નડિયાદ: કઠલાલ – કપડવંજ રોડ ઉપર પોરડા પાટિયા નજીક ગુરૂવારે મોડી રાત્રે ટેન્કર અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ૪ વ્યક્તિઓના ઘટના...
વડોદરા : રાજયભરમાં ચકચાર જગાવનાર નવસારીની યુવતીના દુષ્કર્મ અને આપઘાત મામલે ઓએસિસ સંસ્થાના સંચાલકોની પૂછતાછમાં પોલીસ ને મહત્વપૂર્ણ કહી શકાય તેવી કોઈ...
વડોદરા : પંદર વર્ષ પૂર્વે વેચાણ આપી દિધેલી જમીનના જુના માલિકોએ ખોટા દસ્તાવેજો ઉભા કરીને આણંદના બિલ્ડરોને વેચી નાખતા છેતરપિંડીની ફરિયાદ...
સાવલી: સાવલી તાલુકાના દોડકા ગામની સીમમાં પોતાની ઘરની પાછળ નદીના કોતરમાં સુરંગ બનાવી વિદેશી દારૂની 2688નંગ બોટલો સંતાડેલી હોવાની ભાદરવા પોલીસ ને...
વડોદરા : વડોદરા શહેર પોલીસ વિભાગની શી ટિમની વધુ એક સરાહનીય કામગીરી સપાટી પર આવવા પામી છે.મંદિરમાં આરતી માટે ગયેલ 20 વર્ષીય...
વડોદરા : પ્રતાપ નગર રેલ્વે કોલોનીમાં લગ્ન પ્રસંગમાંથી પરત ઘરે ફરી રહેલા મકરપુરાના દંપતીની કારમાં તરસાલી બાયપાસ બ્રિજ પાસે અચાનક આગ લાગતા...
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દુબઇથી આવ્યા પછી હવે ઉત્તરપ્રદેશના પ્રવાસે જવાના છે. આ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાષ્ટ્રીય ભાજપે...
મુંબઈ (Mumbai): કોરોના (Corona) બાદ તેના નવા વેરિયન્ટ ઓમિક્રોને (Omicron) ભારતમાં (India) ઝડપી ગતિએ પગપેસારો કરી દીધો છે. મહારાષ્ટ્રના (Maharastra) સ્વાસ્થ્ય વિભાગએ...
શીત લહેરની અસર હેઠળ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં કાતિલ ઠંડીની અસર જોવા મળી છે. આજે કચ્છના નલિયામાં...
રાજ્યમાં જુનિયર ડોક્ટરોની સાથે હવે સિનિયર ડૉક્ટરો પણ પોતાની પડતર માગણીઓને લઈને આગામી 13મી ડિસેમ્બરને સોમવારથી અચોક્કસ મુદતની હડતાળ પાડવા જઈ રહ્યા...
જુલાઈ 2015માં થયેલા પાટીદાર અનામત આંદોલન વખતે સરકાર દ્વારા રાજ્યભરમાં આંદોલનકારી પાટીદાર યુવકો સામે કરાયેલા કેસો પાછા ખેંચવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ...
રાજ્યમાં દિવાળી પછી ધીમે ધીમે કોરોનાનું જોર વધી રહ્યું છે. રાજ્યમાં શુક્રવારે કોરોનાના નવા વધુ 63 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ...
શ્રીનગર (Shreenagar): જમ્મુ કશ્મીરમાં (Jammu Kashmir) એકવાર ફરી આતંકવાદ (Terrorism) દેખાય આવ્યો છે. આ સમયે આતંકવાદીઓએ પોલિસની (Police) ટુકડીને નિશાનો (Traces) બનાવ્યો...
સુરત : સુરત (Surat) શહેરના તમામ તજજ્ઞ તબીબો (Doctors) હાલમાં જો ઓમિક્રોમનું (Omicron) સંક્રમણ થાય તો શું કરવું તે માટે સજ્જ થઇને...
સુરત: (Surat) ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બીપિન રાવતની (CDSBipinRawat) આક્સ્મિક નિધન થતાં સમગ્ર દેશ શોકમાં સરી પડ્યો છે ત્યારે સુરત સાથે...
‘જબ તક સૂરજ ચાંદ રહેગા બિપીનજી આપ કા નામ રહેગા.. ‘ દેશના સાચા હીરો દેશના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન...
નવી દિલ્હી: (New Delhi) ભારતીય વાયુ સેનાના (Airforce) હેલિકોપ્ટર દુર્ઘટનામાં (Tamilnaduhelicoptarcrash) ભારતના પહેલાં CDS જનરલ બિપીન રાવત (CDSBipinrawat) સહિત 14 લોકોના મોત...
સુરત: કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય દ્વારા મેન મેઇડ ફાઇબરની વેલ્યુ ચેઇનમાં જીએસટીનો દર ૫ ટકાથી વધારી ૧૨ ટકા કરાતાં સંપૂર્ણ ટેક્સટાઇલની વેલ્યુ...
મેક્સિકો: દક્ષિણ મેક્સિકો (Mexico)માં ગુરૂવારે મોડી રાતે એક ભયાનક અકસ્માત (Accident) થયો હતો. માલસામાન ભરીને જઈ રહેલો ટ્રક બ્રિજ પર પહોંચ્યો ત્યારે...
સુરત: (Surat) સુરત શહેરમાં નાની બાળકીઓના (Girl) અપહરણ (Kidnap) કરી તેમના પર બળાત્કાર (Rape) ગુજારી હત્યા (Murder) કરવાના કેસમાં ચિંતાજનક રીતે વધારો...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાના હસ્તક શહેરનાં તમામ સર્કલ, (Traffic Circle) આઈલેન્ડ, રોડ ડિવાઈડર વગેરેની યોગ્ય જાળવણી થાય તેમજ મનપાને તેમાંથી આવક પણ...
સુરત: (Surat) પાંડેસરા ખાતે બ્લુ ફિલ્મ જોઈને બાળકી સાથે બળાત્કાર અને હત્યાની ઘટના બાદ પોલીસ કમિશનરે શહેરમાં પોર્ન વિડીયો (Porn Video) વેચનાર...
સુરત: (Surat) એકબાજુ શહેરમાં ગેરકાયદે બાંધકામો (Illegal construction) અને દબાણો બાબતે નગરસેવકો જ મીટિંગો અને સામાન્ય સભામાં રજૂઆતો કરી મીડિયામાં ચમકવા પ્રયાસ...
સુરત: (Surat) વરિયાવ ગામમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધને (Old Man) વહુએ વ્યાજે લીધેલા નાણાની વસૂલાત માટે પાંચ વ્યાજખોર પરેશાન કરતા હતા. વ્યાજખોરોએ...
સુરત : સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે, તેેના લીધે અનેક ઠેકાણે ડિમોલીશન કરવાની ફરજ પડી છે. આજે સુરત મનપાની...
અમદાવાદ : ગુજરાત (Gujarat) સરકારે વધતા જતા કોરોના (corona)ના કેસોને ધ્યાનમાં રાખીને રાત્રિ કરફ્યુ (Night curfew) અંગે નિર્ણય જાહેર કર્યો છે. રાજ્યના...
જેની પ્રસિધ્ધિ 161 વર્ષે પણ અકબંધ છે અને સ્ત્રીઓના દિલ પર રાજ કરી જે દરેક શુભ પ્રસંગોના સાક્ષી બન્યા છે એવા પેઢીઓથી...
જામનગર: વિશ્વભરમાં હાહાકાર મચાવનાર ઓમિક્રોન (Omicron) વાયરસ ધીમે ધીમે ગુજરાતમાં (Gujarat) પગ પસારી રહ્યો છે. ગયા અઠવાડિયે જામનગરમાં (Jamnagar) એક કેસ નોંધાયા...
હાલ તો આપ સૌ કોઇ આ ફુલ ગુલાબી ઠંડીની મજા લેતા હશો. આ શિયાળાની મોસમમાં સવાર સવારમાં ગરમાગરમ ફાફડા કે લોચાની ડિશ...
સુરત : (Surat) સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ (Vanita vishram ground) પર કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા તા. 11થી 20 ડિસેમ્બર દરમિયાન હુનર...
ન.પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા જર્જરિત થતા બંધ : વાલીઓ ચિંતિત
VMC vs સિંચાઈ વિભાગ : ₹4,733 કરોડના બિલનો આવશે કાયમી ઉકેલ
દાહોદના પૂર્વ ઇન્ચાર્જ ડીપીઇઓ મયુર પારેખ સામે રૂ.65.40 લાખની અપ્રમાણસર મિલકતનો ગુનો
રાજ્યની 8 મહાનગરપાલિકાઓને કુલ ₹2132 કરોડ વિકાસ કામો માટે ફાળવ્યા
108 મોડીફાય સાયલેન્સર પર બુલડોઝર ફેરવી નાશ કરાયો
વડોદરા : એસબીઆઇ બેન્કમાંથી બોલતા હોવાની ઓળખ આપી યુવક સાથે રૂ.1.39 લાખની ઠગાઇ
કપડવંજમાં ઘઉંના કટ્ટા ભરેલી ગાડી મામલે 2 કોન્સ્ટેબલે 90 હજારની લાંચ લીધી
દેવગઢ બારીઆ નગર પાલિકામાં ભાજપની ઐતિહાસિક વાપસી, ધર્મેશભાઈ કલાલ પુનઃ પ્રમુખ
AMNSના એન્જીનિયરનું મોત, કંપની પર લાપરવાહીનો પરિવારનો આક્ષેપ
IPL: દિલ્હી કેપિટલ્સે પૃથ્વી શોને રૂ.75 લાખમાં કેમ ખરીદ્યો, જાણો ટીમના માલિકે શું કારણ આપ્યું ..?
લાઈફટાઈમ શોટઃ સિડનીમાં આતંકીને 40 મીટર દૂરથી ઠાર મારનાર ડિટેક્ટીવના લોકો કરી રહ્યાં છે વખાણ
રેલવે મુસાફરો માટે સારા સમાચાર: હવેથી 10 કલાક પહેલા વેઈટિંગ–RAC ટિકિટનું સ્ટેટસ જાણી શકાશે
સયાજીબાગમાં સફેદ વાઘનું પુનરાગમન, ક્વોરેન્ટાઈન કરાયો
સુરતમાં કોંગ્રેસ અને ભાજપના કેટલાંક આગેવાનો સમર્થકો સાથે AAPમાં જોડાયા
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો સાતમો દીક્ષાંત સમારોહ ૨૦ ડિસેમ્બરે યોજાશે
શિનોર તાલુકાના સાધલી સ્થિત મનન વિદ્યાલયમાં 4.37 લાખથી વધુની ચોરી, તસ્કરો CCTVમાં કેદ
માંજલપુરમાં રસ્તાની કામગીરી દરમિયાન ગેસ લાઇન તૂટી
પલસાણાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી
‘આ સિંહોની ભૂમિ છે’ PM મોદીનું ઇથોપિયન સંસદમાં સંબોધન
રાજલક્ષ્મી ગ્રુપના પાપે શિવ રેસીડેન્સીની દિવાલ તૂટી, બે ટાવર ખાલી કરાયા, 300 પરિવાર ઠંડીમાં ઠૂઠવાયા
એક જ મંડપમાં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી દીકરીઓ પરણશે, પીપી સવાણી ગ્રુપનો અનોખો સેવાયજ્ઞ
શિનોર તાલુકાના તેરસા ગામે જીવતા વીજ કરંટથી બે ભેંસોના મોત
પંજાબની જેમ ખેડૂતોને પ્રતિ હેકટર 50,000 વળતરની માંગ
ડભોઇમાં એક જ રાતે સાત મકાનોના તાળા તૂટ્યા
નશા માટે વપરાતા રોલિંગ પેપર, સ્મોકિંગ કોન પર હવે પ્રતિબંધ
સમગ્ર રાજ્યમાં સુરતમાં સૌથી વધુ લઘુતમ તાપમાન
શિનોર પંથકમાં લાકડાચોરો બેફામ, પુનિયાદ ગામ પાસે વિરપ્પનોનો ગેરકાયદેસર ધંધો
ટ્રમ્પના ટેરિફ અમેરિકી પ્રજાને પણ નડવા માંડ્યા છે
એક ક્લિકથી PFની રકમ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે, તરત ATM માંથી ઉપાડી શકાશે
અમદાવાદ-ગાંધીનગર, કલોલની 10 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
નડિયાદ: કઠલાલ – કપડવંજ રોડ ઉપર પોરડા પાટિયા નજીક ગુરૂવારે મોડી રાત્રે ટેન્કર અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ૪ વ્યક્તિઓના ઘટના સ્થળે જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ મામલે કઠલાલ પોલીસે અકસ્માત સર્જનાર ટેન્કરના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિરમગામના જમોડ ગામે રહેતા ભરતભાઇ કશાભાઇ જમાડનો પુત્ર કિરણ તેની પ્રેમિકાને લઇને ભાગી ગયા બાદ કપડવંજ નજીક બાઇકમાં પેટ્રોલ પતી જતાં અને પૈસા ન હોવાથી અટવાયો હતો.
જેથી તેણે મિત્રનો સંપર્ક કરી, જાણ કરતાં કિરણના પિતા ભરતભાઇ તેમના અન્ય સ્વજનો સાથે બે ગાડી લઇને કપડવંજ દોડી આવ્યા હતા. ભરતભાઇએ પુત્ર કિરણ અને તેની પ્રેમિકાને એક ગાડીમાં બેસાડી પોતે પાછળ બીજી ગાડી લઇને ઘરે જવા નીકળ્યા હતા. પુત્રને લઇ જઇ રહેલી કાર આગળ હતી. તે સમયે ભરતભાઇની કાર કઠલાલ – કપડવંજ રોડ ઉપર પોરડા પાટિયા નજીકથી પસાર થઇ રહી હતી. આ સમયે બેફામ ગતિએ પસાર થઇ રહેલા ટેન્કર ચાલકે ઓવરટેક કરવા જતાં સામેથી આવી રહેલી ભરતભાઇની કારને અડફેટે લીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, કારનો લોચો વળી ગયો હતો. અકસ્માતને પગલે એકઠા થયેલા લોકોએ કારમાં ફસાયેલા એક પછી એક માણસોને બહાર કાઢ્યા હતા.
જોકે, ગંભીર ઇજાઓને કારણે ભરતભાઇ કશાભાઇ જમાડ, પ્રભુભાઇ લાખાભાઇ બકુડાયા, સુરેશભાઇ ચિમનભાઇ મેણિયા, વિક્રમભાઇ બાબુભાઇ ભાભરીયાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા સુનિલભાઇ હરિભાઇ કુમાદરાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે કઠલાલ પોલીસે સ્થળ પર પહોંચી જઇને મૃતદેહોનો કબજો લઇને તેને પી.એમ. માટે મોકલી આપ્યા હતા. આ મામલે કિરણભાઇ ભરતભાઇ જમોડની ફરિયાદના આધારે કઠલાલ પોલીસે અકસ્માત સર્જનાર ટેન્કરના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પુત્ર કિરણ તેની પ્રેમિકા સાથે ભાગી ગયા બાદ પરિવાર ચિંતામાં હતો. જોકે, કિરણે મિત્રનો સંપર્ક કરી પોતે કપડવંજ હોવાની જાણ કરતાંની સાથે જ પરિવારજનો પુત્ર અને પુત્રવધુને સુરક્ષીત ઘરે લઇ આવવા માટે કપડવંજ દોડી આવ્યો હતો. પુત્રવધુને પરિવારમાં આવકારવાની તૈયારીઓ ક્ષણભરમાં માતમમાં ફેરવાઇ ગઇ હતી.
ક્ષણભરમાં એક નહીં પણ પાંચ – પાંચ ઘરનો માળો વિખેરનાર ટેન્કર આણંદનું હોવાનું જાણવા મળી રહ્યું છે. જીજે-૨3 પાસિંગના ટેન્કર ચાલક સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરતભાઇ તેમના ગામમાં રહેતા અશ્વિનભાઇની એક ગાડી અને બીજી એક સ્વિફ્ટ ગાડી લઇને પુત્ર કિરણ અને તેની પ્રેમિકાને લેવા માટે આવ્યા હતા. ભરતભાઇએ પુત્ર અને તેની પ્રેમિકાને અશ્વિનભાઇની ગાડીમાં બેસાડ્યા હતા અને બીજી ગાડીમાં પોતે અન્ય સ્વજનો સાથે બેઠા હતા. અશ્વિનભાઇની ગાડી કઠલાલથી આગળ નીકળી ગઇ હતી તે સમયે ગામમાંથી અશ્વિનભાઇ પર ફોન આવ્યો અને ભરતભાઇ જે ગાડીમાં હતા તે ગાડીને પોરડા પાટિયા નજીક અકસ્માત થયો હોવાની જાણ કરતાં અશ્વિનભાઇએ તુરંત જ ગાડી પાછી વાળી હતી અને ઘટનાસ્થળે પહોંચ્યા હતા, ત્યારે ત્યાં ભરતભાઇ અને અન્યોના મૃતદેહ જોઇને આઘાત પામ્યા હતા. કિરણ પણ સ્વજનોના મૃતદેહ જોઇને ભાંગી પડ્યો હતો.