Top News

More Posts

   The Latest

Most Popular

          દાહોદ: લીમખેડા તાલુકાના પાલ્લી ગામે ગઈકાલે સાંજે તુફાન જીપ ગાડીની ટક્કરે બાઈક ઉપર સવાર બે પિતરાઈ ભાઈઓ ને ગંભીર ઇજા થવા પામી હતી જે પૈકીના એક ૩૦ વર્ષીય યુવકનુ ગંભીર ઇજા થવાના પગલે લીમખેડામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા લઇ જવાતાં રસ્તામાં કરૂણ મોત નિપજયું હતું. લીમખેડા તાલુકાના નાની બાંડીબાર ગામના વેડ ફળિયામાં રહેતા અલ્કેશ ભાઈ બાબુભાઈ પટેલ (ઉંમર વર્ષ ૩૦) તથા  યોગેશ સુરેશભાઈ પટેલ સહિત બન્ને પિતરાઇ ભાઇઓ પોતાના કબજાની બાઈક લઈને ગઈકાલે સાંજે તેઓની ભાણેજ બીમાર હોવાથી તેની ખબર અંતર પૂછવા માટે કાંકરા ગામે જવા માટે નીકળ્યા હતા તે દરમિયાન રાત્રીના આઠેક વાગ્યાના સુમારે પાલ્લી ગામે એક હોટલ પાસે પહોંચતાં જ સામેથી પુરઝડપે હંકારી આવેલા એક  તુફાન જીપ ગાડીના ચાલકે તેમની બાઈકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.

 જેને લઇને બંને યુવકો બાઇક સાથે નીચે પટકાતા અલ્કેશ ભાઈ બાબુભાઈ પટેલ (ઉંમર વર્ષ ૩૦) ને માથામાં તથા મોઢાના ભાગે ગંભીર ઇજા થવા પામી હતી જ્યારે યોગેશભાઈ સુરેશ પટેલ ને માથામાં તેમજ બંને પગ ફ્રેક્ચર થયા હતા ઉક્ત બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે લીમખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા ગંભીર ઇજાના કારણે અલ્પેશભાઈ ને વધુ સારવાર માટે વડોદરા લઇ જવાતાં રસ્તામાં હાલોલ નજીક પહોંચતા જ કરૂણ મોત નિપજયું હતું જ્યારે યોગેશભાઈ ને પણ વધુ સારવાર માટે દાહોદ રીફર કરવામાં આવ્યો છે.  આ બનાવ સંદર્ભે નાની બાંડીબાર ગામના બાબુ સના પટેલે નોંધાવેલી ફરિયાદના આધારે લીમખેડા પોલીસે તુફાન જીપ ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

To Top