Top News

More Posts

   The Latest

Most Popular

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતિ સાથે 41 બેઠકો મળી હતી. પાટીલે કમલમ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ગાંધીનગર મનપામાં ભાજપ પાસે ગયા વખતે 17 બેઠકો હતી. જ્યારે આ વખતે ભાજપ પને 41 બેઠકો મળી છે. પાટીલે વધુમાં આપ પાર્ટી પર ટોણો મારતા કહ્યું હતું કે ‘જે લોકો બહુ ગાજ્યા છે તે બહુ વરસ્યા નથી.

’ ગુજરાતની પ્રજાએ તેમને રિજેકટ કર્યા છે. રાજ્યની પ્રજા હજુયે પીએમ નરેન્દ્ર મોદી પર વિશ્વાસ કરે છે. નવા નીમાયેલા સીએમ ભૂપેન્દ્ર પટેલને પણ પ્રજાએ વધાવ્યા છે. પાટીલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ત્રીજો પક્ષ ચાલતો નથી. ગુજરાતના મતદારો પોતાનું હિત કયાં છે તે પણ સારી રીતે જાણે છે.

કાર્યકરોએ પ્રજાની વચ્ચે રહીને કામ તો કરવું પડશે : દાદા
સીએમ ભૂપેન્દ્ર પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘મને અમારા પ્રમુખ સી.આર. પાટીલ એવું કહેતા હતા કે 44માંથી 3 બેઠકો ઓછી કેમ આવી ? જો કે હવે પાટીલે 182 બેઠકોના વિજય માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. પટેલે કહ્યું હતું કે ગાંધીનગરમાં ભાજપની રેલી વખતે મેં કહ્યું હતું કે ‘ભાજપ ચૂંટણીમાં જ કરે છે તેવી પાર્ટી નથી. હું હંમેશા કાર્યકરોને કહેતો હોઉ છું કે કાર્યકરોએ પ્રજાની વચ્ચે રહીને કામ કરતાં રહેવું પડશે. સરકારનો કોઈ પણ પ્રતિનિધિ પહેલા કાર્યકર છે. ભાજપ કયારેય ચૂંટણીલક્ષી રાજકારણમાં વિશ્વાસ કરતી નથી. તે હંમેશા પ્રજાની વચ્ચે રહીને સેવાકિય પ્રવૃત્તિ કરવામાં વિશ્વાસ કરે છે.

To Top