Top News

More Posts

   The Latest

Most Popular

વિદ્યા માલવડે એક સમયે એર હોસ્ટેસ હતી એટલે બ્યુટીફૂલ તો હતી જ. તેણે મોડેલીંગ કરવું શરૂ કર્યું અને વિક્રમ ભટ્ટ કે જે હંમેશા નવી અભિનેત્રીની શોધમાં હોય તેણે ‘ઈન્તેહા’માં અસ્મિત પટેલ સાથે તેને હીરોઈન બનાવી. એ સાયકલોજીલ થ્રીલર સફળ ન રહી પણ વિદ્યા કામે લાગી ગઈ. તમે શાહરૂખ ખાનની ‘ચક દે ઈન્ડિયા’ જોઈ હશે જેમાં તે વિદ્યા શર્માં હતી. પછી તો ‘કિડનેપ’, ‘તુમ મીલો તો સહી’, ‘નો પ્રોબ્લેમ’, 1920: એવિલ રિટર્ન્સ’ સહિતની ફિલ્મો આવી અને હમણાં ‘કોઈ જાને ના’માં પણ તે હતી પણ હીરોઈન અમાયરા દસ્તૂર હતી.

બસ, એટલે જ તે હવે વેબ સિરીઝમાં વધારે બિઝી રહે છે. આ એક જ વર્ષમાં તેની ચાર વેબસિરીઝ આવી ગઈ છે. ઈરોઝ નાવ પર ‘ફલેશ’, નેટફ્લિકસ પર ‘મિસમેરડ’, ‘એએલટી બાલાજી એન્ડ મીરા પર ‘હુઝા યોર ડેડી’ અને હમણાં ડીઝની પ્લસ હોટસ્ટાર પર ‘બામિની એન્ડ બોયસ’ પર તે આવી. સમજોને હવે તે વેબ સિરીઝમાં ગોઠવાય ગઈ છે. ‘ચક દે ઈન્ડિયા’ એ તેને ખૂબ લોકપ્રિય બનાવેલી પણ પછી મુખ્ય ભૂમિકા ઓછી મળવા માંડી એટલે તેણે ટી.વી. અને હવે વેબસિરીઝ પર નજર ઠેરવી છે.

‘1920’ ધ ઈવિલ રિટર્ન્સ’માં તે આફતાબ શિવદાસાનીની મા હતી અને ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ દૂબારા’માં ય તે હતી. વિદ્યા 2002માં અરવિંદ સિંહ બગ્ગાને તે પરણેલી પણ પતિનું અવસાન થયું. તે ફરી પરણી તે સંજય ડાયમાં સાથે પરણી છે. જેણે ‘લગાન’ની પટકા લખેલી ને સહાયક દિગ્દર્શક હતો. હવે વિદ્યા યોગમાં પણ નિષ્ણાંત બની ગઈ છે ને ભારત બહાર યોગના વર્કશોપ પણ કરાવે છે. મતલબ કે એર હોસ્ટેસ હજુ અનેક રીતે ઉડી શકે છે.

To Top