Dakshin Gujarat

નવસારી જિલ્લામાં મેઘમહેર યથાવત: ખેરગામ-ગણદેવીમાં 1-1 ઇંચ વરસાદ

નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં આજે પણ વરસાદ યથાવત રહેતા ખેરગામ અને ગણદેવીમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો હતો. નવસારી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વરસાદ (Rain) પડી રહ્યો છે. જોકે આજે નવસારીમાં વરસાદી ઝાપટાઓ જ પડ્યા હતા. જેથી ગત બુધવારે સાંજે 6 વાગ્યેથી ગુરૂવારે સાંજે 6 વાગ્યે સુધી ખેરગામ તાલુકામાં 25 મી.મી. (1 ઇંચ), ગણદેવી તાલુકામાં 25 મી.મી. (1 ઇંચ), નવસારી તાલુકામાં 18 મી.મી., ચીખલી તાલુકામાં 14 મી.મી., જલાલપોર તાલુકામાં 10 મી.મી. અને વાંસદા તાલુકામાં 9 મી.મી. વરસાદ નોંધાયો હતો.

ગુરૂવારે મહત્તમ તાપમાન (Temperature) નહીવત વધારા સાથે 30.1 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન પણ નહીવત વધારા સાથે 22.8 ડિગ્રી નોંધાયું હતું. આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 96 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 93 ટકા જેટલું ઊંચું રહ્યું હતું. આજે પવનોએ દિશા બદલતા દક્ષિણ-પશ્ચિમ દિશાએથી 9.3 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.

દાદરા નગર હવેલીમાં દોઢ ઇંચથી વધુ વરસાદ
સેલવાસ : દાદરા નગર હવેલીમાં દોઢ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. જેમાં સેલવાસ વિસ્તારમાં 34.2 મી.મી. એટલે કે 1.35 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ખાનવેલ વિસ્તારમાં 12.1 મી.મી. એટલે કે 0.48 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે સિઝનનો કુલ વરસાદ સેલવાસમાં 1630.8 મી.મી. એટલે કે 64.20 ઇંચ અને ખાનવેલમાં 1883.2 મી.મી. એટલે કે 74.14 ઇંચ વરસાદ થયો છે. મધુબન ડેમનું લેવલ 77.45 મીટર છે. ડેમમાં પાણીની આવક 8971 ક્યુસેક અને પાણીની જાવક 6093 ક્યુસેક છે.

Most Popular

To Top