Top News

More Posts

   The Latest

Most Popular

પલસાણા: (Palsana) ચલથાણમાં સવારે પતિ ઘરમાં સૂતો હતો અને પત્ની નાહવા ગઈ હતી. એ દરમિયાન અજાણ્યો તસ્કર (Thief) ઘરમાં પ્રવેશ કરી ઘરમાંથી લેપટોપ અને મોબાઈલ (Mobile) ફોનની ઉઠાંતરી કરી જવાના બનાવથી સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો.

  • પરિણીતા દરવાજો ખુલ્લો મૂકી નાહવા ગઈ ને ચોર હાથ સાફ કરી ગયો
  • ચલથાણની સાંઇ વાટિકાનો બનાવ, અજાણ્યો ચોર ઘરમાં ઘૂસી લેપટોપ અને મોબાઈલ ઉઠાવી જતાં ફરિયાદ
  • ચોર વિરુદ્ધ કડોદરા જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી

પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણાના ચલથાણ ગામની સાંઈ વાટિકા ખાતે આવેલી સી બિલ્ડિંગમાં બીજા માળે રૂમ નં.૨૦૨માં રહેતા સ્વપ્નિલ ચંદ્રભાન સેલુકાર (ઉં.વ.૩૩) સવારે લગભગ ૮:૩૦ની વેળાએ સૂઈને ઊઠતાં તેમનો મોબાઈલ ફોન અને લેપટોપ ન મળતાં તેમણે પત્ની વર્ષાને પૂછતાં પોતે સવારે ૮ વાગ્યે નાહવા ગઈ હોવાથી અને ઘરનો દરવાજો ખુલ્લો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પતિ-પત્નીએ ઘરમાં લેપટોપ અને મોબાઈલ ફોનની શોધ કરતાં તે ક્યાંય ન મળી આવતાં તેમને ચોરી થવાની શંકા ગઈ હતી. જેથી સ્વપ્નિલે લેપટોપ કિંમત રૂ.૨૦ હજાર અને મોબાઈલ ફોન કિંમત રૂ.૧૨ હજાર થઈ અજાણ્યા ચોર દ્વારા ઘરમાંથી રૂ. ૩૨ હજારની મત્તાની ચોરી કરી જતાં અજાણ્યા ચોર વિરુદ્ધ કડોદરા જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ઉભેંળ ખાતે ફલેટમાં રહેતા બુલેટ ટ્રેનમાં જમીનનું ટેસ્ટીંગનુ કામ કરતા એન્જીનિયર ના રૂમમાંથી લેપટોપ અને બે મોબાઈલ ની અજાણ્યા ઈસમો ચોરી કરી ગયા હતાં.

મુળ આણંદ જીલ્લાના ખંભાત તાલુકાના ભુવેલ ગામે રાવળવાસમાં રહેતા અને હાલ સુરત જીલ્લા કામરેજ તાલુકાના ઉભેંળ ગામે અમર પેલેસમાં ફલેટ નંબર 516 માં ગોવિંદભાઈ રાવજીભાઈ રાવળ રહે છે.માઈલસ્ટોન એન્જીનિયરીંગ કંપનીમાં ટેસ્ટ એન્જીનિયર તોરીકે નોકરી કરે છે.ભરૂચ વલસાડ બુલેટ ટ્રેન પ્રોજેકટમાં બ્રિજના પોલ ઉભા કરવા માટે જમીનનું ટેસ્ટીંગનુ કામ કરે છે.થોડા દિવસ અગાઉ વરસાદી વાતાવરણના લઈને કામ પર રજા હોવાથી પોતાના ફલેટ પર અલગ અલગ રૂમમાં સાથે રહેતા ધ્રુવ પટેલ અને ગોવિંદભાઈ રાત્રિના જમીને સુઈ ગયા હતા.સવારના પાણી વાળા આવ્યા બાદ ફલેટ પર કામ કરવા માટે બહેન આવ્યા હતાં.કામ પતાવી કામવાળી બહેન જતા રહ્યા હતાં.બાદ ફલેટમાં ધ્રુવ પટેલ પોતાનો ફોન શોધી રહ્યો હતો.બીજામાં રૂમમાં જોયુ તો લેપટોપ તેમજ બે મોબાઈલ કોઈ અજાણ્યો ઈસમ ચોરી ગયો હતો.જે અંગે કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

To Top