Gujarat

ગુજરાતનું “પીંપળી” બન્યું દેશનું સૌથી નિરોગી અને સ્વચ્છ ગામ, વડાપ્રધાન ગ્રામજનો સાથે કરશે સંવાદ

આવતીકાલે 2 ઓક્ટોબરને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજ્યંતિના (2 October Mahatama Gandhi Birthday ) દિવસથી દેશભરમાં સ્વચ્છતા અભિયાન શરૂ થઈ રહ્યું છે. ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે દેશભરમાં સૌથી સ્વચ્છ અને નિરોગી ગામ તરીકે ગુજરાતના એક ગામની પસંદગી કરવામાં આવી છે. રાજ્યના બનાસકાંઠાના પાલનપુર તાલુકાના પીંપળી (Gujarat Palanpur Pipli Village No.1 in India) ગામ સ્વચ્છતાન મામલે દેશનું સૌથી સ્વચ્છ, સુઘડ ગામ તરીકે સિલેક્ટ થયું છે.

સ્વચ્છતા અભિયાન હેઠળ આવતીકાલે એક ખાસ ગ્રામસભા યોજાવાની છે, તેમાં પીંપળી ગામની પસંદગી કરવામાં આવી છે. 2 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) જાતે પીંપળી ગામના સરપંચ સાથે સીધો સંવાદ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ગ્રામસભાઓ અંતર્ગત પીંપળી ગ્રામપંચાયતની ગ્રામસભામાં જલ જીવન મિશન અમલીકરણ અંગે સીધો સંવાદ કરશે. વડાપ્રધાન સવારે-11.00 કલાકે ગ્રામસભાઓને સંબોધન કરી માર્ગદર્શન આપશે અને એનું જીવંત પ્રસારણ ગ્રામપંચાયતોમાં થશે, એવું આયોજન પંચાયત- ગ્રામવિકાસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. ગામમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. પીંપળીમાં એક મહિના પહેલાં જ દિવાળી આવી ગઈ હોય તેમ લાગી રહ્યું છે.

પાલનપુરના આ નાનકડા પીંપળી ગામની કેમ પસંદગી થઈ તે પણ જાણવા જેવું છે. દેશનું આ પ્રથમ નિરોગી ગામ બન્યું છે. આ ગામમાં નળ, ગટર, રસ્તા અને સફાઈમાં અવ્વલ છે. ગામમાં દરેક ઘરમાં શૌચાલય છે. દરેક ઘરમાં નળ દ્વારા શહેરો કરતા ચોખ્ખું પાણી આવે છે. ગામમાં સફાઈ માટે વિશેષ તકેદારી રાખવામાં આવે છે. શહેરોની જેમ પીંપળી ગામમાં કચરાના નિકાલ માટે ત્રણ જગ્યાએ ડમ્પીંગ સાઈટ ઉભી કરવામાં આવી છે. ગામમાં એક પણ ગટર કયારેય ખુલ્લી રાખવામાં આવતી નથી, જેના લીધે ગામમાં મચ્છરથી થતાં રોગો નહીંવત છે. અંદાજિત 2500થી વધુની વસતિ ધરાવતું આ પીંપળી ગામ સુંદર અને રળિયામણું છે. ગામના સરપંચ રમેશભાઈ પટેલે ગામને સ્વચ્છ સુંદર અને શિક્ષિત બનાવવા માટે અથાગ પ્રયાસો પ્રયાસો કર્યા છે.

સામાન્ય ગામની જેમ પીંપળીમાં પણ પહેલાં અનેક સમસ્યાઓ હતી. અહીં આંતરિક પીવાના પાણીની ગંભીર સમસ્યા હતી. તેથી ગ્રામજનોએ જલ જીવન થકી વાસમો યોજના હેઠળ નવી પાણી પાઈપલાઈન નાંખી હતી. ગામની અંદર નલ સે જલ યોજના અંતર્ગત તમામેતમામ કુટુંબોને સમયસર બે ટાઈમ પાણી મળે છે. ગાઉના સમયની અંદર મોટર દ્વારા પાણી ખેંચવું પડતું હતું, જેને કારણે વીજબિલ વધુ આવતું હતું, એ અત્યારે નલ સે જલ યોજનાને કારણે એમાં ખૂબ જ બચત થઈ છે.

Most Popular

To Top