Gujarat

અમદાવાદમાં 9 સહિત રાજ્યમાં કોરોનાના નવા 44 કેસો

રાજ્યમાં ગુરૂવારે કોરોનાના કેસોમાં ગઈકાલ કરતાં ઘટાડો નોંધાયો છે. બુધવારે રાજ્યમાં 54 કેસો નોંધાયા હતા. જેમાં ગુરૂવારે ઘટીને 44 કેસ થયા છે. આ સાથે કોરોનાના કુલ કેસો વધીને 8.27 લાખ સુધી પહોંચી ગયા છે. રાજ્યમાં હાલમાં 312 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે તે પૈકી 6 દર્દીઓ વેન્ટિલેટર પર છે તેમજ 306 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. રાજ્યમાં 816710 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 10090 દર્દીઓનું મૃત્યુ થયું છે.

નવા 44 કેસો પૈકી અમદાવાદ મનપામાં 9 કેસ, વડોદરા મનપામાં 8 કેસ, સુપત મનપામાં 6 કેસ, કચ્છમાં 4 કેસ, જામનગર મનપામાં 3, વડોદરા જિ.માં 3, વલસાડમાં 3, રાજકોટ મનપામાં 2, સુરત જિ.માં 2, ભરૂચમાં 1, ભાવનગર મનપામાં 1, ગાંધીનગર મનપામાં 1 અને નવસારીમાં 1 એમ કુલ 44 કેસ નોંધાયા છે. જે રાજ્યમાં સારવાર દરમ્યાન 23 દર્દીને રજા આપી દેવાઈ છે. જ્યારે ગુરૂવારે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી.

રાજ્યમાં ગુરૂવારે 4.93 લાખ લોકોનું કોરોના સામે રસીકરણ કરાયું છે. જેમાં 45 વર્ષથી વધુ ઉંમરના 15229 લોકોને રસીનો પહેલો ડોઝ અને 45 વર્ષથી વધુ ઉંમરના 117244 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. તેવી જ રીતે 18થી 45 વર્ષના 44909 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 18થી 45 વર્ષના 313394 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 7,62, 27,200 લોકોને રસી આપવામાં આવી છે.

Most Popular

To Top