Charchapatra

વહેમની દવા શિક્ષણ

 ‘વહેમ એ એક એવો ભયંકર રોગ છે જેની દવા હજુ સુધી કોઈ બનાવવા શક્તિમાન થયું નથી બિલાડી આડી ઊતરી તેથી એક ભાઈ પાંચ મિનિટ પછી નીકળ્યા. પરિણામે પરીક્ષામાં મોડા પડયા. તેથી પરીક્ષામાં બેસવા દેવામાં ન આવ્યા. આમાં વાંક કોનો બિલાડીનો કે બીજા કોનો? પણ વધુ ઢગલાબંધ બાબતો ઘણા બધાના જીવન સાથે બરાબરની જોડાઈ ગઇ છે. આપણને મળેલું શિક્ષણ આ બધી માન્યતામાંથી મુક્તિ મળે એટલા માટે બનેલું હતું. પરંતુ ઘણું બધું ભણ્યા પછી પણ વહેમમાંથી મુક્તિ મળતી નથી. કોઇ પણ બાબત વૈજ્ઞાનિક રીતે જાણ્યા સમજ્યા સિવાય આંખો બંધ કરીને માની લેવાની હોતી નથી. એટલું જ નહીં આપણી આજુબાજુમાં આવું કરનારની આંખો ખોલવાનું સેવા કૃત્ય આપણે કરવાનું.
અમરોલી – આરતી જે. પટેલ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top