વડોદરા/સાવલી : પાદરા તાલુકાના વડુ ગામે પરિવારના વડિલના અંતિમ ક્રિયામાં ગયેલા સાવલી તાલુકાના ટુંડાવ ગામના ડોડીયા પરિવારને કારનો અકસ્માત નડતા ડ્રાઇવર સહિત...
સુરત : સરકારે સુસંગત નહીં હોવાનું જણાવ્યા છતાં પણ મનપા (SMC)ની ટીપી કમિટી (TP Committee)માં જાણીતા બિલ્ડર (builder) નરેશ શાહને રસ્તા (road)ની...
વડોદરા: એલએલબીની વિદ્યાર્થીને લેન્ડ લાઈઝનીંગની ટ્રેનિંગ લેવા નોકરીએ રાખીને પાશ્વી બળાત્કાર ગુજારનાર એકાઉન્ટન્ટ અશોક જૈનને ક્રાઈમ બ્રાંચે કોર્ટમાં રજૂ કર્યો હતો. અને...
વડોદરા : દૂધ ઉત્પાદકોને ભાવ ફેરના 27 કરોડ આપવાના નિર્ણય માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના અભિવાદન કાર્યક્રમ...
વડોદરા : વડોદરા શહેરમાં રોજ બરોજ પેટ્રોલનો ભાવ વધારતા હતા અને આજે 100 રૂ ની ઐતીહાસિક સપાટી વટાવી ત્યારે વડોદરા શહેર કૉંગ્રેસ...
સુરત: અત્યાર સુધી રેડીમેઇડ ગારમેન્ટ અને ફેબ્રિક્સના ઉત્પાદનમાં મુંબઇ, તિરુપુર અને લુધિયાણા અગ્રેસર હતાં પરંતુ ટેકનોલોજી અપગ્રેડેશન સ્કિમમાં ગારમેન્ટ સેક્ટરનો પણ સમાવેશ...
વડોદરા: ઉત્સવપ્રિય વડોદરા નગરીના યુવાધન જેની આતુરતાથી કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે નવરાત્રિ ઉત્સવનો પ્રારંભ થઇ ચુક્યો છે. કોરોના સંક્રમણને પગલે...
વડોદરા : વડોદરા શહેર નજીક ડભોઇ રોડ ઉપર આવેલ નવાપુરા રેલવે ફાટક પાસે વરસાદી પાણીથી ભરાયેલા ખાબોચિયામાંથી વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા...
વડોદરા : શહેર નજીક આવેલી કપૂરાઈ ગામમાં છેલ્લા 15 દિવસ ઉપરાંતના સમયથી દુષિત પીવાના પાણીના પ્રશ્ને ત્રાહિમામ પોકારી ઉઠેલા સ્થાનિક રહીશોએ વહીવટી...
નડિયાદ: કપડવંજ બસ ડેપોમાં એસ.ટી.બસના ચાલક તરીકે ફરજ બજાવતા બુધાભાઇ રાભાભાઇ સોલંકી (રહે.સોનારીયા, કપડવંજ) ની સવારે વિરણીયાથી અમદાવાદ રૂટ પર નોકરી હતી....
દાહોદ: દાહોદ તાલુકાના કઠલા ગામેથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલ એક દંપતિ પૈકી મહિલાના ગળામાંથી મોટરસાઈકલ પર સવાર થઈ આવેલ અજાણ્યા ચોર...
સુરત: સચિન GIDCની 18 મિલો (Mills)ની માંગણીને પગલે સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન (SGTPA) દ્વારા 1 થી 30 નવેમ્બર સુધી મિલો બંધ...
સંતરામપુર : મહિસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાની સરકારી સ્ટેટ હોસ્પિટલમાં ઓક્સીજન પ્લાન્ટનું લોકાર્પણ રાજય કક્ષાના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરના હસ્તે કરવામાં આવ્યું હતું....
ગયા રવિવારે લખમીપુરી ખેરીમાં ખેડૂતોને કાર (Lakhmipur Kheri Case) નીચે કચડી મારી નાંખવાના કેસમાં આખરે 6 દિવસ બાદ કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાનો...
આણંદ : કરમસદ ખાતે દેશી દારૂના અડ્ડા પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા બાદ બીજા દિવસે આણંદમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે ત્રાટકીને બ્રાન્ડેડ કંપનીની...
દાહોદ: દાહોદના રેલ્વે સ્ટેશન રોડ ખાતે હીટ એન્ડ રન કેસની ઘટના બનવા પામી છે જેમાં રાત્રીના સમયે ફુટપાટ પર મીઠી નિંદર માણી...
દાહોદ: દાહોદ શહેરમાં યાદગાર ચોક ખાતે આવેલ એક ટુર એન્ડ ટ્રાવેલ્સની દુકાનમાં અવૈધ રીતે રેલ્વેની ટીકીટનું વેચાણ થતું હોવાની માહિતી અપરાધ શાખા...
સામ્યવાદી ચીનની જમીનભૂખની કોઈ સીમા નથી. ૧૯૫૦ ના દાયકામાં ચીને કોઈ પણ જાતના યુદ્ધ વિના તિબેટનો કબજો લઈ લીધો હતો. તિબેટના લોકો...
ઉત્તર પ્રદેશના લખીમપુરમાં ખેડૂત આંદોલનમાં થયેલી અશાંતિ દરમ્યાન મંત્રી પુત્રે આડેધડ ગાડી ચલાવી જીવલેણ અકસ્માતો કર્યા. વાતાવરણ ગરમ છે. ઉત્તર પ્રદેશ સરકાર...
જગતમાં એવા માણસો છે કે જેમને અજ્ઞાનને લીધે વસ્તુને પારખતાં આવડતું નથી. એવા માણસોના હાથમાં સારી વસ્તુ જઇ પડે તો તેની કોડીની...
જળ એ જ જીવન છે. પાણી વગર આપણું જીવન શકય જ નથી. એ વાત આપણે બધા જાણીએ જ છીએ. પરંતુ શું આપણે...
સફળ અને સુખી વ્યક્તિનાં જીવનનાં રહસ્ય એક ચિંતકે અનેક અનુભવ પરથી તારવેલું સત્ય રજૂ કરું છું. સુખી અને સફળ વ્યક્તિ હંમેશા વિચારે...
દિક્ગજ : દિશાઓ ગજવનાર – આજકાલ દિગ્ગજ શબ્દનો ઉપયોગ વારંવાર થાય છે. કોરોના મહામારી દરમિયાન અનેક ક્ષેત્રની ઘણી વ્યકિતઓ મૃત્યુ પામી છે....
મોબાઈલ કંપનીઓ ભલે ગમે તેટલા દાવા કરે, પરંતુ નેટવર્કની બાબતમાં વાસ્તવિકતા કંઈ જુદી જ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભારતમાં ડીજીટલ ઈન્ડિયાના...
એક નાનકડું કુટુંબ …પતિ પત્ની અને બે બાળકો …..રાઘવ અને રીમા અને તેમનાં બે સંતાન કિયાન અને ક્રિષા…..મધ્યમવર્ગીય પરિવાર ..નાનકડું પણ સુંદર...
એનસીબી (NCB)ના પંચનામા અનુસાર, આર્યન ખાને (Aryan khan) એનસીબીના અધિકારીઓ સમક્ષ સ્વીકાર્યું છે કે તે ચરસ (Charas)નું સેવન કરે છે અને તેનો...
૧૯૩૧ માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વાર્ષિક સભા કરાંચીના બંદર શહેરમાં યોજાઇ હતી. વલ્લભભાઇ પટેલ પ્રમુખપદે ચૂંટાયા હતા. પોતાની પ્રવચનના પ્રારંભમાં જ વલ્લભભાઇ...
રાજકારણને ઘણી વાર શકયની કલા કહેવામાં આવે છે અને ઘણા કિસ્સાઓમાં અશકયની કલા પણ કહેવામાં આવે છે કારણ કે સત્તાની શોધમાં સાહસિક...
યુપીમાં ભાજપની સરકાર બની અને તેના મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથની વરણી થયા બાદ યોગી આદિત્યનાથ દ્વારા પ્રદેશમાં ભારે કડક વલણ અપનાવવામાં આવ્યું...
આગામી 2024માં લોકસભાની ચૂંટણીમાં ફરીથી વડાપ્રધાન તો નરેન્દ્ર મોદી બનશે , તેવો વિશ્વાસ કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહે વ્યકત્ત કર્યો હતો. નવરાત્રીના...
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં 2.8 તીવ્રતાનો ભૂકંપ, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
‘‘રેલવે આરક્ષણનું કૌતુક’’
આસામમાં રાજધાની એક્સપ્રેસ હાથીઓના ટોળા સાથે અથડાતાં 8 હાથીઓના મોત, એન્જિન સહિત 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા
વડોદરા/સાવલી : પાદરા તાલુકાના વડુ ગામે પરિવારના વડિલના અંતિમ ક્રિયામાં ગયેલા સાવલી તાલુકાના ટુંડાવ ગામના ડોડીયા પરિવારને કારનો અકસ્માત નડતા ડ્રાઇવર સહિત ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ બનાવને પગલે ટુંડાવ ગામમાં શોકની લાગણી વ્યાપી ગઇ હતી. આ બનાવની જાણ વડુ પોલીસને કરવામાં આવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ સાવલી તાલુકાના ટુંડાવ ગામે રહેતા રાબિયાબેન છત્રસિંહ ડોડીયા (ઉં.વ. 50), ભીખીબેન હિંમતસિંહ ડોડીયા (ઉં.વ. ૪૫) સહીત છથી સાત પરિવારના સભ્યો મારુતિ વાનમાં વડુ ખાતે રહેતાં સંબંધી રતનસિંહના સસરા મૃત્યુ પામ્યા હોવાથી તેમની અંતિમ ક્રિયા માટે ગુરૂવારે વડુ ગામે આવ્યા હતા. અંતિમ ક્રિયાનો પ્રસંગ પતાવી ડોડીયા પરીવારના સદસ્ય મારુતિ વાનમાં પરત સાવલી ટુંડાવ ગામે જવા માટે વડુથી નીકળ્યા હતા.

દરમિયાન, પાદરા તાલુકાના મહુવડ નવાપુરા ગામ પાસે અજાણ્યા ફોર વ્હીલ ચાલકે મારુતિ વાનને ટક્કર મારતા મારુતિ વાન પલટી મારી ગઇ હતી. આ બનાવમાં મારૂતિ વાનમાં સવાર રાબિયાબેન છત્રસિંહ ડોડીયા, ભીખીબેન હિંમતસિંહ ડોડીયા, તથા વાન ચાલાક વિજય સિંહ ડોડીયાને ગંભીર ઇજાઓ થવાથી તેમના મોત નિપજયા હતા. જ્યારે અન્ય વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ થવાથી પ્રાથમિક સારવાર સ્થાનિક સરકારી દવાખાનામાં આપ્યા બાદ વધુ સારવાર માટે અત્રેની સયાજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. એરેરાટીભર્યા અકસ્માતના આ બનાવની જાણ વડુ પોલીસને કરવામાં આવતા વડુ પોલીસ દ્વારા અજાણ્યા ફોરવ્હીલર ચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવે વડુ અને ટુંડાવ ગામમાં ગમગીની ફેલાવી દીધી હતી.
સાવલી તાલુકાના ટુંડાવ ગામના પરિવારને પાદરા જંબુસર રોડ પર નડેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ ઈસમોના મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી સાસુ અને વહુ નો સાથે જનાજો નીકળતા સમગ્ર ગામ હિબકે ચઢયું હતું. સાવલી તાલુકાના ટુંડાવ ગામે રહેતા ડોડીયા પરીવારના સંબંધીનું પાદરા તાલુકાના વડુ ગામે મૃત્યુ નિપજતા ત્યાં હાજરી આપી પરત ફરતી વેળાએ મહુવડ ચોકડી નજીક નવાપુરા પાટીયા પાસે મારુતિ વાન અને મારુતિ સીઆઝ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો કારચાલક ના બેફામ કાર ચલાવવા ના કારણે પસાર થતી મારૂતિ વાનમાં ભટકાતાં એક બાળક સહિત પાંચથી વધુ ઈસમોને ઈજા પહોંચી હતી.
જેમાં ઘટનાસ્થળે વાન ચાલક વિજયભાઈ નારસિંહ ડોડીયા ઉં 40રહે ટુંડાવ તાલુકો સાવલી નું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજયું હતું જ્યારે અન્ય ઇજાગ્રસ્ત ભીખીબેન હિંમતસિંહ ડોડીયા ઉંમર વર્ષ 80 અને રાબિયાબેન છત્રસિંહ ડોડીયા ઉ 48 બંને રહે ટુંડાવ તાલુકો સાવલી જીલ્લો વડોદરા ને વધુ સારવાર અર્થે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં બંનેનું મૃત્યુ નિપજતા કુલ મૃત્યુઆંક ત્રણ થયો હતો આમ કાર ના રૂપ માં યમરાજે એકજ પરિવાર ના ત્રણ સભ્યો ને ભરખી લીધા હતાઆજરોજ ટુંડાવ ગામે બંને મૃતક સાસુ વહુ નો જનાજો નીકળશે ભારે ગમગીની ભર્યા દ્રશ્યો સર્જાયા હતા અને સમગ્ર ગામ હિબકે ચડયું હતું એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુ નિપજતા વાતાવરણ માં ભારે આક્રંદ છવાયું હતું.