથી સવાર સુધીમાં ખાસ્સો વરસાદ પડ્યો હતો. કુતિયાણામાં બુધવારે રાત્રી ૮...
અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ભૂમિપૂજન કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે ખેડૂતોની આવક વધે...
કોરોનાની પહેલી કે બીજી લહેર દરમ્યાન રાજયમાં અનાથ થયેલા બાળકો તેમજ માતા કે પિતા બેમાંતી કોઈ એકને ગુમાવનાર બાળકોને સહાય આપવાની મુખ્યમંત્રી...
સુરત: (Surat) ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના રેઈન ગેઝ સ્ટેશનો ઉપર છેલ્લા ત્રણેક દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. વીતેલા...
ENG vs IND 5 મી ટેસ્ટ: ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team)ના જુનિયર ફિઝિયો (physio) યોગેશ પરમારે કોવિડ -19 (COVID-19) માટે સકારાત્મક...
દિલ્હી: (Delhi) વર્ષ 2021-22 માટે આવકવેરા રિટર્ન (IT Return) ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ...
કેરળ (Kerala)ના એક કેથોલિક બિશપે ગુરુવારે કહ્યું કે રાજ્યમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી છોકરીઓ (Christian girls) “લવ જેહાદ અને નાર્કોટિક જેહાદ”ના જાળ (love...
નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં આજે પણ વરસાદ યથાવત રહેતા ખેરગામ અને ગણદેવીમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો હતો. નવસારી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (MP modi) આજે 13 મી બ્રિક્સ સમિટની અધ્યક્ષતા કરી રહ્યા છે. કોરોના (corona) રોગચાળાને કારણે, આ સમિટ (Brics summit)...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
વડોદરા : શહેર નજીક આવેલા વાઘોડીયાના છેવાડે આવેલા પોપડીપુરા ગામ ખાતે એકલવાયું જીવન જીવતા ૭૦ વર્ષીય વૃધ્ધાની લાશ મળી આવતા ચકચાર સાથે ચર્ચાએ જોર પકડયું હતું. ત્યારે ઘટના અંગે પોલીસે ઘટના સ્થળે જઇ તપાસ કરતા વૃધ્ધાની હત્યા કરી હોવાનું અનુમાન સાથે તપાસનો દોર શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન વૃદ્ધાના પૌત્રએ વૃદ્ધાની બે વીઘા જમીન માટે હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જોકે પોલીસે ગણતરિના કલાકોમાં જ હત્યારા પૌત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાઘોડીયાના પોપડીપુરા ગામે વેસ્તીબેન રતિલાલ નાયક એકલવાયું જીવન જીવી પોતાનું જીવન વીતાવતા હતા. પાંચ વર્ષે પૂર્વે તેમના પતિનું અવસાન થયું હતું. વેસ્તીબેને પોતાની ગામની સીમમાં આવેલી વડીલો પાર્જીત બે વીઘા જમીન બાજુમાં રહેતા રમેશભાઈ કાનજીભાઈ પરમારને રૂ. 2.25 લાખમાં છેલ્લા ૨૦ વર્ષથી ગીરે પેટે આપી હતી. જે જમીનમાં હાલ રમેશભાઈ ખેતી કામ કરી રહ્યં છે. આ જમીન અંગે વૃધ્ધાનો પૌત્ર વિક્રમ અવાર નવાર દાદી સાથે તકરાર કરી જમીન પોતાના નામે કરાવવા માટે ઝગડો કરી માર મારતો હતો.
ચાર દિવસ પહેલા પણ વિક્રમ દાદી સાથે રહેવા આવ્યો હતો. ગત રાત્રે વેસ્તીબેન નજીકમાં રહેતા જીતેન્દ્રભાઈને ત્યાં જમવાનું લેવા ગઈ હતી. ત્યારે પણ વિક્રમ જમીન પોતાના નામે કરાવવા બાબતે વેસ્તીબેન સાથે ઝગડો કરી બીભત્સ ગાળો આપવા લાગ્યો હતો. દરમિયાન રાત્રે બે વાગ્યે ફરીથી વેસ્તીબેન સાથે ઝગડો કર્યો હતો અને જમીન પોતના નામે કરવા જણાવ્યું હતું. જો કે ત્યારે તકરારએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પૌત્ર વિક્રમે બે વીઘા જમીન માટે દાદીને માર માર્યા બાદ તેને સંતોષ ન વળતા તેણે દાદીનું ગળું દબાવી હત્યા કરી ત્યાંથી ફરાર થઇ ગયો હતો.
વહેલી સવારે ગામના લોકો વૃધ્ધા વેસ્તીબેનના મૃતદેહને જોઇને ગ્રામજનોએ આ અંગેની જાણકારી પોલીસને આપતા પોલીસે ઘટના સ્થળે ધસી જઇ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં વેસ્તીબેનની હત્યા થઇ હોવાનું જણાઇ આવતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે મોકલી કાયદેસરની કાર્યવાહી ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે ગ્રામજનોના નિવેદન લીધા બાદ ફુલપુરી ગામમાં રહેતા સબંધીને ત્યાં જતા રહેલા વિક્રમની અટકાયત કરી હતી. અટકાયત કર્યાબાદ પુછપરછ કરતા વિક્રમે જ જમીન માટે દાદીનું ઢીમ ઢાળી દીધા હોવાનું કબૂલ કરતા પોલિસે પૌત્ર વિક્રમ નાયકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.