મુંબઈ: (Mumbai) લોકપ્રિય ટીવી સીરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) માં નટુકાકાની (Natu Kaka) ભૂમિકા ભજવતા અભિનેતા...
સુરત: (Surat) દર વર્ષે શાસકો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે કોઈ પણ કાર્યક્રમમાં ફોટો સેશન કરાવતા હોય છે. શનિવારે ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે દર...
યૂપી: ઉત્તરપ્રદેશના (UP) લખીમપુર ખીરીના ટીકુનિયા વિસ્તારમાં ભારે હંગામો થયો છે. અહીં એક કાર ચાલક પર આરોપ લગાડાયો છે કે તેણે ખેડૂતો...
સુરત: (Surat) શહેરના રસ્તાઓની (Roads) જે હાલત છે તેને જોતા લાગી રહ્યું છે કે સુરતીઓ માટે દિલ્હી અભી દૂર હૈ. તેનું કારણ...
મુંબઈઃ (Mumbai) મુંબઈ ડ્રગ્સ કેસમાં (Drugs Case) એનસીબીએ (NCB) શાહરૂખ ખાનના દિકરા આર્યન સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)...
સુરત: (Surat) સુરત શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી દેમાર વરસાદ થઈ રહ્યો છે અને તેના કારણે શહેરમાં હલકી ગુણવત્તાના રસ્તાની (Roads) હાલત બદતર...
સુરત: (surat) ઉકાઇ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં વિતેલા સપ્તાહમાં વાવાઝોડાની ભયાવહ સ્થિતિ બાદ માંડ-માંડ માહોલ રૂટિન બન્યો છે. ત્યારે હવે તંત્ર પોતાની...
2જી ઓક્ટોબરે NCBએ મુંબઈના દરિયાકિનારે ક્રુઝ શિપ પર આયોજિત પાર્ટી પર દરોડો પાડ્યો હતો. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે...
મળેલી બાતમીના આધારે એનસીબી અધિકારીઓ જહાજમાં મુસાફરોના સ્વાંગમાં ગોઠવાઇ ગયા હતા: જેવું જહાજ રવાના થયું કે થોડી વારમાં ડ્રગ્સ પાર્ટી શરૂ થઇ...
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધી જન્મભૂમિ પોરબંદરમાં મહાત્મા ગાંધીના જન્મ સ્થળ કીર્તિ મંદિર ખાતે પૂજ્ય બાપુની 152મી જન્મ જયંતીએ સર્વ ધર્મ પ્રાર્થના...
મહાત્મા ગાંધીજીની 152મી જન્મ જયંતિ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે અમદાવાદના થલતેજ વિસ્તાર સ્થિત યશ ખાદી ભંડાર ખાતેથી ખાદી ખરીદી કરી હતી....
આવતીકાલે તા.3જી ઓકટોબરના રોજ ગાંધીનગર મનપાની 11 વોર્ડની 44 બેઠકો માટે નિર્ણાયક મતદાન યોજાનાર છે. ભાજપ માટે આ ચૂંટણી નવા નિમાયેલા સીએમ...
રાજ્યમાં કોરોના સામેની રસીનું પ્રમાણ વધી જવાથી હવે કોરોનાની 3જી લહેરનો ભય ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. ખાસ કરીને રાજ્યમાં છેલ્લા...
દિવાળી આડે હવે એક જ મહિનાનો સમય બાકી છે, ત્યારે સુરતના કાપડ ઉદ્યોગમાં વેપારી અને મિલ માલિકો વચ્ચે ઘર્ષણ શરૂ થયું છે....
હથોડા: ઉદ્યોગોથી ઘેરાયેલા તેમજ કોસંબા (Kosamba) અને તરસાડી સહિત આસપાસનાં 25થી 30 ગામો (Village) સમાયેલાં હોવાથી એક લાખથી વધુ વસતી ધરાવતો કોસંબા...
તહેવારોની મોસમ આવી રહી હોય એરકનેક્ટિવિટીમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા શારજાહ-સુરતની ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત બાદ...
વિશ્વ વિખ્યાત પાકિસ્તાની હાસ્ય કલાકાર (Comedian) ઉમર શરીફનું (Umar Sharif) આજે એટલેકે 2 ઓક્ટોબર 2021 ના રોજ 66 વર્ષની વયે જર્મનીમાં અવસાન...
આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજ્યંતિને 2 ઓક્ટોબરના દિવસે દેશવાસીઓનું માથું ગર્વથી ઊંચું થઈ જાય તેવો પ્રસંગ લેહના પહાડોમાં બન્યો છે. અહીં વિશ્વનો...
રાજકોટની હોટલમાં ન્યૂડ પાર્ટીનો વીડિયો વાયરલ થયો (Rajkot Nude Party viral video)તે ઘટનામાં પોલીસ હજુ હવામાં બાંચકા ભરી રહી છે. વીડિયો ક્યારે...
સુરત: (Surat) સુરતમાં 2 દિવસ વરસાદે વિરામ લેતા મનપાએ તાબડતોબ રસ્તાનું રીપેરીંગ શરૂ કરી દીધું હતુ. લગભગ 12 કિ.મી રસ્તાના પેચવર્ક કરાયું...
સુરત: (Surat) દસ વર્ષ અગાઉ બાંધકામ પ્રોજેક્ટમાં (Construction Project) મકાન આપવાના નામે 45 લોકો સાથે છેતરપિંડી (Cheating) કરનારા નાનપુરાના મોદીબંધુઓએ ગુરુવારે કોર્ટમાં...
હાલમાં દેશમાં કોરોના વેક્સીનીશેનની (Covid-19 Vaccine) પ્રક્રિયા ખૂબ ઝડપથી ચાલી રહી છે. દેશના કરોડો નાગરિકોએ રસીના બંને ડોઝ લઈ પોતાની જાતને સુરક્ષિત...
પોતાની ફિલ્મો સિવાય બોલીવુડ (Bollywood) અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) પોતાની સ્ટાઇલિશ લાઈફ સ્ટાઇલ (Life style) માટે હમેશ હેડલાઇન્સ (headlines)માં રહે છે. આ...
સુરત: (Surat) બિહારથી સુરત ફ્લાઇટમાં આવીને એટીએમ કાર્ડનું (ATM Card) ક્લોનિંગ (Cloning) કરી તેમાંથી લાખો રૂપિયા ઉપાડી લેનાર ઠગને ડિંડોલી પોલીસે બિહારથી...
સરહદ વિવાદ (border controversy)ને લઈને ચીન (china) સાથે ચાલી રહેલ ઝઘડા વચ્ચે ભારતીય સેના (Indian Army)એ પૂર્વ લદ્દાખ (Ladakh)ના ફોરવર્ડ એરિયામાં પ્રથમ...
ગયા અઠવાડિયે ગુલાબ વાવાઝોડાની આડઅસરના લીધે ડીપ ડિપ્રેશન સર્જાયું હતું, (Gulab Cyclon Effect Heavy Rain In Gujarat, Maharashtra, Madhyapradesh) જેના લીધે ગુજરાત,...
રાજ્યમાં દારૂબંધી છે, પરંતુ તેનું કેટલું પાલન થાય છે તે સૌ કોઈ જાણે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ-વાપીમાં દારૂબંધી જેવું કશું...
લોકો વિમાનની મુસાફરી એટલા માટે કરતા હોય છે કે તેઓ ઓછા સમયમાં પોતાનાં ગંતવ્ય સ્થાને પહોંચી શકે. આ માટે સ્થાનિક લોકો ઘરેથી...
પશ્ચિમના દેશો કરતાં પણ ભારતમાં હૃદયરોગના મિડલ એજનાં દર્દીઓ વધુ જોવા મળી રહ્યાં છે. જો આપણે જાગીએ નહીં તો કેન્સર પછી હૃદયરોગ...
એક માણસ જિંદગીથી થાકેલો અને હારેલો આમથી તેમ રખડતો હતો.પોતાના જીવનમાં રહેલી અગણિત મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો ન હતો.એક દિવસ...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
મુંબઈ: (Mumbai) લોકપ્રિય ટીવી સીરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) માં નટુકાકાની (Natu Kaka) ભૂમિકા ભજવતા અભિનેતા ધનશ્યામ નાયકનું 77 વર્ષની ઉંમરે નિધન થયું છે. ઘનશ્યામ નાયક ((Ghanshyam Nayak) છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. તેમને કેન્સરની બીમારી હતી. નાયકે મુંબઈ ખાતે અંતિમ શ્વાસ લીધા છે. ઘનશ્યામ નાયક છેલ્લાં એક વર્ષથી કેન્સરની સારવાર કરાવતા હતા. કેન્સરની સારવારની વચ્ચે તેમણે સિરિયલનું શૂટિંગ કર્યું હતું.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના કલાકાર 77 વર્ષીય નટુકાકા એટલે કે ઘનશ્યાન નાયકને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગળામાં કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થયું હતું. એ સમયે નટુકાકા 13 દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા અને ઓપરેશનમાં 8 ગાંઠ બહાર કાઢવામાં આવી હતી. ઓપરેશન બાદ નટુકાકાએ રેડિયેશન તથા કિમોથેરપી લીધી હતી. હાલમાં જ નટુકાકાના દીકરા વિકાસ નાયકે સો.મીડિયામાં કેન્સરે ઊથલો માર્યો હોવાની વાત કરી હતી.
ઘનશ્યામ નાયકનો જન્મ 12 મે, 1945ના રોજ મહેસાણા જિલ્લાનાં વડનગર તાલુકાના ઊંઢાઈ ગામમાં થયો હતો. તેમણે આશરે 100 જેટલાં નાટક અને 223 ચલચિત્રોમાં અભિનય કર્યો છે. ઘનશ્યામ નાયકના પિતા પ્રભાકર નાયક (પ્રભાકર કિર્તિ) તથા દાદા કેશવલાલ નાયક (કેશવલાલ કપાતર) પણ નાટ્ય અને ચલચિત્રોના કલાકાર રહી ચૂક્યા છે. તેઓ નાનપણમાં શોભાસણ ગામે આવેલા રેવડીયા માતાના મંદિરે ભવાઇમાં સ્ત્રીપાત્ર ભજવતા હતા અને ત્યાર પછી મુંબઇ જઇ રામલીલામાં બાળ કલાકાર તરીકે કામ શરૂ કર્યું હતું. તેમની સૌથી પહેલી ગુજરાતી ફિલ્મ વર્ષ ૧૯૬૮માં આવેલી હસ્તમેળાપ હતી. રમેશ મહેતાની પણ આ પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મમાં નરેશ કનોડિયા મુખ્ય કલાકાર હતા.

ઘનશ્યામ નાયકે થોડાં મહિના પહેલાં ગુજરાતની નેચરલ ફર્ટિલાઇઝર કંપનીની જાહેરાતમાં કામ કર્યું હતું. આ જાહેરાત ઘનશ્યામ નાયકની છેલ્લી જાહેરાત હતી. નટુકાકાએ છેલ્લીવાર કેમેરા સામે એક્ટિંગ કરી હતી. તારક મહેતા.. શોમાં નટુકાકાનું પાત્ર ભજવનાર એક્ટર ઘનશ્યામ નાયકને ગયા વર્ષે કેન્સર થયું હતું. તેઓ દોઢ વર્ષમાં માત્ર 4-5 એપિસોડ શૂટ કરી શક્યા હતા. જોકે, તેમના અકાઉન્ટમાં દર મહિને સેલરી જમા થતી હતી.