National

કાનમાં ઇયરફોન લગાવી ગીતો સાંભળી રહ્યો હતો યુવક, અચાનક વીજળીનો ચમકારો થયો અને..

ઉત્તર પ્રદેશના નોઇડામાં  રવિવારે મોડી સાંજે વીજળી (Lightning) પડતાં યુવકનું મોત નીપજ્યું હતું. યુવાન ખેતરમાં ફરવા ગયો હતો. મોડી રાત સુધી ઘરે પરત ન આવ્યા બાદ પરિવારે તેની શોધ શરૂ કરી હતી. સોમવારે સવારે તેનો મૃતદેહ (DEAD BODY) ખેતરમાં પડ્યો હતો. યુવકના કાનમાં બળતો ઇયરફોન જોવામાં આવ્યો હતો. જ્યારે ચહેરો અને વાળ પણ દાઝી ગયા હતા. પરિવાર અને પડોશીઓને વીજળી પડવાના કારણે મોતની આશંકા છે. તેમનો દાવો છે કે ઇયરફોનથી વીજળી આકર્ષાય છે. જેથી ડોકટરો અને નિષ્ણાતોએ સ્પષ્ટપણે કહ્યું છે કે ઇયરફોન દ્વારા વીજળી આકર્ષાય છે તે હકીકત નથી. જો કે , પોલીસે જણાવ્યું હતું કે, પોસ્ટ મોર્ટમ પછી જ મોતનું કારણ બહાર આવશે.

પોલીસના જણાવ્યા મુજબ, ગૌતમ ભારતી રાજકુમાર, રહેવાસી મહોલ્લા રાવતિયા, રવિવારે સાંજે ખેતરમાં ફરવાનું કહીને ઘરની બહાર આવ્યો હતો. રાત્રે પરત ન આવતા પરિવારે તેની શોધ શરૂ કરી હતી. સવારે ગૌતમની લાશ છતંગા ગામ તરફ ખેતર(FARM)માં પડી હતી. તેના કાનમાં ઇયરફોન મળી આવ્યા હતા. જે સળગેલા હતા. ખિસ્સામાં પડેલા મોબાઇલ સાથે ઇયરફોન જોડાયેલું હતું. અને તેનો મોબાઇલ બંધ હતો. પરિવાર વીજળીને કારણે ઇયરફોનના વિસ્ફોટની વાત કરી રહ્યો છે. પડોશીઓના જણાવ્યા મુજબ રવિવારે મોડી સાંજે ખેતરોમાં વીજળી પડી રહી હતી. આ યુવકના લગ્ન છ મહિના પહેલા થયા હતા. પોલીસ ફરિયાદમાં યુવકના ભાઈ પુરુષોત્તમએ જણાવ્યું હતું કે ગૌતમનું મોત વીજળી પડતાં થયું હતું.

ઇયરફોન અથવા ઇલેક્ટ્રિક ઉપકરણો દ્વારા વીજળી આકર્ષિત થતી નથી,
સ્કાયમેટના હવામાન શાસ્ત્રી મુજબ વીજળી 50 મીટર ખુલ્લા વિસ્તારમાં સૌથી વધુ પડતી હોય છે મોટાભાગના ખુલ્લા વિસ્તારોમાં વીજળી ઉચ્ચતમ સ્થાન પર આવે છે. 50 મીટર ક્ષેત્રોમાં ખુલ્લા વિસ્તારમાં જે પણ સૌથી વધુ ઊંચાઈએ છે, તે વીજળી તેના પર જ પડે છે. જેમ કે કોઈ ઝાડ(TREE), મોટું છોડ અથવા એવી કોઈ પણ વસ્તુ જે ઊંચી હોય. તેમણે કહ્યું કે જ્યારે પણ આ પ્રકારનું હવામાન હોય ત્યારે વ્યક્તિએ ખુલ્લી જગ્યામાં જવાનું ટાળવું જોઈએ. જો વધારે વીજળીનો અવાજ આવે તો, ઝાડ અથવા ઊંચી જગ્યાઓથી દૂર રહો. હવામાન શાસ્ત્રીએ કહ્યું કે તે યુવક 50 મીટર ત્રિજ્યામાં સૌથી વધુ ઊંચો હોઈ શકે છે. જો કે, તેમણે કહ્યું હતું કે ઇયર ફોન અથવા કોઈપણ ઇલેક્ટ્રિક ઉપકરણ દ્વારા વીજળી આકર્ષાય છે તે તથ્યહીન છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top