સુરત: (Surat) સુરત શહેરમાં પાંચ દિવસથી સતત વાદળછાયું વાતાવરણ સર્જાતાં જાણે હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં...
નવસારી: (Navsari) નવસારી સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સથી કામ કરતા 250 જેટલા કામદારોનો પગાર 2 માસથી બાકી હોવાથી સિવિલ સર્જનને રજુઆત કરી છે. નવસારી...
ગાંધીનગર: રાજ્યમાં (State) મંગળવારે બીજા દિવસે પણ સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતનાં કેટલાંક શહેરોમાં ધુમ્મસભર્યું વાતાવરણ...
રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના (School) તમામ શિક્ષકો-કર્મચારીઓને ફાજલ તરીકેનુ કાયમી રક્ષણ આપવાનો રાજ્ય સરકારે (State Government) નિર્ણય કર્યો છે....
નવી દિલ્હી (New Delhi): બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને (UK Prime Minister Boris Johnson) તેમની ભારત મુલાકાત રદ કરી છે. આ પ્રજાસત્તાક...
બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાનાં બાબેન ગામે રહેતી પરિણીતાએ દહેજની (Dowry) માગ કરી શારીરિક માનસિક ત્રાસ આપતા પતિ, સાસુ અને સસરા સામે મહિલા...
બારડોલી: (Bardoli) બારડોલીની બારડોલી સત્યાગ્રહ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ 19 રસીકરણ માટે મંગળવારના રોજ ડ્રાય રનનું (Dry Run) આયોજન કરવામાં...
જયપુર: લોકસભા અધ્યક્ષ (SPEAKER) ઓમ બિરલાની નાની પુત્રી અંજલિ બિરલાને સોમવારે તેમના કોટા નિવાસસ્થાન ખાતે આનંદકારક વાતાવરણમાં ભારતીય વહીવટી સેવા (IAS )...
નવી દિલ્હી (New Delhi): ભારત અને ચીન સીમા (India China Face Off) પર હજી તણાવ હળવો નથી થઇ રહ્યો. લડાખમાં બે-તૃત્તીયાંશ પેંગોંગ...
શહેરા : શહેરા મામલતદાર કચેરી ખાતે તાલુકાના વલ્લભપુર ગામની સર્વે નંબર ૬૫૭ બ (૯૮૧૪) આવેલી ગૌચર જમીનમાં કથિત ખોટી રીતના એક પાકી...
નવી દિલ્હી (New Delhi): દેશમાં કોરોનાના કેસ ઓછા થઇ રહ્યા છે. સાથે જ આપણા દેશમાં બે કોરોના વેક્સિનને તાત્કાલિક ઉપયોગ માટેની મંજૂરી...
વડોદરા : શહેરના સ્મશાનોમાં મોડેલ ગણાતા ખાસવાડી સ્મશાનની હાલત દયનીય બની ગઈ છે. સારસંભાળના અભાવે સ્મશાનમાં સુવિધા માટે ઊભા કરાયેલા બાંકડા અને...
ગુવાહાટી (Guwahati): છોકરીઓને શાળાએ જવા અને પગ પર ઉભા રહેવા માટે પ્રોત્સાહિત કરવાની જરૂર છે. તેમને દરેક પગલાને ટેકો આપવાની વધુ જરૂર...
વડોદરા : કિશનવાડી નુર્મ યોજનાના આવાસો હેઠળના મકાનોમાં રહેતા સ્થાનિક રહીશોને ડરાવવા ધમકાવવાના બદઆશયથી મવાલી અને લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હોવાની વિગતો...
વડોદરા : પૂર્વ સાંસદ સાથે અભદ્ર વર્તન અને લાફો મારવાના પ્રકરણમાં સંડોવાયેલા મનાતા પી.ઍસ.આઈ ડી.ઍસ.પટેલ વિરુદ્ધ તપાસનો આદેશ જારી થયા બાદ ઍ.સી.પી....
ઉત્તર પ્રદેશના નોઇડામાં રવિવારે મોડી સાંજે વીજળી (Lightning) પડતાં યુવકનું મોત નીપજ્યું હતું. યુવાન ખેતરમાં ફરવા ગયો હતો. મોડી રાત સુધી ઘરે...
નવી દિલ્હી (New Delhi): દેશમાં કોરોનાનો (Corona Virus/Covid-19) ભય ઓછો થઇ ગયો છે. દેશમાં હવે દરરોજ પહેલા કરતા ઓછા કોરોનાના કેસ નોંધાઇ...
સુરત: (Surat) ઉતરાયણને લઈને રાજ્ય સરકાર નવી SOP બનાવી રહી છે અને ઉતરાયણના (Uttarayan) દિવસે ધાબા ઉપર પરિવારના પાંચથી છ જણાને જ...
મુંબઇ (Mumbai): મુંબઈ મહાનગર પાલિકા (BMC) ની ચૂંટણીઓ 2023 માં યોજાઈ શકે છે, પરંતુ રાજકીય પક્ષોએ રાજકીય સમીકરણો બનાવવાનું શરૂ કરી દીધું...
સુરત: (Surat) સુરત જિલ્લામાં કોરોનાની વેક્સિન માટે તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. આવતીકાલે સુરત ગ્રામ્ય વિસ્તારમાં પાંચ કેન્દ્ર ઉપર વેક્સિન ડ્રાયરન...
સુરતમાં ઉત્તરાયણ તહેવાર સામે જ સુરતીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના રાંદેર...
પીએસઆઇ (PSI) અમીતા જોશીના આપઘાત પ્રકરણમાં સોમવારે બે આરોપી નણંદની જામીન અરજી પર સુનાવણી દરમિયાન મૂળ ફરિયાદ પક્ષ દ્વારા એફિડેવિટ (Afidavit) રજૂ...
સુરત: (Surat) કિશનગઢમાં કમોસમી વરસાદ અને નબળી વિઝીબીલીટીના લીધે સુરત-કિશનગઢની ફ્લાઈટ આજે રદ રાખવામાં આવી હતી. સુરતથી કિશનગઢના બદલે ફ્લાઈટ (flight) પરત...
ચીની સ્માર્ટફોન નિર્માતા શાઓમી(XIOMI)એ ભારતમાં પોતાનો ફ્લેગશિપ સિરીઝનો નવો સ્માર્ટફોન Mi 10i લોન્ચ કર્યો છે. આ વર્ષે ભારતમાં લોન્ચ થનાર આ કંપનીનો...
કોલકાતા (Kolkata): પશ્ચિમ બંગાળમાં (West Bengal) ચૂંટણી નજીક આવી રહી છે. એવામાં મમતા બેનર્જીને (Mamata Banerjee) એક પછી એક ઝટકા મળી રહ્યા...
સુરત: (Surat) શહેરમાં સોમવારે સાંજે બનેલી એક ઘટનામાં ભારે થ્રીલ (Thrill) જોવા મળ્યો હતો. ઓએનજીસી બ્રિજથી શરૂ થયેલી ૧૦ કિમીની ઘટનાએ કાયદો...
સમગ્ર દેશ સહીત ગુજરાતમાં “લવ જેહાદ” એટલે કે ધર્મ પરિવર્તનના બનાવો એક હદ સુધી વધી રહ્યા છે, ત્યારે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની જેમ...
ભારતના ઘણા રાજ્યોમાં બર્ડ ફ્લૂ (Bird Flu) ફેલાઈ રહ્યો છે. આને કારણે દેશના ઘણા રાજ્યોએ એલર્ટ જારી કર્યું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, કેરળ,...
ગુજરાત રાજ્યમાં નાનાં બાળકોથી લઈ મોટા લોકોના પ્રિય તહેવાર એવા ઉત્તરાયણમાં આ વર્ષે ભાવમાં 20 ટકા જેટલો વધારો નોંધાયો છે. અને કોરોનાની...
નવી દિલ્હી (New Delhi): સોમવારે આગ્રાના તાજમહેલ (Taj Mahal, Agra) સંકુલમાં હિન્દુ જાગરણ મંચના કેટલાક નેતાઓએ ભગવા રંગના ઝંડા (saffron flag) ફરકાવ્યા...
પેટલાદના દંતેલી ગામમાં બંધુકની અણીએ રૂ.4 લાખની લૂંટ
મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત પર PM મોદીની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- આ વિકાસ અને સુશાસનની જીત
વડોદરા: પાલિકાની દબાણ શાખા ટીમની લાલ આંખ યથાવત…
ઈન્સ્ટા પર 56 લાખ ફોલોઅર્સ પણ ચૂંટણીમાં મળ્યા માત્ર 146 વોટ, બિગ બોસના કન્ટેન્સ્ટની ભૂંડી હાર
ઝારખંડમાં હેમંત સોરેનની સરકાર નિશ્ચિત, 56 બેઠકો પર આગળ; પત્ની કલ્પના પણ ચૂંટણી જીત્યા
મહારાષ્ટ્રમાં બીજેપી ગઠબંધન સરકાર બનશે, ત્રણેય પક્ષો સાથે મળીને કરશે CM નો નિર્ણય
વરાછામાં બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર, રોડ પર પટકાતા બાઈક ચાલકનું મોત
યશસ્વી-રાહુલની શાનદાર બેટિંગ, ભારત મજબૂત સ્થિતિમાં, લીડ 200ને પાર
ઝારખંડ બાદ ભાજપ+ ને આ રાજ્યમાં પણ મોટો ફટકો, કોંગ્રેસે તમામ બેઠકો જીતી લીધી
બિહાર પેટાચૂંટણીઃ તમામ 4 બેઠકો પર NDAની જીત, CM નીતિશના ઘરે NDAના નેતાઓની બેઠક
દક્ષિણ ભારતે ફરી ગાંધી પરિવારને સમર્થન આપ્યું, પ્રિયંકા વાયનાડમાં 4 લાખ મતોની લીડ સાથે જીત તરફ
મહારાષ્ટ્રમાં CMની ખુરશી માટે રેસ શરૂ, છપાયા પોસ્ટર
સુરત રેલવે સ્ટેશન પર 4 મહિનાથી બંધ પ્લેટફોર્મ 4 ખુલ્યું પણ આ બે પ્લેટફોર્મ 98 દિવસ માટે બંધ કરાયા
સુરતની વિચિત્ર ઘટનાઃ શેઠે પગાર નહીં આપતા નોકરે આખી ફેક્ટરી સળગાવી દીધી!
ગુજરાતમાં સૌપ્રથમ ચારુસેટમાં અદ્યતન ડાયાબિટીક ઓટોલેબનો આરંભ…
હાર્ટ બાદ કેન્સરની સારવારમાં હોસ્પિટલોનું મોટું સ્કેમઃ RTIમાં મોટો ખુલાસો
ઝારખંડમાં INDIA, મહારાષ્ટ્રમાં NDAને બહુમતીઃ સંજય રાઉતે કહ્યું, કુછ તો ગરબડ હૈ…
પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો 104 રન પર સફાયો, ભારતને 46 રનની લીડ
જવેલ્ડ હેરસ્ટાઇલિંગ
અદાણીના કેસમાં ભાજપ ઉપરાંત વિપક્ષોનો ભ્રષ્ટ ચહેરો જનતાની સામે આવી ગયો છે
ખુશી આજે જ છે
માત્ર દિલ્હી જ નહીં આખા દેશમાં પ્રદૂષણનો મુદ્દો માનવજાત સામે મોટો ખતરો છે
ક્રીપ્ટોકરન્સી સ્કેમ : રાજકારણમાં આરોપ બીલો ધી બેલ્ટ
શિક્ષણના આદર્શો અને આજના શિક્ષણની વાસ્તવિકતા..!
અનાજનો બગાડ
રાબિયા: મિડલ ઇસ્ટની મીરાં
વન નેશન વન કાર્ડ
એમ્બ્યુલન્સની, ગંભીરતા સમજો
દાહોદ: બિન ખેતી કૌભાંડના આરોપીઓના પોસ્ટર સમગ્ર શહેરમાં લગાવાયા
વડોદરા:મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક નહિ ચાલવા દેવાની સભ્યોની ચીમકી
સુરત: (Surat) સુરત શહેરમાં પાંચ દિવસથી સતત વાદળછાયું વાતાવરણ સર્જાતાં જાણે હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતાં આકાશમાં સંપૂર્ણ ઉઘાડ દેખાય તેવી સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબ સાગર પર ગયા અઠવાડિયે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો. હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતાં મંગળવારે બપોરે વાદળો દૂર થતાં સૂર્યનારાયણ દેખાયા હતા. આગામી ૨૪ કલાક બાદ શહેરમાં આકાશ સંપૂર્ણ ઉઘાડ લે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જો કે, હજી પણ પંજાબ ઉપર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોવાથી તેની અસર આગામી એક-બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે.
શહેરમાં મંગળવારે મહત્તમ તાપમાન અડધા ડિગ્રી વધારા સાથે ૨૬.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન ૧૭.૨ ડિગ્રી સેલ્સિયસ યથાવત રહેવા પામ્યું છે. શહેરમાં મંગળવારે હવામાં ૪૪ ટકા ભેજની સાથે આઠ કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરનો પવન ફુંકાયો હતો. મંગળવારે ફરી પવનની દિશા બદલાતાં ઉત્તરની થતાં હવામાન વિભાગે આગામી બે દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરી છે. જેના પગલે ફરી રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાશે.
રાજ્યમાં બીજા દિવસે પણ ધુમ્મસ વચ્ચે કમોસમી વરસાદ
ગાંધીનગર: રાજ્યમાં (State) મંગળવારે બીજા દિવસે પણ સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતનાં કેટલાંક શહેરોમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે ઉત્તર ગુજરાતના (Gujarat) ડિસા સહિતના આસપાસના વિસ્તારોમાં રાત્રિના સમયે કમોસમી વરસાદ (Rain) નોંધાયો હતો. મંગળવારે રાજ્યમાં સૌથી વધુ ઠંડી (Cold) 7.8 ડિગ્રી નોંધાઈ હતી.
હવામાન ખાતાનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં ઠંડી વધે તેવી સંભાવના છે. હવામાન ખાતાનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યનાં અન્ય શહેરોમાં અમદાવાદમાં 13.5 ડિગ્રી., ડીસામાં 11.6 ડિગ્રી., ગાંધીનગરમાં 12.0 ડિગ્રી., વડોદરામાં 16.0 ડિગ્રી., સુરતમાં 17.2 ડિગ્રી., વલસાડમાં 11.5 ડિગ્રી., અમરેલીમાં 11.2 ડિગ્રી., ભાવનગરમાં 14.6 ડિગ્રી., રાજકોટમાં 10.7 ડિગ્રી., સુરેન્દ્રનગરમાં 12.0 ડિગ્રી., ભુજમાં 11.0 ડિગ્રી. અને નલિયામાં 7.8 ડિગ્રી. ઠંડી નોંધાઈ હતી.
નવસારી જિલ્લામાં એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો થવા સાથે કલાકે 5.5 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા રહેતા આખો દિવસ ઠંડીનો માહોલ જામ્યો હતો. સોમવારે સૂર્ય નારાયણે સંતાકૂકડી રમ્યા બાદ મંગળવારે સૂરજ દાદા આખો દિવસ મહેરબાન રહ્યા હતા. પરંતુ આજે વરૂણદેવે મહેર કરતાં આખો દિવસ ઠંડીનો માહોલ સર્જાયો હતો. લોકોએ દિવસ દરમ્યાન પણ ગરમ કપડાં પહરેવા પડ્યા હતા.