સુરત: ગુજરાત હાઇકોર્ટના (Gujarat Highcourt) ચીફ જસ્ટિસના (Chief justice) સમાવેશ સાથેની હાઇકોર્ટની ડબલ બેંચમાં સુરત એરપોર્ટના (Surat Airport)વેસુ તરફના રન-વેને (Run way)...
સુરત: (Surat) પલસાણા સચિન (Palsana Sachin Highway) હાઇવે પર આવતા ગુડ્સ વાહનો સચિન જીઆઇડીસીમાં (Sachin GIDC) લઇ જવા માટે આજથી સંપૂર્ણપણે ગેટ...
સુરત: શહેરના રાંદેર પોલીસમાં હત્યાની (Murder) સજા કાપી રહેલા આરોપીને સબજેલમાંથી કોર્ટમાં લવાયો હતો. ત્યારે તેની પત્ની ત્યાં મળવા પહોંચી જતા પોલીસે...
ગ્લોબલ એક્શન પ્લાન, રીસેટ ઑસ્ટ્રેલિયા વગેરે દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ કૌભાંડો અને નાગરિકોથી લઈ બાળકો સુધીની ગોપનીયતાને ખતમ કરવા માટે...
એશિઝ સિરીઝ પહેલા ઓસ્ટ્રેલિયન (Australia Cricket) ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમના કેપ્ટન ટીમ પેને (Captain Tim Paine) પોતાના...
નવી દિલ્હી: (New Delhi) દર વર્ષે શિયાળો (Winter) શરૂ થાય ત્યારે દિલ્હીની ઝેરીલી હવાની (Air Pollution) ચર્ચા ચારેકોર ઉઠતી હોય છે. દિલ્હીના...
સુરત: (Surat) સુરત મનપાના નગરસેવકો (Corporators ) તેમજ તમામ પદાધિકારીઓને શહેરમાં લોક સુવિધાનાં કામો માટે ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેમાંથી નગરસેવકો...
નવી દિલ્હી: આજે શુક્રવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) રાષ્ટ્રજોગ સંબોધન કરીને ત્રણેય કૃષિ કાયદાઓ (Farmers Law) પાછા ખેંચી લેવાની...
સુરત: (Surat) નવી સિવિલ (New Civil) ચાર રસ્તા પાસે આજે સવારે એક દારૂડિયાની જાહેરમાં ધોલાઈ થઈ હતી. બે ભાઈઓ વચ્ચેના ઝઘડામાં એકબીજાને...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) શુક્રવારે સવારે 9 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કર્યું. આ દરમિયાન તેમણે ત્રણેય કૃષિ કાયદાઓ (Farmers...
સુરત : (Surat) દિગ્ગજ ક્રિકેટર (Cricketer) સચીન તેંડુલકર (Sachin Tendulkar) સુરતનો મહેમાન (Guest) બને તેવા સંજોગો ઉભા થયા છે. શહેરમાં આગામી દિવસોમાં...
સુરત: (Surat) સુરત શહેરની સૌથી જૂની અને જાણીતી હકીમ ચીચી (Hakim Chichi) પેઢીના શેખ અબ્દુલ હકીમ હકીમચીચીવાલા ચાચાનું નિધન (ઈન્તેકાલ) થયું છે....
નવી દિલ્હી: (New Delhi) આજે સવારે રાષ્ટ્રજોગ સંબોધન કરતી વેળા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ત્રણેય કૃષિ કાયદા (Farmers Law) પાછા...
એક અભિનેત્રીએ આઝાદીની ચળવળ માટે કહેલી વાતે આ સપ્તાહે મોટા સમાચારનું સ્વરૂપ ધારણ કર્યું છે. તેને કંઇક એવું લાગ્યું છે કે ભારતની...
નડિયાદ: આણંદ- ખેડા જિલ્લામાં એકાએક પલ્ટાયેલાં વાતાવરણ વચ્ચે ગુરૂવારે સવારના સમયે ડાકોર પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેને પગલે ખેડુતો ચિંતીત બન્યાં...
ડાકોર: સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર સદીઓ પૂર્વે ડંકપુરના નામે ઓળખાતું હતું. તે વખતે ડંકપુર ગામમાં વિજયસિંહ બોડાણા રહેતાં હતાં. ક્ષત્રિય કુળમાં જન્મેલા વિજયસિંહ...
આણંદ : બોરસદ તાલુકાના દહેવાણ ગામમાં આવેલા છીણાપુરા ગામની સીમમાં દીપડાએ દેખાતા ફફડાટ ફેલાઇ ગયો છે. આ અંગે વન વિભાગને જાણ કરતાં...
વડોદરા: આજે કાર્તિકી પૂર્ણિમાને દિવસે ભગવાન નારસિંહજીના તુલસીજી સાથે લગ્ન લેવાશે. ત્યારે વર્ષોથી ચાલી આવતી પતમોરા મુજબ નરસિંહજીના મંદિરેથી વરઘોડો પ્રસ્થાન થશે...
પાદરા : પાદરા ના ચોકારી ગામે અગાઉના પ્રેમ સંબંધ ની અદાવત રાખી ગુનાહિત કાવતરું રચી લાકડી વડે ઢોર માર મારી ગુપ્તાંગ પર...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રકાશ પર્વ નિમિત્તે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું અને આ દરમિયાન તેમણે ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની...
નવી દિલ્હી: 14 મહિના બાદ આખરે નરેન્દ્ર મોદી સરકાર ખેડૂત આંદોલન સામે નમી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે 9 વાગ્યે રાષ્ટ્રજોગ...
કેન્દ્ર સરકારે જે હોસ્પિટલોમાં પુરતુ માળખું હોય તેવી હોસ્પિટલોમાં સૂર્યાસ્ત પછી પણ શબ પરીક્ષણની પ્રક્રિયા કરવાની છૂટ હવે આપી છે. જો કે...
સુપ્રીમ કોર્ટના આદેશ પછી ભારત સરકારે કોરોના મહામારીમાં પ્રાણ ગુમાવનારા લોકોનાં સ્વજનોને યોગ્ય વળતર ચૂકવવાની પ્રક્રિયા શરૂ કરી છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન...
એક વ્યક્તિ ભગવાન બુદ્ધનો ઉપદેશ સાંભળવા રોજે રોજ આવતો અને બહુ જ ધ્યાનથી તેમની વાતો સાંભળતો. લગાતાર એક મહિના સુધી તે રોજ...
સીબીઆઈના (CBI) દરોડાથી ખ્યાલ આવે છે કે આપણા દેશમાં અને દુનિયામાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીનું (Child Pornography) કૌભાંડ કેટલું વ્યાપક બની ગયું છે. આ...
હાલ થોડા દિવસ પર સોશ્યલ મીડિયામાં કોરોના કાળ દરમિયાન સુદર્શન ચૂર્ણ , કાઢા વગેરે દેશી અને આયુર્વેદિક ઉપાયોની સફળતા બાબતે વાતો વાંચવામાં...
આપણે ત્યા વરસોથી એક કહેવત છે કે માણસને બોલતા તો આવડી જાય છે પણ કયારે બોલવુ? સુ બોલવું? કેવી રીતે બોલવુ? ક્યા...
અલ્પવિકસિત દેશોની યાદીમાં ભારતનો સમાવેશ થાય. દેશમાં 70 ટકા લોકો ગરીબી રેખા હેઠળ જીવન વ્યતીત કરે છે. શિક્ષણ મેળવવાનો તમામને અધિકાર હોવા...
રાજ્યમાં ગુરૂવારે કોરોનાના કેસોમાં ગઈકાલ કરતાં ઘટાડો નોંધાયો છે. બુધવારે રાજ્યમાં 54 કેસો નોંધાયા હતા. જેમાં ગુરૂવારે ઘટીને 44 કેસ થયા છે....
ગાંધીનગર: (Gandhinagar) અરબી સમુદ્રમાં ઉદભવેલા લો પ્રેશરને કારણે ગુજરાત પર ગુરૂવારે દિવસ દરમ્યાન વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. જેના પગલે રાજ્યમાં (Gujarat) 93...
AI ઇમ્પેકટ સમિટ 2026માં,100થી વધારે દેશો અને 400થી વધારે કંપનીઓ લેશે ભાગ
કાલોલમાં ‘નેત્રમ વિશ્વાસ પ્રોજેક્ટ–૨’નો શુભારંભ
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કારની અડફેટે દીપડાનું મોત
ભારતીય પાસપોર્ટે માર્યો ભૂસકો, 85થી પહોંચ્યો 75માં સ્થાને
BCAની ચૂંટણી, મતદારોમાં ઉત્સાહ,સિનિયર સિટીઝનની તબિયત લથડી
મહાશિવરાત્રી પર્વે સુરત ગુંજ્યું ‘બમ બમ ભોલે’ના નાદથી
વર્લ્ડ ટૂરનો સંદેશ‘લોખંડી પક્ષી’હવે ગુજરાતના આકાશમાં!
અમદાવાદ–વડોદરા એક્સપ્રેસ હાઇવેને 6 લેન કરવાનો માર્ગ મોકળો
મૌનની ચીસને મળ્યો ન્યાય,સાઇન લેંગ્વેજ બન્યું સાક્ષી,સુરત પોલીસે આરોપીને જેલભેગો કર્યો
દહેજમાં આવેલ એલીવસ લાઈફ સાયન્સમાં લાગેલી આગ, 3 કામદારો દાઝ્યા
ઢાકામાં ઐતિહાસિક ક્ષણ,તારિક રહેમાનના શપથ સાથે દક્ષિણ એશિયામાં નવી રાજકીય દિશા
પૂ. મહંત સ્વામીએ સર્વેશ્વર મહાદેવની પ્રતિમા તેમજ શિવજી કી સવારીની પ્રતિકૃતિનું પૂજન-અર્ચન કર્યું
Omar Abdullahની ચિંતા: US વેપાર કરારથી કાશ્મીરના ફળ બજારમાં વધશે સ્પર્ધાનો તાપ
વડોદરા શહેર કોંગ્રેસે સંગઠનનું ‘ કદ ‘ ઘટાડ્યું, હવે 122 હોદ્દેદાર !
India vs Pakistan: કેપ્ટન સૂર્યકુમારે હાથ મિલાવવા અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા કહ્યું- બસ થોડી રાહ જુઓ
વડોદરાના રિયલ એસ્ટેટમાં ‘બ્રેક’: પ્રોપર્ટીના વેચાણમાં 19%નો મસમોટો ઘટાડો!
વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા યુવા નેતૃત્વને પ્રોત્સાહન
પ્રમુખ પદ માટે કિરણ મોરેને પ્રણવ અમીનનો ખુલ્લો સમર્થનપત્ર
અઝરબૈજાનમાં આણંદના બે યુવાનોના અપહરણમાં મુંબઈથી ત્રણ એજન્ટોની ધરપકડ
હર હર મહાદેવના નાદ સાથે વડોદરા ઝગમગ્યું, સુરસાગરના કિનારે રચાશે ભક્તિનો મહાકુંભ
આવતીકાલે BCAની ચૂંટણીમાં પ્રતિષ્ઠાનો જંગ
દેવગઢ બારીઆમાં કોલેજ પાછળ આવેલા સંપમાં દીપડો ખાબક્યો
ત્રિવેન્દ્રમ કોર્પોરેશનની ટીમની વડોદરા મહાનગરપાલિકા ખાતે અભ્યાસ મુલાકાત
હવે દિલ્હીથી પૂર્વાંચલ સુધીની મુસાફરી સરળ બનશે: UPમાં ત્રણ મુખ્ય એક્સપ્રેસવે ખુલવા જઈ રહ્યા છે
PM મોદી વાયુસેનાના વિમાનમાં આસામ હાઇવે પર ઉતર્યા: આવું કરનાર પ્રથમ વડા પ્રધાન
વડોદરામાં બેફામ વાહનચાલકોનો આતંક, હવે તો ખાખી પણ અસુરક્ષિત
પાકિસ્તાનના કેપ્ટને કહ્યું: હાથ નહીં મિલાવવાનો જવાબ મેચમાં આપશે, કાલે કોલંબોમાં મેચ
‘હવે આપણે આઝાદ છીએ, તાનાશાહી નહીં ચાલે…’, PM બનતા પહેલા તારિક રહેમાનની ચેતવણી
165 ગ્રામ સોનાના દાગીના જપ્ત લિંબાયત વિસ્તારમાં મિલકત ગુનાખોરીને લગામ
વડોદરા : કાર પરત નહીં આપી ફરાસખાના વેપારી સાથે ઠગાઈ
સુરત: ગુજરાત હાઇકોર્ટના (Gujarat Highcourt) ચીફ જસ્ટિસના (Chief justice) સમાવેશ સાથેની હાઇકોર્ટની ડબલ બેંચમાં સુરત એરપોર્ટના (Surat Airport)વેસુ તરફના રન-વેને (Run way) નડતરરૂપ બિલ્ડિંગના (Building ) બાંધકામો તોડવાના મામલે કેસ અંતિમ તબક્કામાં પહોંચ્યો હતો. જેમાં દિવાળી (Diwali) પહેલા હાઇકોર્ટની ડબલ બેંચે 30 નવેમ્બરે સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) અને ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (Civil Aviation) વિભાગને ડિમોલિશનને (Demolition) લગતો કોમ્પલાયન્સ અને એક્શન ટેકન રિપોર્ટ જમા કરાવવા આદેશ આપ્યો હતો. પરંતુ એકપણ ઓથોરિટીએ રિપોર્ટ જમા નહીં કરાવતા હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી હતી.
30 નવેમ્બરના રોજ ડબલ બેંચમાં મેટર ચાલે તે પહેલા બિલ્ડરો દ્વારા અસરગ્રસ્ત ફલેટ હોલ્ડરોને હાઇકોર્ટની સિંગલ બેંચમાં ચાલી રહેલા કેસની હકીકત જણાવ્યા વિના દાદ માંગવામાં આવતા હાઇકોર્ટની સિંગલ બેંચે 22 નવેમ્બરના રોજ અસ્થાયી સ્ટે આપી દીધો હતો. અને તેને આધાર બનાવી DGCA અને સુરત મનપાએ ડબલ બેંચની 30 નવેમ્બરની સુનાવણીમાં કોમ્પલાયન્સ રિપોર્ટ અને એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા પર હાથ ઊંચા કરી દીધા હતાં. આ મામલાને પીટિશન કરતા વિશ્વાસ ભાંભુરકરે ગંભીર પ્રકારનો મામલો ઘણી ડબલ બેંચને જાણ કરી છે. અને 2 ડિસેમ્બર સુધી ડબલ બેંચ સમક્ષ પાલિકા કે DGCA કોઇ રીપોર્ટ રજૂ નહીં કરે તો કન્ટેમ્પટ ઓફ કોર્ટની કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

ઓગસ્ટમાં હાઇકોર્ટની ડબલ બેંચે આ આદેશ આપ્યો હતો
આ પીટિશનમાં 29 પ્રોજેક્ટના 198 બિલ્ડિંગ અને 8064 ફલેટ પૈકી 1440 ફલેટ અસરગ્રસ્ત બની શકે છે. દિવાળી પહેલા ઓગસ્ટમાં હાઇકોર્ટની ડબલ બેંચે 30 નવેમ્બર સુધી કોમ્પલાયન્સ રીપોર્ટ રજૂ કરવા અને 2 નવેમ્બર સુધી નડતરરૂપ બાંધકામો દૂર કરી એક્શન ટેકન રીપોર્ટ રજૂ કરવા પાલિકા અને DGCAને નોટીશ આપી હતી તથા જિલ્લા કલેક્ટરને મોનીટરીંગ ઓથોરીટી તરીકે સંકલન કરવા આદેશ આપ્યો હતો. આ પ્રકરણ કોર્ટમાં આવ્યું ત્યારે બંને ઓથોરીટીએ બિલ્ડરો અને ફલેટધારકોને નોટિસો પાઠવી હતી તે પછી કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પાલિકાએ કોર્ટમાં 2 ડિસેમ્બરની હીયરિંગ માટે તૈયારી દર્શાવી છે.

હાઇકોર્ટના સિંગલ બેંચના ચૂકાદા પ્રમાણે 2 ડિસેમ્બર સુધી કોઇ બાંધકામ નહીં તૂટે
પાલિકાએ એવુ વલણ દાખવ્યું છે કે એરપોર્ટ ઓથોરીટીની (Airport Authority) એનઓસી (NOC) પછી ટીપી અને એફપીના માપ પ્રમાણે બાંધકામ થયું છે. જો કે મામલો કોર્ટમાં જતા બીયુસી (BUC) અટકાવી દેવામાં આવી છે. બંને ઓથોરીટીએ કોરોનાનું (Corona) બહાનું કાઢી આ મામલે કોઇ કાર્યવાહી નહીં કરી હોવાનો પીટીશન કરતા આક્ષેપ કર્યો છે. આ મામલો હવે 2 નવેમ્બરે હાઇકોર્ટની ડબલ બેંચમાં જશે પરંતુ સિંગલ બેંચના સ્ટેને જોતા કોઇ ફલેટ 2 ડિસેમ્બર સુધી તોડી શકાશે નહીં.