Top News

More Posts

   The Latest

Most Popular

આણંદ : આણંદના અડાસ ગામે રહેતી 21 વર્ષિય પરિણીતાને સાસરિયાએ ત્રાસ આપતાં કંટાળી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે તેના પિતાએ વાસદ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે પતિ સહિત પાંચ સાસરિયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આસોદર ગામે રહેતા કનુભાઈ ઝાલા મકવાણાની દિકરી જયાબહેન (ઉ.વ.21)ના લગ્ન અડાસ ગામે રહેતા રાજુ ઇશ્વરભાઈ પરમાર સાથે થયાં હતાં. દરમિયાન જયાબહેને ઘર નજીક આવેલા ખેતરમાં આંબાના ઝાડના ડાળે લટકીને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.  આ અંગેની જાણ થતાં તેના પિયરી તાત્કાલિક અડાસ ગામે પહોંચ્યાં હતાં. આ અંગે કનુભાઈ ઝાલા મકવાણાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, જયાબહેનના લગ્ન એકાદ વર્ષ પહેલા રાજુ પરમાર સાથે થયાં હતાં. શરૂઆતમાં સારી રીતે રાખ્યા બાદ ત્રાસ શરૂ કર્યો હતો.

છ મહિના પહેલા પિયર આવેલી જયાબહેનને પૂછતા તેણે જણાવ્યું હતું કે, રાજુ દરરોજ રાત્રે મોડો આવે છે અને તેને પુછતા તે મારઝુડ કરે છે. આ ઉપરાંત સાસરિયાના અન્ય સભ્યો પણ મ્હેણાં ટોણાં મારતાં હતાં. જયાબહેનને થોડા દિવસ પણ પહેલા જાણવા મળ્યું હતું કે, રાજુભાઈ પરસ્ત્રી સાથે મોબાઇલ પર વાત કરતાં હતાં. તે જાણી મોબાઇલ તોડી નાંખ્યો હતો. આથી, તે બોલાવતો નહતો. આમ, સાસરિમાં ત્રાસ વધતા આખરે કંટાળી જયાબહેને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે વાસદ પોલીસે ચંપાબહેન પ્રવિણભાઇ પરમાર, અર્જુન રઇજી પરમાર, મંગુબહેન અર્જુન પરમાર, ઇશ્વર રઇજી પરમાર, રાજુ ઇશ્વર પરમાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

To Top